ગુજરાતની આ મહિલાની બાવા હિન્દી સાંભળી તમને 100 ટકા હસવું આવશે! વિડીયો જોઈ લોકો બોલ્યા નંદાબેન op….જુઓ વિડીયો
મિત્રો સોશિયલ મીડિયા હાલના સમયમાં એવું મનોરજનનું સાધન બની ગયું છે જ્યાં રોજબરોજના અનેક એવા ફની વિડીયો સામે આવતા હોય છે જે ફનીની સાથો સાથ સારા વિચારો અને પોતાના મનના વિચારો પણ રજુ કરી દેતા હોય છે. ક્યારેક ભાવુક કરી દેતા તો ક્યારેક ચોકાવી દેતા પણ અનેક વિડીયો સામે આવતા હોય છે. પણ હાલના સમયમાં અમે જે વિડીયો બતાવના છીએ તે ખુબ ફની છે.
આ વિડીયો જોઇને સોશિયલ મીડિયા પર યુઝરોએ પણ ખુબ જ ફની પ્રતિક્રિયા આપી હતી જ્યારે અમુક યુઝરોએ આ બેનના વખાણ કર્યા હતા કારણ કે તેઓએ કહેલી આ દરેક વાત સાચ્ચી હતી, ભલે તેઓની ભાષામાં ભૂલ પડતી હતી પણ બધી મુદ્દાસર અને બધાને લગતી વાત જ કરી રહ્યા હતા. આપણે સૌ કોઈ જાણીએ જ છીએ કે લટ્ઠાકાંડ થયો તેને ફક્ત થોડાક દિવસો જ થયા છે, આ લટ્ઠાકાંડ એટલો બધો ભયાનક હતો કે ચિતાઓ માટે સ્મશાનમાં પણ જગ્યા મળી ન હતી.
હાલ તો આ કાંડ સાથે જોડાયેલ તમામ આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે. એવામાં હવે જો વિડીયો વિશે વાત કરવામાં આવે તો એક હિન્દી રિપોર્ટર આ લટ્ઠાકાંડ અંગેનું ઈન્ટરવ્યું લેવા માટે જાય છે જ્યાં તે મહિલાઓને હિન્દીમાં લટ્ઠાકાંડ વિશે શું મંતવ્ય જણાવે છે તે જાણે છે. એવામાં એક સ્ત્રી મંતવ્ય જણાવા માટે આગળ આવે છે જેનું નામ નંદાબેન છે.
View this post on Instagram
વિડીયોમાં જોતા તો એવું લાગી રહ્યું છે કે નંદાબેનને હિન્દી સરખી ફાવી રહી નથી, આથી તેઓ થોડું ગુજરાતી અને થોડું હિન્દી ભાષા બંનેને મિક્સ કરીને બોલી રહ્યા છે. આવી ભાષા સાંભળીને સૌ કોઈ હસવા જ લાગ્યું હતું, એટલું જ નહી વિડીયો જોયા બાદ સોશિયલ મીડિયા યુઝરોએ પણ ખુબ જ ફની પ્રતિક્રિયા પણ આપી હતી. નંદાબેનની હિન્દી ભાષા ભલે ખરાબ હોય પણ તેઓ દ્વારા ઉઠાવેલા તમામ મુદ્દાઓ એક દમ સાચ્ચા છે. તમને વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર જણાવજો.