વાદળ ફાટવા વિષે તો તમે સાંભળ્યું હશે પણ શું ક્યારેય વાદળ ફાટવાનું દ્રશ્ય જોયું છે ! જોઈ લ્યો એક વખત આવી રીતે ફાટે છે વાદળ…..

મિત્રો આપણે સૌ કોઈ જાણીએ જ છીએ કે હાલના સમયમાં દેશમાં વરસાદી ઋતુએ માજા મૂકી છે, દેશના અનેક રાજ્યોમાં હાલ સત્તાવાર ચોમાસાની પધરામણી થઈ ચુકી છે. એવામાં હજી ઘણા એવા રાજ્યો પણ છે જ્યાં વરસાદે તારાજી સર્જી છે. અસમની સ્થિતિ વિષે તો તમે જાણતા જ હશો, અસમ રાજ્યમાં વરસાદે જાણે વિનાશ વિખેર્યો હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. બધા એવું કહે છે કે આવી ઘટના વાદળ ફાટવાને લીધે થાય છે.

તમે વાદળ ફાટવા વિશે સાંભળ્યું તો હશે પણ શું તમે કોઈ વખત પોતાની આંખોથી વાદળ ફાટતા જોયું છે? નહી, ઘણા બધા લોકો છે જે આ ઘટનાને જોઈ નહી હોય. એવામાં આ લેખના માધ્યમથી અમે એક આવો જ વિડીયો લઇને આવ્યા છીએ જેમાં વાદળ ફાટવાની ઘટનાને કેમેરામાં કેદ કરી લેવામાં આવી છે જેને જોઇને સૌ કોઈ દંગ જ રહી ગયું હતું.

ફક્ત તમે વિચારો કે ૧૦૦ કિમી પ્રતિ કલાકની રફતારે જ્યારે એક જ જગ્યા પર વરસાદ પડે ત્યારે તે જગ્યાની શું હાલત થશે? આ વાયરલ થઈ રહેલા આ વિડીયોમાં આવું જ એક દ્રશ્ય કેદ થાય છે જે ખુબ જ ચોકાવનારું છે. વાયરલ થઈ રહેલા આ વિડીયોમાં જોઈ શકાય છે કે પર્વતો પર અચાનક જ વાદળો આવી જાય છે અને જાણે તેઓ સીધું પાણી આકાશ માંથી વરસાવી રહ્યા હોય તે રીતે વરસાદ પાડે છે.

આ વિડીયો કોઈ પણ વ્યક્તિને દંગ કરી શકે છે. વાયરલ થઈ રહેલા આ વિડીયો વિશે જો વાત કરવામાં આવે તો આ વિડીયો ટ્વીટર પર @wonderofscience નામના એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવ્યો હતો જેને અત્યાર સુધી લાખો લોકોએ જોઈ લીધો છે અને યુઝરો આ વિડીયો જોઇને અલગ અલગ પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. જણાવી દઈએ કે વાયરલ થઈ રહેલો આ વિડીયો ઓસ્ટ્રેલિયાનો છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *