અરે વાહ ?શાકભાજીના વધતા ભાવને લઈને આ વ્યક્તિએ બનાવ્યું અનોખું ગીત! સાંભળો એક વાર… જુઓ વિડિઓ

વધતી જતી મોંઘવારીના કારણે લોકો પરેશાન થઈ રહ્યા છે. દરેક વ્યક્તિ મોંઘવારીનો સામનો કરી રહી છે. અત્યાર સુધી પેટ્રોલ અને ડીઝલના રોજેરોજ વધતા ભાવથી લોકો પરેશાન હતા. પરંતુ હવે લીંબુના આસમાનને આંબી ગયેલા ભાવે લોકોને આ ઉનાળામાં હાશકારો અનુભવ્યો છે. આ ઉનાળામાં જ્યાં લોકોને લીંબુની સૌથી વધુ જરૂર હોય છે ત્યાં મોંઘવારીના કારણે સામાન્ય લોકો માટે લીંબુ ખરીદવું મુશ્કેલ બન્યું છે.

લીંબુના ભાવને લઈને સોશિયલ મીડિયા પર જોક્સ પણ બનાવવામાં આવી રહ્યા છે. લોકો ફની મીમ્સ અને જોક્સ શેર કરી રહ્યા છે.થોડા સમય પેહલા કાચા બદામ વાયરલ થયું હતું ત્યાર બાદ કાચા અમરુદ અને હમણાં જ લાલ મ લાલ તરબૂચ ને ડરાવની ઢબે વેચતો વિડિઓ પણ વાયરલ થયો હતો તે જ સમયે, હવે એક શાકભાજી વેચનારનું ગીત સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યું છે. જેમાં તે લીંબુના વધેલા ભાવ પર પંજાબીમાં ગીત ગાય છે. વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક શાકભાજી વેચનાર શાકભાજી માર્કેટમાં મોંઘવારી વિશે ગીત ગાતો જોવા મળી રહ્યો છે.

વીડિયોમાં તમે જોઈ શકો છો કે શાક વેચનાર પંજાબી ભાષામાં કેવી રીતે મસ્ત રીતે ગીત ગાય છે લીંબુ કહે છે મને હાથ લગાવો ના મિર્ચી કહે મને થોડો સમય ખાઓ ના તેલ પણ કહે ટાંકી ભરાવો ના કહે સિલિન્ડર મને આગ લગાવો ના દાળ કહે હું મળું સિર્ફ ગુરુદ્વારા માં. ઓટો હમકો ટાટા કરતા દિખતા હે, આમ આદમી ભુખા મારતા હે, કિંમત પે કોઈ કંટ્રોલ નહીં પ્રશાશન કા, કરો નાશતા લંચ ડીનર સિર્ફ ભાષણ કા, કહેન્ડે હે દુનિયા વિચ હમારા ડંકા હે મેનુ લગતા હે ઇન્ડિયા સેકન્ડ લંકા હે

આ વીડિયોને @ShabnamHashmi નામના યુઝરે ટ્વિટર પર શેર કર્યો છે. વીડિયોને અત્યાર સુધીમાં 6 હજારથી વધુ વખત જોવામાં આવ્યો છે. લોકો તે વ્યક્તિના વખાણ કરી રહ્યા છે અને વીડિયો પર ઘણી કોમેન્ટ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું- જબરદસ્ત, ઉત્તમ, જય પ્રિયતમ. બીજાએ લખ્યું- સાથીનાં શબ્દોમાં સત્ય છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *