સચોટ આગાહીકર અશોકભાઈ પટેલની વરસાદ અંગેની આ આગાહી સાંભળીને તમે પણ ચોકી જશો…

લોકો અસહ્ય ગરમીથી ત્રાસી ગયા છે. ત્યારે લોકો ગરમી અને બફારાથી છુટકારો મેળવવા માટે વરસાદના આગમનની આશ રાખીને બેઠા છે. હાલ જાણીતા હવામાન નિષ્ણાંત અશોકભાઈ પટેલે વરસાદના આગમનને લઈને આગાહી કરી છે. હવે ટૂંક સમયમાં જ મેઘરાજા પધારી રહ્યા છે.

આવતી કાલથી બફારો વધશે. કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે. પરંતુ બફારો યથાવત રહેશે. લોકો પરસેવે રેબઝેબ થવા લાગશે. આ વચ્ચે કેટલાક વિસ્તારમાં છૂટા છવાયા વરસાદી ઝાપટાં પડી શકે છે. જો કે હજુ અઠવાડિયા સુધી બફારાની સ્થિતિ યથાવત રહેશે.

આંદામાન નિકોબારમાં ચોમાસુ બેસી ગયા બાદ બે દિવસથી તેની ઉતરીય રેખા સ્થગીત છે. જો કે બે દિવસમાં તે ફરી સક્રીય થશે અને ધીમે ધીમે આગળ વધશે. જે મધ્ય દક્ષિણ બંગાળની ખાડી તથા દક્ષિણ અરબી સમુદ્રમાં આગળ વધે તેવી શકયતા છે. જેથી ધીમે ધીમે દેશના અનેક વિસ્તારોમાં પ્રિ મોન્સુન એક્તિવિટી શરૂ થશે.

આ સાથે જ ભેજના પ્રમાણમાં વધારો થશે જેથી બફારો થશે. જો કે વાદળછાયું વાતાવરણ રહેતા સૂર્યના આકરા તાપથી છુટકારો મળશે. અરબી સમુદ્રનો ભેજ 0.75 કિલોમીટરની ઊંચાઈ સુધી વધશે. અસ્થિરતા વધશે અને એકાદ બે દિવસ ક્યાંક ક્યાંક પ્રિમોન્સૂન વરસાદ પણ થઇ શકે. રાજ્યમાં જુન મહિનાની શરૂઆતમાં સાર્વત્રિક ચોમાસુ શરૂ થશે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *