વાહ સરપંચ હોય તો આવા ! ગુજરાત ના આ ગામ ના સરપંચ એ એવુ કાર્ય કર્યુ કે લોકો વખાણ કરતા થાકી ગયા..
ગુજરાત સરકાર દ્વારા અનેક યોજનાઓ બહાર પાડવામાં આવતી હોય છે જેનાથી પ્રજાના જીવન ધોરણમાં સુધારો થાય અને દેશના વિકાસમાં મદદરૂપ બની સકાય છે. સરકાર પોતાની વિવિધ વીકાસના કામો માટેની અનેક યોજનાઓ બહાર પાડતા હોય છે અને કરોડો રૂપિયાની ફાળવણી કરતાં હોય છે જેનાથી ગામ અને શહેરનો વિકાસ થાય પરંતુ આમ છ્ત હજુ ઘણા પણ ગામો એવા જોવા મળે છે જે વિકાસ કરી સકયા નથી અને ત્યના લોકો હજુ સામાજિક સુવિધાની અછત ભોગવતા હોય છે.
પરંતુ ગામના જો સરપંચ નિષ્ઠાવાન હોય અને ગામનો વિકાસ કરવાની ઈચ્છા ધરાવતા હોય તો દરેક ગામ વિકાસની દિશા તરફ જય સકે છે. હાલમાં એક એવા સરપંચ વિષે આપણે વાત કરવા જય રહ્યા છીએ કે જેમને પોતાના ગામનો વિકાસ કરવા માટે ખૂબ જ મહેનત કરીને વિકાસ ના માર્ગ પર લાવ્યા છે. બનાસકાઠા ના ડીસા તાલુકાનાં બોયણ ગામના સરપંચે ગામના વિકાસ માટે બહુ જ સરહનીય કામ કર્યું છે. આ ગામમાં અનેક વિકાસના કામ કરવામાં આવી રહયા છે અને સાથે સાથે ગામમાં રહેતા બેરોજગારોને રોજગારી મળી રહે તે માટે પણ સરપંચ પગલાં લઈ રહ્યા છે તે જોઈ સકે છે.
અને ગામના લોકોને ગામમાં જ રોજગારી મળી સકે તે માટે રોજગારી અપાવી રહ્યા છે. તેઓએ ગામમાં 100 થી વધુ લોકોને રોજગારી અપાવી છે અને આ કારણે થી ગામના લોકો તેમના આ કરીને બિરદાવા માટે તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. જો ગામના સરપંચ કઈક કરી બતાવવાની ઈચ્છા ધરાવતા હોય તો ગામના વિકાસમાં મદદરૂપ બને છે. સાથે જ ગામના લોકોને દરેક સુખ સુવિધા મળી રહે તે પણ ધ્યાન રાખે છે. આવા જ એક સરપંચે પોતાના ગામના વિકાસ માટે બહુ જ ઉમદા કાર્ય કરતાં જોવા મળી રહ્યા છે.
બનાસકાઠા ના ડીસા તાલુકાનાં ભોયણ ગામના સરપંચએ આ ઉમદા કરી કરી બતાવ્યુ છે, આ ગામમાં આમ તો ઘણા સરપંચ આવી ને જતાં રહ્યા હતા. પરંતુ ગામમાં જોઈએ એટલો વિકાસ થયો નહોતો. ત્યારે તાજેતરમાં ગામમા સરપંચ પદે નિયુકત થઈને આવેલા મહેન્દ્રભાઇ જોરભાઈ પ્રજાપતિએ એ આવતા ની સાથે જ ગામની અનેક સમસ્યાનું સમાધાન કરી બતાવ્યુ છે. જેમકે તેમણે ગામમાં પાકા રસ્તાઓ, પાણી, વીજળી, જેવી પ્રાથમિક સુખ સુવિધા આ ગામ સુધી પહોચાડી છે. આ ગામના નવા સરપંચ મહેન્દ્રભાઇ કે જે 34 વર્ષની ઉમર ધરાવે છે. તેઓ ગ્રેજુએશન થયેલા છે. ભોયણ ગામના સરપંચ બનતાની સાથે જ તેમણે વર્ષો જૂની એક પછી એક દરેક સમસ્યાનું નિરાકરણ લાવી રહ્યા છે. અત્યાર સુધીમાં તેમણે ગામમાં 40 થી વધુ વિકાસના કામો કરી બતાવ્યા છે માત્ર 9 મહિનામાં તેઓએ ગામની સ્ટ્રીટ લાઇટ, પીવાનું પાણી જેવી સવલતો આ ગામને આપી છે.
આ સાથે જ ગામમાં રહેતા ગરીબ પરિવાર માટે પણ બહુ જ સરસ કામ કર્યું છે. ગામમાં વસતા ગરીબ પરિવારના લોકોએ મજૂરી માટે 10 થી 20 કિમી દૂર ભાડું ખર્ચીનેર જવું પડતું હતું જેમાં ઘણીવાર મજૂરી ના મળતા તેઓને ભાડું માથે પડતું હતું. આથી આ ગામના સરપંચ બનીને આવેલા મહેન્દ્રભાઇ એ આ ગરીબ બેરોજગાર લોકોને પોતાના ગામમાં જ રોજગારી મળી રહે અને ભાડું પણ ના થાય તે માટે મનરેગા યોજના હેઠળ ગામના 100 થી વધુ લોકોને ગામમાં જ મજૂરી નું કામ અપાવ્યું છે. અને હાલમાં અહી 100થી વધુ લોકો આ કામ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે.
આજે ગામના દરેક લોકોના ચહેરા પર ખુશી જોવા માલે છે અને બેરીજગાર ગરીબ લોકો આ ઉમદા કરી માટે તેમનો આભાર માની રહ્યા છે અને પોતાના સરપંચને ગામના આ વિકાસને લઈને તેમના કાર્યોને બિરદાવી રહયા છે. આ ગામના સરપંચ મહેન્દ્રભાઇ પ્રજાપતિ જણાવે છે કે આગામી સમયમાં વધુ લોકોને ગામમાં રોજગારી મળી રહે એવા પ્રયાસ કરી રહ્યો છું. તેમજ આ ગામને બનાસકાઠા જિલ્લાના તમામ ગામો કરતાં અનોખુ ગામ બનાવવાનું સ્વ્પ્નુ પણ સેવી રહ્યો છું.