ભવિષ્યમાં આવનારી ટાટા કંપની ની આ કાર તમને પહેલી નજરે જ ગમી જશે..ફીચર્સ જોઈને ચૌકી જશો..

આજકાલના સમયમાં દેશ જ્યારે વાહનવ્યવહાર ક્ષેત્રે પ્રગતિ સાધવા લાગ્યો છે ત્યારે દેશમાં ઘણા નવીનતમ સંશોધનો થવા પામ્યા છે..આજે દેશમાં કાર ખરીદવા કે ચલાવવાનું ચલણ વાયુવેગે વધી રહ્યું છે ત્યારે કાર બનાવતી પ્રતિષ્ઠિત કંપનીઓ આ અંગે અપડેટ લાવી નવા મોડલ બનાવતા રહે છે…જે જનતા માટે ખૂબ ઉપયોગી અને સરળ નીવડે છે..આવા સમયમાં ખૂબ જાણીતી કંપની ટાટા મોટર્સે તેની બીજી ઇલેક્ટ્રિક Conceptની Car ટાટા અવિન્યાનાનો આવિષ્કાર કરી તેણે દુનિયા સમક્ષ રજૂ કરી છે.તો આપણે જાણીએ કે એવું તે શું છે આ કારમાં જે લોકોના આકર્ષણનું કેન્દ્ર બની ગયું છે!

 

AI મશીન લર્નિંગ પર બનેલી આ કાર ઇલેક્ટ્રિક વ્હીકલ પ્લેટફોર્મ પર આધારિત છે.આ ઇલેક્ટ્રિક કારની ખાસિયત એ છે કે તે 30 મિનિટના ચાર્જિંગ પર 500 કિમીની એવરેજ આપે છે. ટાટા અવિન્યાની આ ડિઝાઈન ભવિષ્યની અમુક બાબતોને ધ્યાનમાં રાખીને એકદમ ફ્યુચરિસ્ટિક રીતે બનાવવામાં આવી છે ઉપરાંત તેને સરળ અને કોમ્પેક્ટ રીતે રાખવામાં આવ્યું છે કેમ કે કંપનીએ જે ટાટા અવિન્યાનું ટીઝર લોન્ચ કર્યું છે તેમાં એવું બતાવવામાં આવ્યું છે કે કારના ડ્રાઈવર અને આગળની પેસેન્જર સીટ 360 ડિગ્રી સુધી ફરી શકશે.ઉપરાંત આ કારના સ્ટીયરિંગ વ્હીલમાં ટચ પેનલ પણ આપવામાં આવી છે જેના પરથી કારના તમામ ફીચર્સ કંટ્રોલ કરી શકાશે .કારનું ડેશબોર્ડ હકીકતમાં એક ફુલ્લિ સાઉન્ડ બાર તરીકે કાર્ય કરશે અનેં સાથે સાથે દરેક પેસેન્જરના હેડરેસ્ટ પર સ્પીકર્સ પણ આપવામાં આવ્યા છે, જેથી તે સંગીત સાંભળતી વખતે personally Music System નો અનુભવ કરી શકે.ઉપરાંત મિડલ હેન્ડરેસ્ટની પાસે એરોમા ડિફ્યુઝર પણ સેટ કરવામાં  આવ્યું છે,અને સાથે સાથે  કારમાં લેગ સ્પેસનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે.

આ કારનું ઈન્ટિરિયર એવી રીતે બનાવવામાં આવેલું છે કે જેથી તેમાં બેસેલા લોકોને આરામ અને સુખદાયક લાગે,અને આ માટે કારનાં ઈન્ટિરિયરમાં કોઈ ઘાટા કલર્સનો પણ ઉપયોગ કરવામાં આવ્યો નથી,તેમજ આ કારની વિન્ડસ્ક્રીન પણ ઘણી મોટી બનાવવામાં આવી છે,તે સનરૂફ સાથે એવી રીતે ભળી જાય છે કે એવું લાગે છે કે તે સિંગલ સ્ક્રીન જ છે. તે જ સમયે, તેના એલોય વ્હીલ્સ મહદ અંશે ટાટા કર્વના વ્હીલ્સના સંપર્કમાં આવે છે, પરંતુ તેની ફૂલ ડિઝાઇનથી અલગ છે.ઉપરાંત સાથે સાથે તેની ફ્રન્ટ ગ્રિલને બોલ્ડ લુક type બનાવવામાં આવ્યો છે જેથી કાર BMW અને Audi જેવી લક્ઝરી કાર જેવી લાગે…ટાટા મોટર્સે તાજેતરમાં ઇલેક્ટ્રિક વાહનો પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે નવી કંપની “ટાટા પેસેન્જર ઇલેક્ટ્રિક મોબિલિટીની રચના કરી છે” જોકે હાલ ટાટા અવિન્યાને આ કંપની હેઠળ બનાવવામાં આવી છે…

એક માહિતીનુસાર જોઈએ તો ટાટા કંપનીએ આ મહિનાની શરૂઆતના તબક્કામાં ટાટા કર્વ કોન્સેપ્ટ કાર પણ રજૂ કરેલી હતી. ટાટા મોટર્સના MD શૈલેષ ચંદ્રાએ આ કોન્સેપ્ટ કારને અવિન્યા નામ આપવા પાછળ એનો ઇતિહાસ એવો કહ્યો કે આવિન્યા શબ્દ એ સંસ્કૃત ભાષામાંથી ઉતરી આવેલ શબ્દ છે. તેનો અર્થ થાય છે નવીનતા. આ નામમાં IN શબ્દ પણ સમાવિષ્ટ થાય છે. જે ભારતની ઓળખ અપાવે છે.ઉપરાંત MD ચંદ્રાએ એવું કહ્યું કે “અવિન્યા ભવિષ્ય અને સુખાકારીના મિશ્રણમાંથી બનાવવામાં આવી છે.” જોકે એક રીતે જોઈએ તો આ વખતે ટાટા મોટર્સનું ફોકસ કારના સોફ્ટવેર પર વધુ જોવા છે. દુનિયાને પહેલીવાર આ કારની એક અલગ પહેચાન આપતી વખતે ટાટા સન્સના ચેરમેન એન ચંદ્રશેખરે એવું કહ્યું કે “હકીકતમાં ભવિષ્યની કાર માટે સોફ્ટવેર એ સૌથી મહત્ત્વની વસ્તુ બનશે.”ટાટા અવિન્યાની અન્ય એક વિશેષતા એ છે કે તે પ્રીમિયમ હેચબેકનાં જેવું લાગે છે, પરંતુ તેની કાર્ય Working Capacity તો MPV જેવી જ છે અને તેને SUV ક્રોસઓવર તરીકે ડિઝાઇન આપવામાં આવી છે.

આ કાર ડ્રાઇવિંગ દરમિયાન લોકોને એક સુખાકારી અને નવીનતા આપવાનું કામ કરશે અને એવું પણ  જાણવા મળ્યું છે કે આ કાર ટાટાની કંપની અવિન્યાને 2025 સુધીમાં માર્કેટમાં લોકો સમક્ષ વેચાણમાં મૂકશે અને ટાટા અવિન્યાને એક નવા પ્રકારનો લોગો આપવામાં આવ્યો છે જે હકીકતમાં કારના હેડલેમ્પ તરીકે કામ કરતો જણાશે.આમ,આ કારના નવીનતમ ફીચર્સ જોઈને એવું લાગે છે આ કાર લોકોમાં એક આકર્ષણનું કેન્દ્ર બની રહેશે અને લોકો આ કારને વધુ ખરીદી એક અલગ પહેચાન અને બ્રાંડ ઉભી કરશે…

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *