‘યે રિશ્તા ક્યા કહેલાતા હે’ ની ફેમ શિવાંગી જોશી નું નેટ વોર્થ જાણી તમે પણ ચોકી જશો…જાણો તેની એક દિવસ ની કમાણી

ટીવી સીરીયલ યે રિશ્તા ક્યા કહેલાતા હે ની નાયરા એટલે કે શિવાંગી જોશી નો આજની તારીખે જન્મદિવસ છે. શિવાંગી એ તેના મહેનત ના બળ પર જે મુકામ હાસિલ કર્યું છે તે બધા ના નસીબ માં નથી હોતું. આજે તેમની ગણતરી ટીવી ના સોંથી મોઘા કલાકારો માં થવા લાગી છે. શિવાંગી જોશી ’50 સૌથી સેક્સી એશિયન વુમન ઇન ધ વર્લ્ડ 2018’ની યાદીમાં 5માં નંબરે હતી. આ રેન્કિંગ યુકેના એક અખબારે જાહેર કર્યું છે.

દેહરાદૂનની રહેવાસી શિવાંગી જોશીએ 2013માં ટીવી શો ‘ખેલતી હૈ જિંદગી આંખ મિચોલી’થી ડેબ્યૂ કર્યું હતું. શિવાંગીને ટીવી સીરિયલ ‘બેંતેહા’માં ભજવેલ ‘આયત’ના રોલથી ઓળખ મળી હતી. આ પછી તે ‘બેઈન્તેહા’માં આયર હૈદરના રોલમાં જોવા મળી હતી અને ‘બેગુસરાઈ’માં પણ જોવા મળી હતી. આ સીરીયલ માં તેમણે પૂનમ ઠાકુર નો રોલ નિભાવ્યો હતો. તે પછી ૨૦૧૬ થી લાંબા સમય સુધી યે રિશ્તા ક્યાં કહેલાતા હે માં નાયરા ના કીર્દાર માં નજર આવી.

સીરીયલ યે રિશ્તા ક્યાં કહેલાતા હે માં શિવાંગી અને મોહસીન ખાન ની સ્ર્કીન પર ની જોડી ને ખુબજ પસંદ કરવામાં આવ્યુ. આમ જોતાજ શિવાંગી ને આ સીરીયલ ના રોલ પરથી ઘણા બધા એવોર્ડ જેવા કે બેસ્ટ એક્ટર ફીમેલ,બેસ્ટ પોપ્યુલર એક્ટર ફીમેલ મળેલા છે. એટલું જ નહીં, આ રોલ માટે તેને શ્રેષ્ઠ અભિનેત્રીનો ‘દાદાસાહેબ ફાળકે એવોર્ડ 2019’ પણ મળ્યો હતો.

મીડિયા રીપોર્ટ ની માનો તો નાયરા નાં રોલ માટે શિવાંગી જોશી એ ભારી ભરકમ ફી લીધી હતી. કહેવામાં આવે છે કે શિવાંગી જોશી આ સીરીયલ ના એક એપિસોડ માટે ૪૦,૦૦૦ રૂપિયા ફી લે છે. મહિનામાં તે ૨૪-૨૫ દિવસ નું કામ કરે છે. અને તે હિસાબ થી તે મહિનાના ૯.૫ લાખ થી ૧૦ લાખ કમાય લે છે. અને એક રીપોર્ટ પ્રમાણે તેની નેટ વર્થ લગભગ ૨૫ કરોડ છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *