કેશોદના ડેરવાણ ગામે એક સાથે બે ગંભીર અકસ્માતમાં યુવાનોના મોત! ઘટનામાં બન્યું એવુ કે…જાણો વિગતે

આ દુનિયામાં કોઈપણ વ્યક્તિને મોત ક્યારે અને કેવી રીતે આંબી જતો હોઈ છે તે કોઈને ખબર હોતી નથી. ઘણી વખત કોઈ અકસ્માતમાં કે હત્યાને લઇ વ્યક્તિનું કમકમાટી ભર્યું મૃત્યુ નીપજતું હોઈ છે. તેવીજ રીતે હાલ એક ખુબજ દુઃખદ ઘટના સામે આવી રહી છે. જે અકસ્માતમાં વાડીએ મોટર ચાલુ કરવા જતી વેળાએ વીજશોક લાગતાં યુવાનનું કમકામટી ભર્યું મૃત્યુ નીપજ્યું હતું જયારે બીજું બાજુ સીડી પરથી લપસી જતા પ્રૌઢનું મોત નિપજ્યું, પરિવારજનોમાં શોકનો માહોલ. આવો તમને આ ગંભીર અકસ્માત વિગતે જણાવીએ.

વાત કરીએ તો આ બંને અકસ્માતની ઘટના કેશોદના ડેરવાણ ગામ અને અમૃતનગર વિસ્તારમાંથી સામે આવી રહયા છે જ્યાં વાડિયે મોટર ચાલું કરવા જતાં વીજ શોક લાગવાથી એક યુવકનું મોત નિપજ્યું હતું. ખાનગી વાહન દ્વારા યુવકને સરકારી હોસ્પિટલ લવાતાં ડોકટરે મોત થયાનું જણાવ્યું હતું. કેશોદનાં ડેરવાણ ગામે લખમણભાઈ દેસાભાઈ ધૂળા (ઉ. વ. 42) પોતાની વાડિયે ઈલેક્ટ્રીક મોટર ચાલું કરવા જતાં વીજ કરંટ લાગ્યો હતો. જેને લઈ બેભાન થયાં હતાં

આમ ઘટનાની જાણ થતાં પરીવાર દ્વારા યુવકને સરકારી હોસ્પિટલ લવાતાં ડોકટરે મોત થયાનું જણાવ્યું હતું. યુવકના આકસ્મિક મોતથી પરિવારમાં માતમ છવાયું હતું. તેમજ અન્ય ઘટના ની વાત કરીએ તો જ્યારે કેશોદના અમૃતનગર વિસ્તારમાં અગાશી પરથી નીચે ઉતરતાં સીડી પર પગ લપસી જતાં પ્રૌઢનું મોત નિપજ્યું હતું. સરકારી હોસ્પિટલ લાવવામાં આવતાં ડોકટરે મોત થયાનું જાહેર કર્યું હતું.

આમ આ અંગે મળતી વિગત મુજબ કેશોદના અમૃતનગર વિસ્તારમાં રહેતાં પ્રવિણભાઈ અરજણભાઈ રૂપાવટિયા (ઉ. વ. 57) પોતાના મકાનની અગાસી પર થી સીડી દ્વારા નીચે ઉતરતાં હતાં ત્યારે પગ લપસી પડ્યાં હતાં. જેને કારણે માથાના ભાગે ઇજા પહોંચી હતી. ઘટનાની જાણ થતાં પરીવાર દ્વારા પ્રૌઢને હોસ્પિટલ લાવવામાં આવ્યાં હતાં જયાં હાજર ડોક્ટરે મોત થયાનું જાહેર કર્યું હતું. ઘટનાની જાણ થતાં પરીવારના સભ્યો, વેપારીઓ હોસ્પિટલ ખાતે ઉમટી પડ્યાં હતાં.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published.