વાહ આ બાળકનો ટેલેન્ટ તો જુઓ! પશુ-પક્ષીનાં એવા એવા અવાજ કાઢ્યા કે વિડીયો જોઈ તમે પણ દંગ રહી જશો…જુઓ આ વાયરલ વિડીયો
મિત્રો સોશિયલ મીડિયા એક મનોરજનનું મહત્વનું એક સાધન બની ગયું છે જે હાલના સમયમાં સૌ કોઈ ઉપયોગ કરે છે. આપણે જોઈ જ શકીએ છીએ કે હાલના સમયમાં તો નાના બાળકો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થવામાં અને સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવામાં પાછા પડી રહ્યા નથી, એવામાં હાલ એક વિડીયો સામે આવ્યો છે જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
આમ તો હાલના સમયમાં ટ્વીટર, યુટ્યુબ અને ઇનસ્ટાગ્રામના માધ્યમથી રોજબરોજના અનેક વિડીયો સામે આવતા હોય છે અને વાયરલ થતા હોય છે. એવામાં વર્તમાન સમયને ધ્યાનમાં રાખીને વાત કરવામાં આવે તો હાલ વિધાર્થીઓના વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે જેમાં તેઓ કોઈ મજાક મસ્તી કે તેવું કરતા નજરે પડતા હોય છે, પણ હાલ જે વિડીયો વિશે વાત કરીએ છીએ તે તેવો નથી
આ વિડીયોમાં બાળકનું એક સારું ટેલેન્ટ જોવા મળે છે. આ વાયરલ થઈ રહેલા વિડીયોમાં જોઈ શકાય છે કે એક શાળા છે જેમાં વિધાર્થી પાછળ બેઠેલ છે અને આ વિધાર્થી ઉભો રહેલો છે. એવામાં શિક્ષિકા આ બાળકને મોરનો અવાજ કાઢવાનું કહે છે તો આ બાળક મોર જેવો જ સમાન અવાજ કાઢે છે પછી શિક્ષિકા આ વિધાર્થીને કોયલનો અવાજ કાઢવાનું કહે છે તો આ વિધાર્થી તે પણ ખુબ સારી રીતે કાઢે છે.
આવી રીતે બાળકો આ વિધાર્થીને અલગ અલગ અવાજ કાઢવાનું કહે છે અને બાળક એવો અવાજ કાઢીને પણ બતાવે છે. આ વિડીયોમાં જોઈ શકાય છે કે બાળકના આવા ટેલેન્ટને જોઈને વિધાર્થીઓ સહિત શિક્ષક પણ ખિલખિલાટ હસી રહ્યા છે. તમને જણાવી દઈએ કે આ વાયરલ વિડીયો હાલ લોકોને ખુબ પસંદ આવી રહ્યો છે.
View this post on Instagram
જણાવી દઈએ કે આ વાયરલ વિડીયો ઇનસ્ટાગ્રામ પર themusichills નામના એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવ્યો હતો જે લોકોને પણ ખુબ જ પસંદ આવ્યો હતો. જણાવી દઈએ કે આ વાયરલ વિડીઓ પર લાખોમાં લાઇક છે, એટલું જ નહી લોકો આ વિડીયો જોઈને પોતાની અલગ અલગ પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે, તમને આ બાળકનો ટેલેન્ટ કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર જણાવજો.