તમે સાકર તુલા, રજત તુલા સહિત અનેક તુલાઓ જોઈ હશે પરંતુ પાટણમાં પ્રથમ વખત કોઈ વ્યક્તિની રોટલા વડે કરાઈ તુલા… જુઓ તસવીરો

જેમ તમે જાણોજ છો કે આજના સમયમાઁ લોકો ભગવાન પર ખુબજ વિશ્વાસ રાખે અને પહેલા પણ રાખતા હતા તેમજ લોકો રોજ ભગવાનની પુરી નિષ્ઠા અને શ્રધાંથી પૂજા પણ કરતા હોઈ છે. તેવામાં લોકો અલગ અલગ રીતે પૂજા કરી દાન આપી અનોખી સેવા કરતા હોઈ છે. તેમજ અલગ અલગ પ્રસંગ પણ યોજતા હોઈ છે તમે સાકર તુલા, રજત તુલા સહિત અનેક મહાનુભાવોની અને ખાસ કરીને બાળકોની તુલા થતી આપે જોઈ હશે પણ પ્રથમવાર રોટલા અને રોટલી વડે કોઈની તુલા થતી સામી આવી છે જે જોઈ તમે પણ ચોકી જશો.

પ્રથમવાર રોટલા અને રોટલી વડે કોઈની તુલા થાય અને ત્યારબાદ તે અબોલ જીવ માટે ભોજન બને તેવી તુલા પાટણ શહેરમાં કરાઈ હતી. જેમાં ગુજકો માસોલના ડિરેકટર તરીકે ચૂંટાયેલા સ્નેહલભાઈ પટેલની રોટલો, રોટલીની તુલાનો પ્રસંગ યોજાયો હતો. જે ખુબજ સારુ કામ છે. આ પ્રસંગ પાટણમાં હનુમાન જયંતીના દિવસે સિદ્ધહેમ સેવા ટ્રસ્ટના સ્નેહલભાઇ પટેલ દ્વારા અબોલ જીવો પશુ પંખીની ચિંતા કરી સૌના સહિયારા સાથથી શહેરમાં રોટલીયા હનુમાન મંદિર બનાવ્યું હતું. જ્યાં નથી કોઈ પ્રસાદ ચઢાતો કે નથી એક રૂપિયાની દાન દક્ષિણા લેવાતી. આ રોટલીયા હનુમાન મંદિર ખાતે ચઢાવો ચઢાય છે તો એ છે માત્ર રોટલા અને રોટલી જે અબોલ જીવો માટે વપરાય છે.

આમ ગુજકો માસોલના ડિરેકટર સ્નેહલભાઈ પટેલની રોટલા રોટલી વડે તુલા કરાતા તેઓએ ધન્યતા અનુભવી હતી. આ સાથેજ સ્વર્ગસ્થ અશોકભાઈ જોશીનો શ્રદ્ધાંજલિ કાર્યક્રમ પણ યોજાયો હતો. આ પ્રસંગે અનેક સંસ્થાના મહાનુભાવો અને પ્રમુખ તેમજ આજુબાજુ સોસાયટીના વડીલો અને ભક્તો હાજર રહ્યા હતા. તેમજ ધર્મનગરી પાટણ ખાતે એક અનોખા મંદિરનું નિર્માણ થયું છે. જેના દ્વારા મુંગા જીવોની આંતરડી ઠારવાનો એક અનોખો ભગીરથ પ્રયાસ કરાયો છે. પાટણ શહેરની સેવાભાવી સંસ્થા સિદ્ધહેમ સેવા ટ્રસ્ટ દ્વારા શહેરનાં હાંસાપુર લીંક રોડ પર અશોક વાટીકામાં રોટલીયા હનુમાનજી દાદાનાં ભવ્ય મંદિર નિર્માણનું થયું છે. જેની ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા હનુમાનજયતીના દિવસે થઈ હતી.

આમ રોટલીયા હનુમાનજી મંદિર નિર્માણનો મુખ્ય ઉદ્દેશ મુંગા જીવોની આંતરડી ઠારવાનો છે અને એ માટે જ આ મંદિરે ભક્તજનો દર્શને આવે ત્યારે દાદાને પ્રસાદ તરીકે માત્ર રોટલા કે રોટલી જ ચઢાવી શકાશે. પ્રસાદ રૂપે એક્ઠા થયેલા રોટલા-રોટલી સાંજે જિલ્લાની વિવિધ સીમ વિસ્તાર કુતરા, વાંદરા સહિત મુંગા પશુ-પક્ષીઓને ભોજનરૂપે અર્પણ કરવામાં આવે છે. આવા અનોખા ઉદ્દેશ સાથે નિર્માણ પામ્યું છે એ રોટલિયા હનુમાનજી મંદિર સંભવત ભારતભરમાં આ પ્રકારનું પ્રથમ મંદિર હશે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *