વાહ ભાઈ વાહ ! સવજીભાઈ ધોળકિયા એ પોતાના કર્મચારીઓ માટે એવી અદભૂત યોજના બનાવી કે તમે પણ વખાણ કરશો…
આપણા સૌના જાણીતા એવા ઉદ્યોગપતિ સવજીભાઈ ધોળકીયા હંમેશા પોતાના દાન ધર્મ અને દાતારી માટે ચર્ચામાં આવે છે. હાલ પોતાના કર્મચારીઓ માટે એક સરાહનીય પગલું ભર્યું છે. તેમણે એક અનોખી જ પહેલ લાવી છે. દાનવીર તરીકે ખૂબ જાણીતા બનેલા સવજીભાઇ ધોળકિયાનું વધુ એક ખૂબ જ સુંદર કાર્ય તેમણે હાથ ધર્યું છે. પોતાના કર્મચારીઓના કલ્યાણ માટે એક નવી કલ્યાણ યોજના શરૂ કરી છે. ખરેખર હરેકૃષ્ણ એક્સપોર્ટ ના કર્મચારીઓ નું ધ્યાન ખૂબ સારી રીતે રાખે છે.
મૃત્યુ પછી પરિવારને દર મહિને પગાર આપશે
આ પહેલ અંતર્ગત, કર્મચારી અને તેના પરિવારને હિતને ધ્યાનમાં રાખીને, હરેકૃષ્ણ એક્સપોર્ટ કંપની તરફથી નવી કલ્યાણ યોજના શરૂ કરી દેવામાં આવી છે. તમને જણાવીએ કે, હરેકૃષ્ણ ડાયમંડ કંપની દ્વારા શરૂ કરવામાં આવેલી આ યોજના હેઠળ, હરિકૃષ્ણ કંપની નોકરી કરતા કર્મચારી નું જો મૃત્યુ થાય તો તેના મૃત્યુ પછી કર્મચારીની ૫૮ વર્ષની નિવૃત્તિ વય મર્યાદાને ધ્યાનમાં લઈને, ત્યાં સુધી તેનો પગાર પરિવારને દર મહિને આપવાનું નક્કી કરવામાં આવ્યું છે.
મર્યાદા 1 લાખ સુધીની
ખરેખર વર્ષ 2022 ની અંદર શરૂ કરવામાં આવેલી આ સુંદર યોજના હેઠળ અત્યાર સુધીમાં બે કર્મચારીઓના પરિવારને, આ યોજનાનો લાભ આપવાનો કંપનીએ શરૂ કરી દીધું છે. આ અંગે હરેકૃષ્ણ ગ્રુપના ચેરમેન સવજીભાઇ ધોળકિયાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, કોઈપણ કર્મી મૃત્યુ પામે તો તેના પરિવારને દર મહિને તેમનો પગાર મળી જાય. જેની મર્યાદા 1 લાખ સુધીની છે. પરિવારને વ્યક્તિ ગુમાવ્યાનો રંજ રહે પરંતુ આવક ચાલુ રહે એટલો આર્થિક બોજો હળવો રહે.
કર્મચારી ને કોઈપણ જાતનું વ્યસન હોવું જોઈએ નહીં
ઉદ્યોગપતિ એવા સવજી ધોળકીયાએ માર્ગદર્શન આપતા કહ્યું છે કે બાઈક પર જતા કર્મચારીઓ માટે હેલ્મેટ પહેરવું ખૂબ જ જરૂરી છે. એટલું જ નહીં તેમની કંપનીના કર્મચારીઓની હેલ્મેટ વગર કંપનીના કમ્પાઉન્ડમાં એન્ટ્રી પણ મળતી નથી અને ત્યાં કામ કરતાં કોઇપણ કર્મચારી ને કોઈપણ જાતનું વ્યસન હોવું જોઈએ નહીં તેવા લોકો માટે કંપનીના કમ્પાઉન્ડમાં એન્ટ્રી નથી.
એટલું જ નહીં તેમણે વ્યસનમુક્તિના ઘણાં એવા સૂત્રોચ્ચાર પણ આપ્યા છે કે “જે વ્યસન છોડી ન શકે તેને કંપની છોડી દેવી” એવા સૂત્ર સાથે તેમણે કંપની દ્વારા કર્મચારીઓને આ પ્રકારની વિશેષ યોજનાઓથી પ્રેરિત કર્યા છે અને સાથે સાથે સરકારી નિયમો મુજબ પણ લાભ આપવામાં આવે છે, ત્યારે આવા સરાહનીય કાર્યથી સવજીભાઇ ધોળકિયાને નમન છે.
વતનમાં મકાન બાંધવા વિના વ્યાજ 5 લાખની લોન
તેમના કર્મચારીઓ માટે તેમણે વતનમાં કર્મચારીને મકાન બાંધવા પાંચ વર્ષ માટે વિના વ્યાજ 5 લાખની લોન આપે છે. એટલું જ નહીં કોરોનાકાળ દરમિયાન મોટાભાગના પરિવારો પોતાના વતનમાં જઈ રહ્યા હતા ત્યારે કેટલાક લોકોને પોતાના ઘર નહીં હોવાથી બીજા ને ત્યાં રહેવું પડ્યું હતું. ત્યારે એ ધ્યાને રાખીને મકાન લોન માટે ધ્યાન આપવામાં આવ્યું હતું.