તમે વિચાર્યુ પણ નહી હોય ગુજરાત ના ગામો ના આવા પણ નામો છે અમુક ગામ નુ નામ લેતા પણ શરમ આવે જુઓ

મિત્રો તમે તમારા જીવનમાં ઘણા અલગ અલગ અને અજીબો ગરીબ નામ વાળા ગામ નાં જોયા હશે. અને ગુજરાતનાં ગામો ની વાત કરીએ તો હાલ ખુબજ વિકાસ થવા લાગ્યો છે ગામડાઓનોં અને તેઓના નામની વાત કરીએ તો ખુબજ જુના સમય થી અમુક ગામડાઓના નામ અજીબો ગરીબ જોવા મળ્યા છે તેવીજ રીતે હાલ એક ગામનું નામ બદલવામાં આવ્યું છે. વાત કરીએ તો સુરત જિલ્લાના માંડવી તાલુકાના એક ગામનું નામ બદલવામાં આવ્યું છે. જો કે આ ગામનું નામ કોઈ રાજનીતિથી પ્રેરાઈને નહીં પણ સામાજિક કારણોથી બદલવામાં આવ્યું છે.

આ કારણથી ગામનું નામ બદલવાનો ગુજરાતમાં કદાચ આ પ્રથમ કિસ્સો હશે. તમને જણાવીએ તો આ ગામનું નામ બદલવા માટે ત્યાંના સાંસદ પ્રભુ વસાવાએ જિલ્લા પંચાયતમાં દરખાસ્ત પણ મોકલી હતી. આ અંગે સંસદમાં પણ રજૂઆત કરવામાં આવી હતી. પરંતુ આ બાબત રાજ્ય સરકારની હોવાથી ગુજરાત સરકાર સમક્ષ તેની રજુઆત કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, ચૂડેલ ગ્રામ પંચાયતે આ ગામનું નામ ચંદનપુર કરવાની દરખાસ્ત કરી હતી. જ્યારે ગુરૂવાર જિલ્લા કક્ષાની જિલ્લા પંચાયત મળી હતી, જે સભામાં ચૂડેલ ગામનું નામ ચંદનપુર કરવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે.

ગામનું નામ ચુડેલ હોવાથી ગામની સ્ત્રીઓ અન્ય ગામના લોકો સામે ક્ષોભજનક સ્થિતિમાં મુકાઈ જતી હતી. આખરે ચુડેલ ગામનું નામ બદલીને ચંદનપુર કરવામાં આવ્યું છે. સુરત જિલ્લા પંચાયતમાં ચુડેલ ગામનું નામ બદલીને ચંદનપુર કરવાનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો, જેને મંજુર કરવામાં આવ્યો છે. ચુડેલ ગામનું નામ ચંદનપુર થતા ગામલોકોમાં આનંદ છવાયો છે. ઉલ્લેખનીય છે કે સ્થાનિક સાંસદ પ્રભુ વસાવાએ પણ અનેક વખત રાજ્ય સરકાર તેમજ સ્થાનિક જિલ્લા પંચાયતમાં પણ ચુડેલ ગામનું નામ બદલવા રજૂઆત કરી હતી.

તેમજ તમને વધુમાં જણાવીએ તો આ તો હજી કાઈ નથી, આ ઉપરાંત પણ ગુજરાતમાં એક જ જેવા નામના 55 નવાગામ, 39 રામપુરા, 35 કોટડા ગામ આવેલા છે. આ સાથે જ સૌરાષ્ટ્રમાં આવેલા જસદણ નજીક અજમેર, કેશોદ પાસે આવેલું ચંદીગઢ, ઝઘડિયા પાસે ઈન્દોર, પોરબંદર પાસે, શ્રીનગર, જામનગરમાં બેરાજા, ગોંડલ પાસે બાંદરા જેવા ગામોના નામ મોટા અને પ્રસિદ્ધ શહેરોના નામ જેવા છે. આટલુ જ નહીં ગુજરાતમાં શાકભાજી અને કઠોળના નામ પરથી પણ ગામોના નામ પાડવામાં આવેલા છે. જેમ કે, ખેડબ્રહ્મા પાસે તુવેર, વઢવાણા પાસે રઈ, દરસ્ક્રોઈ પાસે ભાત, નખત્રાણા પાસે તલ, ધારી પાસે જીરા, નાંદોદ પાસે ગુવાર, ખંભાળિયા પાસે ભીંડી.

આ સાથે ગુજરાતના અમુક વિસ્તારોમાં તો જમવાની વાનગીઓ પરથી નામ રાખવામાં આવ્યા છે, જેમ કે, દ્વારકા નજીક બળદિયા અને લાડવા, ભૂજ પાસે ઢોંસા, ધ્રોલ પાસે ખાખરા, છોટાઉદેપુર પાસે ગાંઠિયા, માણાવદર પાસે શેરડી અને જેતપુર પાસે કાંદા ગામ આવેલું છે. આવા છે ગતિશીલ અને પ્રગતીશીલ ગુજરાતના અનોખા ગામડાં. આમ માહિતી પ્રમાણે ગુજરાતમાં આશરે લગભગ 18 હજારથી પણ વધારે ગામડાઓ આવેલા છે. ગુજરાતમાં વર્ષ 2011માં કરવામાં આવેલી વસ્તી ગણતરી પ્રમાણે ગુજરાતમાં કુલ 57 ટકા વસ્તી ગામડાઓમાં વસે છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *