વાહ ભાઈ વાહ ! જુનાગઢના ખેડૂતે કમાલ કરી દીધી કેરી વેંચીને 72 લાખ ની કમાણી કરી… જાણો કેવી રીતે…

ભારત હોય કે વિદેશ હોય  ત્યાં રહેતા તમામ લોકો કેરી થી પરિચિત હશે . કેમ ના હોય કારણ  કે કેરી ને તો ફળો નો રાજા કહેવામાં આવે છે કેરી એક એવું ફળ છે જે નાના બાળકોથી માંડીને મોટા વૃધ્ધો ને પણ અતિ પ્રિય હોય છે . કેરી એક એવું ફળ છે જેને ભારતે રાષ્ટ્રીય ફળ જાહેર કર્યું છે .આ ફળ એક એવું છે કે તમામ લોકો  તેણે ગરીબ હોય કે અમીર ખુબ જ ચાવ  થી ખાતા હોય છે .

કેરી ની અનેક જાત જોવા મળે છે અને તેના ઉપયોગ પણ ખુબ છે કેરી કાચી હોય કે પાક્કી બંને રીતે તેનો  ઉપયોગ કરવામાં આવે છે .આવું આજ કેરીના ઉત્પાદન કરતા એક ખેડુંત ભાઈ ને કેરીના કારણે લાખો પતિ બન્યા છે તેવું તેમના દ્વારા  જણાવવામાં આવ્યું છે .જુનાગઢ  જીલ્લાના ભેસાણ તાલુકાના ચોકલી ગામમાં રહેતા પ્રગતી શીલ ખેડૂત નાથ ભાટુએ ૩ વર્ષમાં ૧૦ ફૂટના અંતરે ૨૦ વીઘા જમીનમાં ૩૦૦૦ કેરીના છોડ વાવીને ૭૨ લાખ રૂપિયા નો ચોખ્ખો નફો મેળવ્યો છે.

નાથાભાઈ એ પ્રતિ હેક્ટર જમીનમાં ૧૧૦૦ કેરીના રોપા વાવ્યા , તેણે વર્ષ ૨૦૦૮ થી વૃંદાવન બ્રાંડ કેરીનું માર્કેટિંગ શરુ કર્યું અને સમગ્ર ગુજરાતમાં તેમજ મુંબઈ અને પુનામાં કેરીનું ઓનલાઈન વેચાણ કરે છે .પોરબંદર જીલ્લામાં બીચીના તાલુકાના પસવારી ગામના વતની નાથા ના જણાવ્યા અનુસાર , તેઓ ખેતીના વ્યવસાય સાથે સહકારી મંડળી માં ડેપ્યુટી ઓડીટર તરીકે નોકરી કરતા હતા .સરકારી નોકરી દરમ્યાન તેઓ ભરૂચ , અંકલેશ્વરમાં ખેતીકામ કરતા હતા .

હાલમાં જે  ખેતીને નફાકારકતા વ્યવસાય નહીં ગણાવતા  તેઓને જણાવ્યું હતું કે , કૃષિ માં પરંપરાગત પદ્ધતિને બદલે નવી પધ્ધતિ થી ખેતી કરવી જરૂરી છે . જેમાં  દિવસ રાત ૧૭-૧૮ કલાક મહેનત કરવી જોઈએ . નાથા ના કહેવા મુજબ ખેતીમાં કઈક નવું કરવાની જીજ્ઞાસા ની જરૂર છે કોઈ પણ વ્યવસાયમાં સફળતા મેળવવા માટે અથાક પરિશ્રમ અને સખત મહેનત જરૂરી હોય છે .

તેમણે  કેરીના પાકનું ગ્રેડિંગ કરવાનું નક્કી કર્યું અને ૨૫૦ થી ૩૦૦ ગ્રામ વજનની કેરીઓને A ગ્રેડ  તરીકે , ૨૦૦ થી ૨૫૦ ગ્રામ ની વચ્ચે ની કેરીને B ગ્રેડ અને ૨૦૦ થી ઓછી ગ્રામની કેરીને C ગ્રેડ તરીકે વેચવાનું શરુ કર્યું , નાથા ના જણાવ્યા મુજબ ગ્રેડ  મુજબ વર્ગીકરણ કરી વહેચેલી કેરીનું નફામાં વધુ યોગદાન આવ્યું અને તેનાથી સારી કીમત નો  નફો વધુ મળે છે .

વર્ષ ૨૦૨૦ -૨૧ માં ૨૧.૨૫ લાખ અને વર્ષ ૨૦૨૧- ૨૨  માં ૩૨.૦૩ લાખ સહીત ૩ વર્ષમાં ૭૨. ૯૮ લાખ રૂપિયા ચોખ્ખો નફો મેળવ્યો છે .નાથા ના કહેવા મુજબ તેઓ ખેડૂત માટે બહાર પાડવામાં આવતી તમામ યોજનાનો લાભ લઇ રહ્યા છે .કેરીની ખેતી , ટપક સિચાઈ , બિલ્ડીંગ અને ફેન્સીંગ , ટ્રેક્ટર ની ખરીદી તેમજ કેરીના બોક્સ માટે સરકારી યોજના ઓની અનુદાનનો લાભ તેમણે મેળવ્યો છે .

આપણને પણ ખબર છે કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા ખેતીને પ્રોત્સાહન આપવા માટે ઘણી યોજના ઓ બહાર પાડવામાં આવતી હોય છે ગુજરાતના મુખ્યમંત્રી  ભુપેન્દ્ર  પટેલ ના માર્ગદર્શન હેઠળ કૃષિક્ષેત્રે સમૃદ્ધિ લાવવાની યોજનાઓ ચલાવવામાં આવતી હોય છે .નાથા ના કહેવા મુજબ કેરીના પાકના ઉત્પાદન માં સમગ્ર વિશ્વમાં ભારત અગ્રેસર છે .

દેશ વિદેશમાં પાકની માંગ વધી રહી છે લોકો ભારતની કેરી નો વપરાસ કરતા થયા છે જેના કારણે ભારતમાં કેરીની નીકાસ વધવા લાગી છે સારા ગુણવતા નું ઉત્પાદન ના કારણે લોકો કેરીઓ ઉચી કીમતે પણ ખરીદવાની તૈયારી રાખે છે.  નફાકારકતા વધે તે બાબત પણ જરૂરી છે નાથા  ના જણાવ્યા અનુસર પોષક મુલ્ય , સ્વાદ , આકર્ષક રંગ , દેખાવ , ઉપયોગની વિવિધતા અને લોકપ્રિયતાના સંદર્ભમાં વિશ્વમાં ઉત્પાદિત ફળોમાં કેરીને ફળોનો રાજા કહેવામાં આવે છે .

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published.