વાહ સલામ આ રેલ્વે કર્મિને ! સામેથી ટ્રેન આવતી જોઈ છતા કુદી પડ્યો યુવક ને બચાવવા અને અંતમા જે થયુ જુવો વિડીઓ

ઈનટરનેટ ની   દુનિયામાં બહુ જ અજીબો કિસ્સા જોવા  મળે છે ક્યારે સુ જોવા મળી જાય એનો કોઈ અંદાજો જ લગાવી ન સકે . ઘણી વાર એમાં એવા  પણ વિડીયો આવતા હોય છે જે જોઈ ને હસવું રોકી શકાતું જ નથી તો ઘણી વાર વ્યક્તિને ચોકાવી દે એવા  વિડીયો પણ જોવા મળતા હોય છે ઘણી વાર દુખના તો ઘણીવાર ખુશી ના પણ વિડીઓ વાયરલ થતા જોવા મળે છે .

સોશિયલ મીડિયા પર એક એવો વિડીયો વાયરલ થઇ રહ્યો છે જે જોઇને તમે દંગ રહી જશો .રેલવેનો કર્મચારી ટ્રેનના પાટા પર પડેલા એક વ્યક્તિને બચાવા ભાગી ને ટ્રેન આવે તે પહેલા તે વ્યક્તિને સુરક્ષિત બચાવી લઇ આવ્યો .અને આ પૂરી ઘટના કેમેરામાં કેદ થઇ ગઈ હતી .વ્યક્તિને બચાવ્યા પછી તે જ પાટા  પરથી  એક ટ્રેન બહુ જડપથી પસાર થઇ હતી . રેલ્વે મંત્રાલય એ આ ચોકાવનારી ઘટનાનો વિડીયો ટ્વીટર પર વાયરલ કર્યો છે .

રેલ્વે સ્ટેશન થી ૨૪ સેકન્ડ નો આ વિડીયો CCTV માં કેદ થઇ ગયો હતો . રેલ્વે કર્મચારી એચ . સતીષકુમાર ને આવનારી એક માલગાડી ને લીલી ઝંડી આપવા માટે પ્લેટફોર્મ તરફ જતા જોઈ સકાય છે . જયારે તે અચાનક પાછળ ની તરફ જોવે છે તો તેમને  અહેસાસ થાય છે કે ,કોઈ ટ્રેનના પાટા  પર પડી ગયું છે . થોડો પણ વિચાર કરયા  વગર કે  કોઈની રાહ જોયા વગર તે તરત પ્લેટફોર્મ ની તરફ જઈને તે પાટા પર કુદી પાડે છે .

ટ્રેન આવવાની તૈયારી માં જ હોય છે તેની પહેલા જ આ કર્મચારી સતીષભાઈ એ તે વ્યક્તિને પાટા ની બહાર કાઢી લીધો . અને ત્યાર પછી થોડી જ સેકન્ડોમાં તે પાટા પરથી ટ્રેન પસાર જાય છે અહી  કહેવું ખોટું નહિ ગણાય કે જો સતીષભાઈ ત્યાં સાચા સમયે  હાજર ના હોત તો ત્યાં બહુ મોટી દુર્ઘટના થવા પામી હોત .અને તે વ્યક્તિની જાન પણ વહી ગઈ હોત .

જો સતીષભાઈ એ થોડો પણ સમયમાં વિલંબ કર્યો હોત તો તેમણે બચાવેલ વ્યક્તિ આજે ટ્રેનની જપેટ માં આવી ગયો હોત .હજુ એ જાણવા નથી મળ્યું કે તે વ્યક્તિ ત્યાં પાટા  પર કઈ રીતે નીચે પડ્યો હતો તે જાણી જોઇને ગયો હતો કે નહિ તેની માહિતી મળી નથી .મંત્રાલય થી આ વિડીયો ને શેર કરતા લખ્યું હતું કે , સેવા , સુરક્ષા અને સહયોગ .

ફરજ પરના કર્મચારી ઓની મદદ અને હિમતથી એક અમુલ્ય જીવ બચાવી લેવામાં આવ્યો હતો . જેથી માણસને ગંભીર ઈર્જાઓ થી બચાવી સક્યો હતો .ભારતીય રેલ્વે એ સતીષભાઈ જેવા હિમતવાન  અને મહેનતુ કર્મચારી પર ગર્વ છે અને તેમની બહાદુરીની પ્રસંસા કરે છે . વિડીયો ને અત્યાર સુધી ઘણી મોટી સંખ્યામાં વ્યુઝ અને સેકડો પ્રતિક્રિયા મળી છે .

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *