વાહ કમા વાહ! CM ભુપેન્દ્રભાઈ પટેલ અને કિર્તીદાન ગઢવીની હાજરીમાઁ જોરદાર ભાષણ આપતાં બોલ્યો કે “મારાં … જુઓ વિડિઓ

હાલ ગુજરાતમા આજે કમાના નામે જાણીતા કમલેશ ભાઇને દરેક ઓળખે છે. તેઓ માનસિક વિકલાંગ છે. કલાકાર કીર્તિદાન ગઢવીએ ફેમસ બનાવ્યા બાદ આજ કમાભાઇને મોટા મોટા નામાંકિત કલાકારો કાર્યક્રમમાં અને સ્ટેજ પર બોલાવે છે. આ સિવાય યૂટ્યૂબમાં પણ તેઓ ખુબ ફેમસ છે. લોકોને કમાનો ડાન્સ પણ પસંદ આવી ગયો છે. હાલ ભાવનગરમાં યોજાયેલા ગુજરાત ગૌરવ સમિતિના એક કાર્યક્રમામા કીર્તિદાન ગઢવી સાથે કમાને પણ ખાસ આમંત્રણ મળ્યુ હતુ.

વાત કરીએ તો ભાવનગરમાં ગુજરાત ગૌરવ સમિતિ દ્વારા કીર્તિદાન ગઢવીનું સન્માન કરાયું હતું. કીર્તિદાનને ગુજરાત ગૌરવ એવોર્ડથી સન્માનિત કરાયા હતા. આ દરમિયાન કીર્તિદાન દ્વારા કમાને ખાસ આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું. કમાને સ્ટેજ પર આમંત્રણ પણ અપાયું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, શિક્ષણમંત્રી જીતુ વાઘાણી સહિતના રાજનીતિના દિગ્ગજો ઉપસ્થિતિ હતા. આ વચ્ચે ફેમસ દિવ્યાંગ સ્ટાર કમાભાઇ પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે મુખ્યમંત્રી સાથે હાથ મિલાવ્યો હતો અને પોતાની કાલીઘેલી ભાષામાં સૌલોકો સાથે સંવાદ સાધ્યો હતો.

તેમજ હાલ આખા રાજ્યમાં જાણિતા બની ચૂકેલા કમાભાઇ લક્ઝરીયસ કારમાં ફરતા જોવા મળે છે. તેઓ મોંઘી કારમાંથી લોકોનું સમર્થન જીલે છે. કોઇપ્રસંગ, કાર્યક્રમ અને ઉદ્ઘાટનમાં તેમને મહેમાન તરીકે બોલાવવામાં આવે છે. કમાની એન્ટ્રી સુપર સ્ટાર જેવી હોય છે. સૌ કોઈ લોકો તેને હોશે હોશે વધાવી લે છે. લોકો તેમની સાથે સેલ્ફી પડાવવા માટે દોડી જાય છે. કમાનું કહેવું છે કે, પહેલા કોઈ પ્રોગ્રામમાં જવા નહોતા દેતા, હવે જવા દે છે. પહેલા કહેતા કે નિકળો બહાર એવું કહેતા. કીર્તિદાને મારો હાથ ઝાલ્યો અને મને સ્ટેજ પર બેસાડ્યો. હાલ કમાભાઇના જે વીડિયો વાયરલ થયા છે તેમાં તેઓ ભારત માતા કી જય, વંદે માતરમ અને મોદીજીના ભાઇઓ-બહેનો વાળા શબ્દો પણ ઉચ્ચારે છે. તે કહે છે કે તેને ઘરે જવું ગમતું નથી ગીત ગમે છે.

તેમજ જેમ તમે જાણોજ છો કે અલ્લુ અર્જૂનની સમગ્ર દેશમાં ધૂમ મચાવનારી ફિલ્મ ‘પુષ્પા’. આ ફિલ્મના પુષ્પા પાત્રના સૌકોઈ દિવાના છે, તેમાના એક કમાભાઇ પણ છે. કમાભાઇ ડાયરાઓમાં અને કાર્યક્રમોમાં પુષ્પા સ્ટાઇલથી દાઢી પર હાથ ફેરવતા નજરે પડે છે. સાથે ઝૂકેગા નહીં પણ લલકારે છે. તો શ્રીવલ્લી ગીત પર ડાન્સ પણ કરે છે. કીર્તિદાન ગઢવીએ સ્ટેજ પરથી કમાના લગ્નની વાત કરી હતી. તેમના લગ્ન માટે એક ગીત પણ ગાયું હતું. આ દરમિયાન તે થોડીવાર ઇમોશનલ પણ થઇ ચૂક્યા હતા. કીર્તિદાને કન્યા ધ્યાનમાં હોય તો પણ જણાવવા કહ્યું હતું. તો દેવાયત ખવડના ડાયરામાં કમાએ હસતા હસતા લગ્નની ના પાડી હતી.

આમ આખા ગામમાં કોઈ પણ દીકરીના લગ્ન હોય તો કમાભાઇ પોતાની બહેન માનીને શીખ આપે છે. 10 રૂપિયા આપીને બહેનને વળાવે છે. ગામમાં કોઇપણ પ્રસંગમાં કમાભાઇની હાજરી અચૂક હોય છે. આમ થોડા મહિના અગાઉ કમાના ગામ કોઠારીયામાં શ્રી રામ રોટી અન્નક્ષેત્ર આશ્રમ અને ગૌશાળામાં વજા બાપાની તિથિ નિમિત્તે ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય કલાકાર તરીકે કીર્તિદાન ગઢવી હતા. આ દરમિયાન કીર્તિદાન ગઢવી ગીત ગાય રહ્યા હતા અને કમો ડાન્સ કરવા લાગ્યો હતો. રસીયો રૂપાળો રંગ રેલીયો… ઘરે જવુ ગમતું નથી… ગીત પર કમો પોતાની આગવી અદાથી નાચતો નજરે પડે છે. તો આ કાર્યક્રમમાં હાજર સૌકોઈએ કમાની વાહ વાહ કરી હતી. કીર્તિદાને તેમનું સ્વાગત કર્યું હતું. તો કમાથી પ્રેરાઈને કીર્તિદાને 2000 રૂપિયા આપ્યા હતા અને કમાનું નામ પણ લલકાર્યું હતું. ત્યારથી કમાની લોકપ્રિયતા ખુબ જ વધી ગઇ. સોશિયલ મીડિયામાં છવાઈ ગયો. અનેક ડાયરાઓમાં કલાકાર ડાન્સ કરતો જોવા મળે છે. લોકો પણ તેને ખુબ પ્રેમ આપે છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *