આવુ અનોખુ સ્કુટર તમારા જીવન ક્યારે પણ નહી જોયુ હોય ! ખાસિયત અને કિંમત જાણશો તો ચક્કર આવી જશે

આજે દેશ વાહનવ્યવહાર ક્ષેત્રે ઘણું આગળ વધવા પામ્યું છે…જેમાં ટેક્નોલોજીની મદદથી આજે નવા સંશોધનો અને નવી ટેકનોલોજી બનવા પામી છે…એવામાં આપણે વાત કરીએ તો હાલમા બજારમાં સૌથી સસ્તું સ્કૂટર C400
એ બજારમાં આવ્યું છે જે હાલ પ્રોડક્શનમાં છે તો એવું તે શું છે આ સ્કુટરમાં જે લોકો આજે એના માટે ખૂબ જ બેહદપૂર્વક રાહ જોઈ રહ્યા છે…ચાલો જાણીએ..

એક માહિતી અનુસાર આ સ્કૂટરની ડિઝાઇન 1936માં ઓ રે કોર્ટની દ્વારા બનાવવામાં આવેલી હતી જે પ્રખ્યાત હેન્ડરસન ડિઝાઇન કહી શકાય . NMoto CEO એલેક્સ નિજનિકે એવું જણાવ્યું કે “હવે ગોલ્ડન એજની ડિઝાઇન પાછી આવી ગઈ છે.”આ બાઇકની કિમંત વિશે જાણીએ તો આ બાઇક 9900 ડોલર એટલે કે સાડા સાત લાખ રૂપિયાની કિંમત ધરાવે છે જે અન્ય બાઇક કરતા ખૂબ જ સસ્તી ગણી શકાય.આ સ્કૂટરમાં બાઇકમાં રહેલી તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે.આ સ્કુટરની ખાસિયત એ છે કે આ સ્કુટરની બૉડી ટોટલ સાત ભાગોથી બનેલી છે.. આ સ્કૂટર 350cc, 34 bhpનું એન્જિન ધરાવે છે…તેમાં કસ્ટમ અપહોલ્સ્ટ્રી, એર સસ્પેન્શન, ક્રોમ લગેજ રેક અને LED અંડરબોડી લાઇટિંગ પણ મળે છે,સ્કૂટરનું વજન ઓછું રહે અને ચલાવવામાં હલકું પડે એ માટે બોડીવર્ક પર હાર્ડ કાર્બન ફાઈબરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ઉપરાંત આ સ્કૂટરમાં નવા ફ્રંટ અને રિયર સબફ્રેમ, નવા ટર્ન સિગ્નલ હાઉસિંગ અને એક્ઝોસ્ટ સિસ્ટમ રિલોકેશન કિટ પણ આપવામાં આવી છે.

 

આ સ્કૂટરની લાઇટ બોડી એ ખૂબ જ પ્રખ્યાત BMW ની ‘કિડની ગ્રિલ’ સાથે 144 kmphની હાઈ સ્પીડને ટક્કર મારી શકે છે. આમ જોઈએ તો તેની સ્પીડ C400X કરતા થોડી વધારે છે.ઉપરાંત એના વધુ ફીચર્સમાં જોવા જઈએ તો સ્કૂટરમાં સેન્ટર લોકીંગ સિસ્ટમ સમાવિષ્ટ કરેલી છે જે મુખ્ય ઈગ્નિશનની સાથે શેર કરવામાં આવ્યુ છે.ઓટોમેટિક કંટ્રોલ ધરાવતાં આ સ્કુટર માં એલેક્સ એવું જણાવે છે કે તેમાં 35 ડિગ્રીનું એંગલ આપવામાં આવ્યુ છે, જે નવા Harley Sportster S કરતાં લગભગ એક ડિગ્રીનું પ્રમાણ વધારે ધરાવે છે…ઉપરાંત આ સ્કુટરમાં 6.5-ઇંચ ડિસ્પ્લે સાથે એક બ્લૂટૂથ ડેશબોર્ડ અને સીટની નીચે મેક્સિમમ કેપેસિટીવ સ્ટોરેજ પણ જોવા મળે છે. .અને તેની કિટમાં રીઅર-વ્યૂ મિરર્સ, હેડલાઇટ અને ટર્ન સિગ્નલનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

 

એક વર્ષ પહેલા, મિયામીના NMotoએ તેને ‘ગોલ્ડન એજ’ કોન્સેપ્ટમાં સ્કુટર રજૂ કરીને લોકોમાં એક નવી આશા જગાડી હતી.પરંતુ હવેઆ સ્કુટર લોકો સમક્ષ આવવાનું છે અને હવે આ કંપની સ્કૂટરની 100 યૂનિટની યોજના પણ બનાવી રહી છે.કંપનીની આ દૃઢતા અને લોકોની ઉત્સુકતા જોઈને લાગે છે કે ભવિષ્યમાં આ સ્કુટર હવે દરેક લોકોના ઘરમાં જોવા મળશે…

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *