માત્ર 1 લાખ રુપિયામાં શરું કરી શકશો આમાંથી કોઈ પણ બિઝનેસ, રુપિયાનો તો જાણે વરસાદ વરસશે

ઘણા લોકો નોકરી કરવા સિવાય પણ બિઝનેસ કરીને કરોડો રૂપિયાની કમાણી કરતા હોય છે પરંતુ આપણને એમ લાગતું હોય છે કે તેના માટે બહુ મોટું રોકાણ કરવું પડે અને આમ આપને બિઝનેસ કરવાનું ટાળી દેતા હોઈએ છીએ.આજે અમે તમારી માટે એવા બિઝનેસ લઈને આવ્યા છીએ કે જેમાં બહુ ઓછું રોકાણ અને અઢળક કમાણી કરી સકાય છે.અને એમાં પણ જો તમે આ બિઝનેસ ખંત થી અને પૂરી મહેનત થી કરો તો તમે બહુ જ આગળ વધી સકો છો તો આવો જાણ્યે આ બિઝનેસ વિશે.

દૂધનો વ્યવસાય: જો તમારા ઘરે ગાય કે ભેંસ હોય તો તમે આ દુધ નો વ્યવસાય કરીને કરોડો રૂપિયાની કમાણી કરી સકો છો.અને જો ગાય ભેંસ ના હોય તો તેને ખરીદીને પણ આ ધંધો કરી શકાય છે.એક ગાય ૩૦ થી ૬૦ હજારની કિંમતની હોય છે અને એક ભેંસ આશરે ૬૦ થી ૧ લાખ રૂપિયા ની હોય છે.તમે માત્ર ૨ ગાય કે ભેંસ ની ખરીદી કરીને તમારો વ્યવસાય વધારી સકો છો અને કોઈ ડેરી સાથે જોડાઈને લાખો રૂપિયા કમાય સકો છો.

ફૂલોની ખેતી કે નર્સરી : ફૂલનો વ્યવસાય બહુ જ હેપનિંગ હોય છે હાલમાં નાના પ્રસંગ થી લઈને લગ્ન અને પાર્ટીઓમાં પણ ફુલો નું ચલણ વધી રહ્યું છે.દરેક નાના મોટા પ્રસંગોમાં લોકો ફૂલોની સજાવટ કરાવતા હોય છે.આમ તમે ફૂલોનો વ્યવસાય કરીને પણ કમાણી કરી સકો છો સાથે જ હાલમાં ઇન્ટરનેટ ના જમાનામાં તમે ઓનલાઇન પણ બૂકે કે ફ્લોવર વેચી તગડી કમાણી કરી સકો છો.આ સાથે જ જો પોતાની જમીન હોય તો તેમાં સૂરજમુખી,ગુલાબ કે ગલગોટા ના ફુલો વાવીને પણ તેની ખેતી કરી બહુ મોટી રકમ કમાઇ શકો છો.

ઝાડ વાવીને : જો તમારી પાસે જમીન હોય અને તેમાં તમે સીસમ ના ઝાડ રોપો તો તમે બહુ જ પૈસા કમાઈ શકો છો.હાલમાં સીસમના લાકડાની કિંમત માર્કેટમાં બહુ જ ઊંચી છે આ ઝાડ ઉગવ્યા પછી ૮-૧૦ વર્ષ પછી તેને વેચી ને પણ અઢળક પૈસો કમાઇ શકો છો.આજના સમયમાં સીસમના એક ઝાડની કિંમત ૪૦ હજાર રૂપિયાની છે.સાથે જ તમે સાગનું ઝાડ પણ ઉગાવિને કમાણી કરી સકો છો તમને જણાવી દઈએ કે સાગના લાકડાની કિંમત સીસમ કરતા વધારે આવે છે.

મધ કેન્દ્ર : જો તમે ખેતર ધરાવો છો અને તેમાં ફૂલોની ખેતી કરી છો તો તમે મધ કેન્દ્ર ખોલીને એક સાથે ડબલ પૈસા કમાઈ શકો છો.આ કામ તમે ૧ થી ૧.૫ લાખ રૂપિયા ખર્ચી ને શરૂ કરી સકો છો અને તેનાથી કરોડો રૂપિયાની કમાણી કરી સકો છો.આ બિઝનેસ કરવા માટે તમારે ટ્રેનિંગ લેવી પડશે જે સરકારી કેન્દ્રોમાં આપવામાં આવે છે.

શાકભાજી વ્યવસાય: આજકાલ દરેક લોકો શાકભાજીનો ઉપયોગ કરતા હોય છે અને શાકભાજીનો વ્યવસાય પણ બહુ જ ઓછા રોકાણમાં વધારે નફો કમાઇ આપવાની સૌથી સરળ બિઝનેસ ગણાય છે.આ વ્યવસાય કરવા માટે સરકાર પણ મદદ કરે છે અને આ વ્યવસાય માટે તમારે બહુ જગ્યાએ જવાની પણ જરૂર રહેતી નથી. શાકભાજી જો તમે તમારા ખેતરમાં જ ઉગવતા હોય તો તો તેમ બહુ જ તગડી કમાણી કરી સકો છો.

મરઘાં વિકાસ કેન્દ્ર : આ વ્યવસાય એક એવો છે જે હંમેશા માંગમાં જોવા મળ્યો છે અને આ વ્યવસાય કરવા તમારે વધારે રોકાણ કરવું પડે છે.હાલમાં ઈંડાની માંગ વધતા આ બિઝનેસ આસમાનને અડી રહ્યો છે.અને બહુ જ તગડી કમાણી કરી આપે છે.સાથે જ સરકાર પણ આ ઉદ્યોગને મુદ્રા લોન યોજના અંતર્ગત બિઝનેસ કરવા મદદરૂપ થઈ રહી છે.

વાંસની ખેતી : આજના સમયમાં લોકો હવે પ્રકૃતિ તરફ વળી રહ્યા છે ત્યારે તેઓ પ્લાસ્ટિક નો ઉપયોગ ભૂલીને કુદરતી વસ્તુ ને અપનાવી રહ્યા છે અને આથી તમે વાસની ખેતી કરીને પણ કરોડોની કમાણી કરી સકો છો.હાલમાં વાસની અનેક વસ્તુઓ જોવા મળે છે જે નવીનતમ સાથે ગુણકારી પણ હોય છે.વાસની ખેતી કરવાથી લઈને તેની પ્રોડક્ટ વેચવા સુધીનો વ્યવસાય તમે સરળતાથી કરી સકો છો.

મશરૂમની ખેતી: મશરૂમની ખેતી નાની એવી જગ્યામાં પણ કરી શકાય છે તેના માટે તમારે કોઈ ખેતરની જરૂર રહેતી નથી.નાના રૂમમાં ગાર્ડન એરિયામાં કે એક્સ્ટ્રા રૂમમાં તમે મશરૂમની ખેતી કરી શકો છો.નાના રોકાણમાં તમે તગડી કમાણી કરી સકો છો જેમાં તમે ફ્રેશ મશરૂમ અથવા તેની જુદી જુદી આઈટમ દ્વારા મહિને ૫૦ હજારની કમાણી કરી સકો છો.

મત્સ્ય ઉદ્યોગ: નકામી જગ્યા કે બિનઉપજાઉ જમીનમાં તમે આ વ્યવસાય સરળતાથી કરી સકો છો.આ બિઝનેસ દ્વારા પણ તમે કરોડોની કમાણી કરી સકો છો.

એલોવેરાની ખેતી : આજે દરેક ઘરમાં લોકો એલોવેરાનો ઉપયોગ કરતા હોય છે.આથી જો તમારી પાસે ખેતર છે પરંતુ પાણીની સમસ્યા છે તો તમે આ ખેતી કરી શકો છો અને કમાણીનો બેસ્ટ ઓપ્શન ગણી સકો છો.જેના તમે ૧૦ હજારના રોકાણમાં ૨૫૦૦ એલોવેરા ઉગાવી ને કરોડોની કમાણી કરી સકો છો.આ સાથે જ તેની જેલ બનાવી ને પણ વેચી બીજી અન્ય આવક કમાઇ શકો છો.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *