અરે વાહ ! રાજકોટના આ કોળી પરિવારે કંકોત્રીમાં લખ્યું એવું કે વાંચી તમે ઢગલા મોઢે વખાણ કરશો….
જેમ તમે જાણોજ છો કે હાલ લગ્ન સીઝન ચાલી રહી છે તેવામાં ચારેય બાજુ ખુબજ ધૂમધામ થી લગ્ન થતા જોવા મળી રહયા છે. તેવામાં જો વાત કરીએ તો લગ્ન જીવનમાં એકજ વાર થતા હોઈ છે અને તે લગ્નને યાદગાર બનાવવા લોકો ખુબજ ખર્ચા અને દેખાવડો કરતા હોઈ છે તો વળી હાલ છેલ્લા ઘણા સમયથી અનોખી કંકોત્રી તેમજ કંકોત્રી પરનું લખાણ અને નવા નવા સંદેશ આપવા તેવીજ રીતે સમાજ જાગૃતિને લગતા અમુકે સંદેશાઓ છપાવીને આપવાનો ટ્રેન્ડ ખુબજ ચાલી રહ્યો સહ તેવામ હાલ એક તેવીજ કંકોત્રી સામે આવી રહી છે જેમાં લખેલ સંદેશ વાંચીને તમે પણ ખુબજ વખાણ કરશો.
તમને જણાવીએ તો આ અનોખા સંદેશ વાળી કંકોત્રી રાજકોટના હડાળા ગામ માંથી સામે આવી રહી છે જ્યાં મનુસખભાઈ સીતાપરા દ્વારા અનોખી રીતે સંદેશો મોકલી એક અલગજ પહેલ કરવામાં આવી છે. વાત કરીએ તો મનસુખભાઈ સીતાપરાની પુત્રીના આવતીકાલે લગ્ન પ્રસંગ હોઈ આ કંકોત્રીએ સમગ્ર ગુજરાતભરમાં સૌનું ધ્યાન ખેંચ્યું છે. મનસુખભાઈએ કંકોત્રીમાં લગ્ન પ્રસંગમાં મહેરબાની કરીને કોઈએ દારૂ પી ને આવવું નહી તેવો કંકોત્રીમાં ઉલ્લેખ કર્યો છે. આ કંકોત્રી સોશિયલ મીડિયામાં વાયરલ થતા લોકોની કોમેન્ટસ પણ ખૂબ મોટા પ્રમાણમાં આવી રહી છે.
તો વળી આ સાથે તમને જણાવીએ તો લગ્નની કંકોત્રી વિષે મનસુખભાઈ સીતાપરાએ જણાવ્યું હતું કે,આવતીકાલે મારી દિકરીના લગ્ન છે. લગ્નની કંકોત્રીમાં તેઓએ કોઈએ દારૂ પી ને આવવું નહી તેવું છપાવ્યું છે. કંકોત્રીમાં આવું છપાવતા ઘરના તમામ લોકો તેમજ સગા-સબંધીઓ તેમજ વેવાઈ દ્વારા તેઓની આ મોહિમને બિરદાવી હતી. ત્યારે 2012 માં પણ તેઓએ પેમ્પલેટ છપાવ્યા હતા. જેમાં લખ્યું હતું કે દારૂ પી ને આવનાર વ્યક્તિને 501 દંડ ફટકારવામાં આવશે. આમ તે સમયે પણ લોકોએ આ અનોખી પહેલના ખુબજ વખાણ કર્યા હતા. નીચે આપેલ ફોટો પહેલાનો છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ટુડે ગુજરાત કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો