વાહ ! વર – વધુ એ ગોવિંદા ના ગીત પર એવો ડાન્સ કર્યો કે લોકો જોઈ રહ્યા અને બોલી ઉઠ્યા જોડી નં 1 ……જુવો વિડીયો

ભારતીય લગ્નો માં ધૂમ ધડાકા કઈક વધારે જ જોવા મળે છે. લગ્ન પહેલ જ દુલ્હન અને વરરાજા ના ઘરમાં નાચવા ગાવાનો પ્રોગ્રામ શરુ થઇ જતો હોય છે. અને લગ્નના દિવસે દરેક લોકો ની નજર દુલ્હન અને વરરાજા પર જ હોય છે. લગ્નમાં મહેમાનો અને સબંધીઓ તો ડાન્સ કરતા હોય જ છે પરંતુ જો દુલ્હન અને વરરાજો પણ જો ડાન્સ કરતા જોવા મળે તો તો પછી વાત જ સું થાય. એક આવો જ વરરાજા અને વધુ નો ડાન્સ વિડીયો વાયરલ થઇ રહ્યો છે. વરમાળા પછી વરરાજા અને  વધુ એ  સ્ટેજ પર એવી ધમાલ કરી કે ત્યાં ઉપસ્થિત તમામ લોકો જોતા રહી ગયા. ૯૦ ના દાયકા ના ગીત પર બંને એ એવો ગજબ ડાન્સ કર્યો કે ત્યાં ઉપસ્થિત તમામ  લોકો ને તે ડાન્સ બહુ જ પસંદ આવ્યો. અને તેમાં જ કોઈક એ આ ડાન્સ વિડીયો ની નાની કલીપ સોશિયલ મીડિયા પર મૂકી દીધી.

જે હાલમાં વાયરલ થઇ રહી છે. અને લોકો તે બંને વહુ વરરાજા ની જોડી ના વખાણ કરી તેમને  જોડી નંબર વન કહી રહ્યા છે. વાયરલ થયેલા આ વિડીયોમાં લગ્નના સમયે સ્ટેજ પર વરરાજા અને વહુ એવો જબરદસ્ત ડાન્સ કરે છે કે સૌ કોઈ નું ધ્યાન આકર્ષિત કરી લે છે. વરરાજા ને વહુ બંને ગોવિંદા ને કરિશ્મા કપૂરની ફિલ્મ ‘ ખુદ્દાર ’નું સોંગ “તુમસા કોઈ પ્યારા કોઈ માસુમ નહિ હે” ગીત પર ડાન્સ કરતા જોવા મળે છે.  વરરાજા અને વધુ  બંને ગોવિંદા ના ફેન જણાઈ રહ્યા છે. ત્યારે જ બંને તે ગીત પર એટલા સરસ સ્ટેપ કરી રહ્યા છે કે જાણે તે સ્ટેપ તેમણે યાદ જ હોય અને તેમનાથી આ ગીત ના  સ્ટેપ માં કોઈ ભૂલ પણ થતી નથી.  બંનેએ  આ ડાન્સ ને બહુ જ એન્જોય કરી રહ્યા છે ત્યારે જ ત્યાં મોજુદ તમામ લોકો પણ આ ડાન્સ ને બહુ જ પસંદ કરી રહ્યા છે.

તે બંને ની વચ્ચે નું બોન્ડીંગ અને કેમેસ્ટ્રી  જોઈ ને એવું  લાગી રહ્યું છે કે તેમણે પહેલા જ આ ગીત પર બહુ જ પ્રેક્ટીસ કરી છે. અથવા તો બંને એ આ ગીત ને બહુ વધારે વખત જોયું હશે. લોકો ને આ બંને ની જોડી બહુ જ પસંદ પડી છે. આ ખુબસુરત વિડીયા નેમાઈક્રોબ્લોગીંગ સાઈડ ટ્વીટર પર શેર કરવામાં આવ્યો છે અને સાથે કેપ્શનમાં લખ્યું છે. કે  જોડી સાચે જ એક બીજા માટે બનતી હોય છે. ખબર લખ્યા સુધીમાં આ વિડીયો ને ૬ લાખ થી વધારે લોકો જોઈ ચુક્યા છે. જયારે ૧૪ હજાર થી વધારે લોકો આ વિડીયો ને પસંદ કરી રહ્યા છે. લોકો એ આ વિડીયો પર કમેન્ટ કરતા  આ યુગલ ને આખી ઉમર આમ જ પ્રેમ અને ખુશી સાથે રહેવાની શુભકામના આપી તો ઘણા યુઝર્સ એ આ યુગલ ને જોડી નંબર 1 નો ખિતાબ આપ્યો છે.    

 

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *