બાળકની માસૂમિયત જોઈને તમે હસવાનું રોકી શકશો નહીં, વાયરલ વીડિયોમાં કર્યું આવું મજેદાર કામ કે….
બાળકો મનના સાફ અને સાચ્ચા હોય છે આથી તોં તેમને ભગવાન નું રૂપ માનવામાં આવે છે.નાના બાળકો ઘણી વાર એવી હરકતો કરતા હોય છે કે તેમની માસૂમિયત ના દરેક લોકો દિવાના થઈ જાય છે.નાના બાળકો તો એટલા સાચા હોય છે કે તે કોઈ પણ કામ કરે આકર્ષક અદામાં થી દરેક લોકોના દિલને આકર્ષી લે છે.નાના બાળકો એવી હરકતો કરતા હોય છે કે જે જોઈ હસવું આવી જાય છે.આજે સોશિયલ મીડિયા પર અનેક વીડિયો વાયરલ થતાં હોય છે જેમાં નાના બાળક ના વીડિયો તો એટલા આવે છે કે તે જોતાં માં જ લોકપ્રિય બની જતા હોય છે.
હાલમાં જ એક એવો નાના માસૂમની ક્યુટનેસ દર્શાવતો વીડિયો સામે આવ્યો છે કે જે જોઈ દરેક લોકો પોતાની હસી રોકી શકતા નથી.આ વીડિયોમાં જોવા મલતા નાના બાળકને એવું કઈક કર્યું છે કે જે લોકોને હસવા મજબૂર કરી દે છે.આ વીડિયોમાં જોઇ શકાય છે કે એક નાનો બાળક જોવા મળે છે જે ગાર્ડન પાસે જોવા મળે છે.તે બાળકના હાથમાં પાણીની પાઇપ જોવા મળે છે જેમાં પાણી આવી રહ્યું છે.આ બાળકના હાથમાં જે પાઇપ છે તેમાંથી પાણી આવતા ઘડીક એવું થયું કે બાળક કંફ્યુઝ થઈ ગયું કે આમ પાણી કેમ આવી રહ્યું હતું.
જોત જોતમાં જ બાળક આગળ પાછલ ચાલવા લાગે છે જેનાથી પાણી તે બાળકના માથા પર વરસવા લાગે છે જેનાથી બાળક આ વાતથી થોડું પરેશાન થઈ જાય છે.તેને એમ થઈ રહ્યું છે કે આ પાણી ક્યાંથી આવી રહ્યું છે.અને મને ભીજવી રહ્યું છે.આમ પાણીની પાઇપ થી ભીંજાઈ રહેલા બાળકની માસૂમિયત જોઈ ને દરેક લોકો તેના દિવાના થઈ રહ્યા છે.આ વીડિયો જોઈ અનેક લોકો પ્રતિક્રિયા આપતા રોકી શકતા નથી.લોકો આ બાળકના હાવભાવ ના દિવાના થઈ રહ્યા છે.આ વીડિયો માત્ર ૩૯ સેકન્ડનો જ છે.આ વીડિયોને અત્યાર સુધીમાં ૬ મિલિયન થી વધુ લોકોએ જોઈ લીધો છે.આ ક્યૂટ વીડિયો ને લાખો લોકોએ લાઈક પણ કર્યો છે.