રફીક નામનો આ વ્યક્તિ કે જેનો વજન ૨૦૦ કિલ્લો તેમજ તેનું એક ટકનું જમવાનું જાણી તમે પણ દંગ રહી જશો…જાણો ક્યા ગામનો છે આ વ્યક્તિ

દુનિયામાં તમે ઘણા એવા લોકો જોયા હશે જે તેના શરીરથી ખુબજ ભારે અને ઉચા ઉચા હોઈ છે તેવા લોકોને ઘણી પ્રકારની મુશ્કેલીઓ પણ થતી હોઈ છે ઘણી વખત તેના ભારે શરીરનું કારણ તેની પાછળ નો રોગ પણ હોઈ છે તેમજ તેને ચાલવામાં, બેસવામાં અને સુવામાં ખુબજ તકલીફો પડતી હોઈ છે છતાં તે લોકો પોતાનું મન મક્કમ રાખીને જીવન જીવતા હોઈ છે. તમે સિંગર અદનાન સામી અને રાજકારણી પપ્પુ યાદવ જેવા ભારે શરીર વાળા લોકોને પણ જોયા હશે. તેમજ આવા ભારે શરીર વાળા લોકોને તેના શરીર પ્રમાણે ખાવનું પણ જોઈતું હોઈ છે. આજે અમે એક એવાજ ભારે શરીર વાળા કટીહારના રફીકભાઈ વિષે જણાવીશું.

જેને જોઈ તમે પણ દંગ રહી જશો તેનો વજન કુલ ૨ ક્વિન્ટલ છે એટલેકે ૨૦૦ કિલો છે. તેની ઉમર ૩૦ વર્ષ છે આ સિવાય તમને પણ તેના આહાર વિષે જાણવાની જલ્દી હશે. તો તેઓ આહારમાં એક ટંકે ૩ કિલો ભાત, ૨ કિલો લોટની રોટલી અને ૨ લીટર દૂધ નો સમાવેશ થાય છે. રફીક મૂળ બિહાર રાજ્યના કટિહાર જીલ્લાનો ખેડૂત છે સ્થાનિક લોકો પ્રતિનિધિઓ, આગેવાનો, કાઉન્સિલરો અને ગ્રામજનોનું કહેવું છે કે રફીકને જો કોઈ પણ પ્રસંગમાં મટન અને ભાત આપવામાં આવે તો તે ૨ કિલો મટન અને ત્રણ કિલો ભાત આરામ થી ખાઈ લે છે.

આમ રફીક હમેશા જ્યારે પણ કાઈ બહાર જાય છે ત્યારે તે તેના બુલેટ પર સવાર થઈને જતો હોઈ છે અને ઘણી વાર તો તેનું બુલેટ પણ ફસાઈ જતું હોઈ છે તો ગ્રામજનો ધક્કો લગાવીને પણ તેના બુલેટ ને બહાર કાઢે છે. રફીકનું એટલું ભારે શરીર એક બીમારીને કારણે થયું છે તેમના ડો.મૃણાલ રંજને જણાવ્યું કે તેમણે બુલીમિયા નાર્વોસ નામની બીમારી છે જેના કારણે તેનું શરીર ખુબ ભારે થતું જાય છે. તેમજ વાત કરીઓ તો તેમના પરિવારની તો તેની એક નહિ બલકે બે બે પત્ની છે અને આ બને પત્ની મળીને તેનું જમવાનું બનાવતી હોઈ છે. બે પત્ની હોવા છતાં પણ તેને એક પણ સંતાન નથી.

આમ રફીક તેના ગામમાં જ નહિ બલકે તેના ભારે શરીર ને કારણે પુરા કટિહાર જીલ્લામાં પ્રસિદ્ધ થયો છે. અને હાલ તે બ્લડ પ્રેશરની સમસ્યાથી ખુબજ પીડિત છે જોકે તેને સ્થૂળતા ઘટાડવા માટે એક સારી સારવાર મળે તો તેના માટે સાઉ રહેશે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published.