ભાવનગરના પટેલ યુવાનનું એવુ દર્દનાક મોત થયું કે જાણી ને ધૃજી જશો ! ઘરે થી કામે જવા નીકળ્યા બાદ થયું એવુ કે…

મિત્રો આ દુનિયામાં ક્યા વ્યક્તિને ક્યારે અને કેવી રીતે મોત આંબી જતો હોઈછે તે કોઈને ખબર હોતી નથી. ઘણી વખત કોઈ હત્યાના કિસ્સામાં વ્યક્તિનું મોત થતું હોઈ છે ક્યા તો ઘણી વખત કોઈ ગંભીર અકસ્માત કે બીમારીને લીધે વ્યક્તિને કાળ આંબી જતો હોઈ છે હાલ એક તેવીજ મોતની ધ્રુજાવી દેતી ઘટના સામે આવી રહી છે. જેમાં એક પટેલ યુવકનું દુખદ અવસાન થયું છે. આવો તમને આ ઘટના વિગતે જણાવીએ.

તમને જણાવીએ તો મોતની અ ધ્રુજાવી દેતી ઘટના ભાવનગર શહેર માંથી સામે આવી રહી છે જ્યાં મૂળ મહેસાણાનો અને ભાવનગરની ખાનગી કંપનીમાં નોકરી કરતો રવિ પટેલ નામનો યુવાન ગઈકાલે સવારે ઘરેથી નીકળ્યા બાદ બુધેલ તરફ જઈ રહ્યો હતો. ત્યારે લીલા સર્કલથી ટોપ ૩ સર્કલ વાળા રસ્તા પર બાઈક સામે ગાય આવી ચડતા રવિ પટેલ નામના આ યુવાનની બાઈક સ્લીપ ખાઈ ગઈ જે બાદ રોડ પર બાઇક સાથે ઢસડાઈ રહેલા યુવકનું માથું આર.સી.સી રોડની સાઈડમાં રહેલી તીક્ષ્ણ કટ સાથે અથડાતા યુવાનનું 108 પહોંચે એ પહેલા જ મોત થઈ ગયું હતું. આમ બીજી બાજુ ઢોરને એકઠા કરી જાહેર રોડ પર ખુલ્લેઆમ રજકો અને ઘાસચારો વેચતા લોકોનો પણ શહેરમાં ખુબજ વધારો થઇ ગયો છે.

હાલ શહેરમાં કુલ ૧૦૦ થી વધારે જગ્યા પર ખુલ્લેઆમ ગાયોને ઘાસ ચારો ખવડાવામાં આવી રહ્યો છે. જેને લઈને આવા ઈસમોને ત્યાંથી હટાવી કડક કાર્યવાહી કરવાને બદલે ૨૫૦ રૂપિયા દંડની પહોચ પકડાવીને ચાલ્યા જાય છે. અને જે બાદ બીજા દિવસે ફરી દંડ ઉઘરાવવાની કામગીરી શરુ કરી દે છે. આમ જેના કરને આ રખડતા ઢોરની સમસ્યામાં વધરો થતો રહે છે. આમ આવા ખડતા ઢોરના લીધે સતત થઈ રહેલા અકસ્માતના પગલે સ્થાનિક લોકોમાં રોશની લાગણી જોવા મળી હતી. તેમ જ આ માટે તંત્ર દ્વારા કડકમાં કડક કાર્યવાહી થાય એવી માંગ કરી હતી.

શહેરમાં રસ્તે રખડતા ઢોરના કારણે મોતને ભેટેલા યુવાન પ્રત્યે મનપા કમિશનર એન.વી ઉપાધ્યાય એ શોક દુઃખ વ્યક્ત કર્યું હતું. તેમજ શહેરમાં ઢોર પકડવાની કામગીરી સઘન બનાવાશે એવી બાંહેધરી આપી હતી. તો સાથે એક જાહેરનામું પણ પ્રસિદ્ધ કર્યું હતું. જેમાં ઢોરને રખડતા મૂકનાર માલિકો અને ખુલ્લામાં ઘાસચારો વેચતા ઈસમો સામે 188 મુજબ કાર્યવાહી થશે એવી ચેતવણી પણ ઉચ્ચારી હતી. તેમજ આ સાથે ફાયર વિભાગના ચીફ ઓફિસર અને વેટરનરી ડો. મહેશ હીરપરા એ જણાવ્યું હતું કે હવે આ કામગીરીને અટકાવવામાં નહિ આવે જ્યાં સુધી સમસ્યા હળવી ના બને ત્યાં સુધી અવિરત શરૂ રાખવામાં આવશે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *