દલિત સમુદાયના આ વ્યક્તિએ સમાનતાનું ઉદાહરણ સ્થાપિત કરતા કર્યું એવું કામ કે જોઇને તમે પણ કહેશો વાહ..

દરેક પિતા પોતાનું સપનું પોતાના દીકરા કે દીકરી પૂરું કરે એવી આશા રાખે છે, એવો જ એક પિતાનું એક અનોખું સપનું પૂરું કરતો કિસ્સો સામે આવ્યો છે. સુરેન્દ્રનગરમાં રહેતા દલિત સમુદાયના નટુભાઈ પરમારનું જ્ઞાતિના સમુદાય દ્વારા વિરોધના ડરથી એમનું એક સપનું અધૂરું રહી ગયું હતું. પણ એમને એ સપનું પોતાની દીકરીના લગ્નમાં પૂરું કર્યું છે. ઉચ્ચ જ્ઞાતિના સમુદાય દ્વારા વિરોધના ડરથી એમને પોતાના લગ્નનું ફૂલેકું કાઢ્યું નહતું પણ એમને પોતાની દીકરીને ઘોડી પર નહીં પણ હાથી પર બેસાડીને ગામમાં ભવ્ય ફૂલેકુ કાઢ્યું હતું.

નટુભાઈ પરમારની 23 વર્ષની દીકરી ભારતીના લગ્નમાં નટુભાઈએ પોતાનું સપનું પૂરું કર્યું, વર્ષો પહેલા ઉચ્ચ જ્ઞાતિના સમુદાય દ્વારા વિરોધને કારણે એમના લગ્નમાં તેઓ આ ફૂલેકું કાઢી શક્યા નહતા અને ત્યારથી જ તેમને દલિત સમજ અને નીચી જ્ઞાતિના લોકો માટે સમાજમાં સ્થાન મેળવવાનું કામ શરુ કર્યું હતું. એમને કહ્યું કે આજે પણ દલિત પુરુષોના લગ્નમાં ફૂલેકુ કાઢવાના મામલે દર મહિને એક-બે ફરિયાદ નોંધાઈ છે, તો આટલા વર્ષો પહેલા એ જમાનામાં મારા વડીલોએ ફૂલેકું કાઢવાની મનાઈ ફરમાવી એમાં કશું ખોટું નહતું. પણ એમને એ સમયે વિચારી લીધું હતું કે એ આવી વાતોનો ભોગ તેના બાળકોને નહીં બનવા દઈ.

એટલા માટે જ એમને 23 વર્ષની દીકરી ભારતીના લગ્નમાં ઘોડીમાં નહીં હાથી પર સવાર થઈ ભવ્ય રીતે ફૂલેકુ કાઢવાનું નક્કી કર્યું અને સાથે જ સમાજને એક સંદેશો આપ્યો હતો.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *