વાહ દુલ્હન વાહ ! દુલ્હને મુદીખાઈ માં માંગી આ વસ્તુ જે જોઇને ગામના તમામ લોકો ખુશ થઇ ગયા ..

ભારતમાં લગ્નને બહુ જ ધૂમધામથી ઉત્સવની જેમ મનાવવામાં આવતા હોય છે જેમાં ઉપસ્થિત તમામ મહેમાન પણ દિલથી વર -વધુ ને આશીર્વાદ આપવા આવ્યા હોય છે . લગ્ન એક માત્ર વર વધુ માટે જ મહત્વના નથી તેના દ્વારા બે પરિવાર મળે છે જે એકબીજાથી પરિચિત થાય છે અને એક બીજાના સુખ દુઃખ માં સામીલ થાય છે તે લગ્નમાં પરિવારોના સબંધ પણ બને છે . આવામાં જો વહુ તમામ ગુણ સંપન હોય અને દરેક  બાબતે હોશીયાર હોય તો તે તેના  પિયરની જેમ પોતાના સાસરિયામાં પણ દીકરી બની જાય છે અને  લક્ષ્મી તરીકે પૂજવામાં આવે છે  .આમ પણ દીકરી હોય કે  વહુ તે લક્ષ્મી  નું જ સ્વરૂપ ગણાય છે .

જો વહુ સમજદાર હોય તો  મુહદિખાઈ માં એવી વસ્તુ માંગી સકે છે પોતાના સાસરિયા  પાસેથી જે માત્ર પોતાના પરિવાર માટે જ નહિ પરંતુ આખા  ગામ ના લોકો ની મુશ્કેલી હલ કરી શકે .આવું જ એક દુલ્હને પોતાની મુહદિખાઈ માં કર્યું હતું .જયારે દુલ્હનને જાણકારી મળી કે તેની મુહ દીખાઈમાં એક સાંસદ નો વ્યક્તિ આવી રહ્યો છે તો તેણે મુહ દિખાઈ માં તેમની પાસેથી રસ્તો માંગી લીધો . હવે સાંસદ પણ સુ કરી સકે તેમણે પણ આ વાત માનવી પડી અને ૩૫ દિવસમાં સરસ મજાનો નવો રોડ બનાવી આપ્યો .

ઉતરપ્રદેશ ના અલીગઢ માં નવી દુલ્હને ભારતીય જાણતા પાર્ટીના સાંસદ સતીશ ગૌતમ પાસેથી  મુહ દીખાઈમાં  રસ્તો માંગ્યો હતો .સાંસદે ૩૫ દિવસમાં નવો રસ્તો બનાવી આપ્યો હતો .હા પરંતુ વચ્ચે વરસાદના કારણે આ રસ્તો બનતા ૫ દિવસ વધુ લાગ્યા હતા .આ સાથે જ નવી દુલ્હને રસ્તો બનતા જ સાંસદ સતીશ ગૌતમ નો ધન્યવાદ પણ કર્યો હતો .થોડા સમય પહેલા જ અલીગઢ ની ખેર તહલીસ વિસ્તારમાં કસીસો ગામના ભારતીય જનતા પાર્ટી ના સાંસદ સતીશ ગૌતમ મુહ દીખાઈ કરવા પોતાના મિત્ર નવીન શર્મા ને ત્યાં ગયા.હતા .

આ દરમ્યાન તેમણે હાથરસ જનપદ ના બામ્નોલી ગામથી પરણીને આવેલી નવવધુ પ્રિયંકા શર્મા ને એક કવર આપ્યું હતું .પરંતુ પ્રિયંકા શર્મા એ આ કવર લેવાના બદલે આવેલા સાંસદ પાસેથી મુહ દીખાઈમાં નવો રસ્તો  બનાવવા ની માંગ કરી હતી .સાંસદ સતીશ ગૌતમે પ્રિયંકાને બહુ જલ્દી રસ્તો બનાવી આપવાનું આશ્વાસન આપ્યું હતું ,આ સાથે જ સાંસદે પોતે આપેલો વાયદો થોડા જ દિવસમાં પૂરો કર્યો હતો .અને ૩૫ દિવસોમાં જ નવો રસ્તો બનાવી આપ્યો હતો .

હા પરંતુ વચ્ચે વરસાદ આવવાના કારણે રસ્તા નું કામ ૫ દિવસ મોડું થયું હતું . રસ્તો બન્યા પછી નવીન શર્મા ના દીકરા દીપાંશુ અને વહુ પ્રિયંકા એ સાંસદ સતીશ ગૌતમનો દિલ થી આભાર વ્યક્ત કર્યો હતો .આ જણાવી દઈએ કે વ્યવસ્થાના કારણે સાંસદ સતીશ ગૌતમ દીપાંશુ ના લગ્ન માં જી શક્યા નહોતા તે લગ્ન પછી ૮ મેં ના રોજ ગામમાં તેમણે આશીર્વાદ આપવા આવ્યા હતા .જેવા જ સાંસદે દુલ્હનને ખીચા માંથી કવર આપ્યું તો તેણે તે કવર લેવાથી ના પડી દીધી અને કહ્યું , સાંસદ અંકલ પ્લીસ શિવ મંદિર સુધી નવો રસ્તો બનાવી આપો .

ભાજપ સંસદે ૧૨૦ મીટર નો રસ્તો બનાવ્યો , ત્યાજ ગામના લોકોનું કહેવું છે કે કાચો રસ્તો હોવાના કારણે ચાલતા મંદિર જતા તમામ  લોકોને બહુ મુસીબત થતી હતી ,સાંસદ સતીશ ગૌતમે જાણકારી આપતા જણાવ્યું હતું કે , મારા એક મિત્રના દીકરાના લગ્નમાં હું કોઈ કારણસર જઈ સક્યો નહોતો આથી હું મુહ દીખાઈમાં માં આવ્યો હતો જ્યાં આ રસમમાં તેમની નવી પુત્રવધુ એ મારી પાસે મુહ દીખાઈમાં રસ્તો માંગ્યો હતો . હું દીકરીને રસ્તો બનાવી આપવાનું વચન આપીને આવ્યો હતો આથી  મેં ૩૫ દિવસમાં નવો રસ્તો બનાવી આપ્યો હતો .

સાંસદ સતીશ ગૌતમના મિત્ર નવીન શર્મા એ જણાવ્યું હતું કે ,મારા દીકરાના લગ્ન હતા પરંતુ તે કારણ સર આવી શક્યા નહોતા આથી તે નવી વહુ ને આશીર્વાદ આપવા મુહ દીખાઈ માં આવ્યા હતા. જુઆ નવી વહુ એ નવા રસ્તા ની માંગ કરી હતી . સાંસદે એક મહિનામાં તેણે રસ્તો બનાવી આપવાનું વચન આપ્યું હતું .હા પરંતુ વરસાદની ઋતુના કારણે આ રસ્તો બનતા ૩૫ દિવસ લાગ્યા હતા . નવો રસ્તો  બન્યા પછી સાંસદ સતીસ ગૌતમ ના બંને વર -વધુ એ ધન્યવાદ કર્યા  હતા .  

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *