વડોદરાના જાંબુઆ બ્રિજ પરથી વિશ્વામિત્રીમાં યુવાને ભુસકો મારી કર્યો આપઘાત, નદીમાં રહેલ મગરો ખેંચી ગયા બાદમાં…

હાલ છેલ્લા ઘણાં સમયથી રાજ્યમાં અને દેશમાં આપઘાતની ઘટનાઓ ખુબજ વધી રહી છે. તેમજ આ આપઘાતમાં મૃત્યુ પામેલ વ્યક્તિનું આપઘાત પાછળનું કારણ ઘણી વખત ખબર પડતી હોઈ છે તો વળી ઘણી વખત આપઘાત કરનાર વ્યક્તિ સાથેજ તે દબાઈ જતી હોઈ છે. હાલ એક તેવોજ આપઘાતનો મામલો સામે આવી રહ્યો છે. આવો તમને સમગ્ર ઘટના જણાવીએ. જેમાં વડોદરાના જાંબુઆ બ્રિજ પરથી યુવાને રાત્રે વિશ્વામિત્રીમાં પડતું મૂકનાર યુવકને મગરો ખેંચી ગયા, ફાયરબ્રિગેડે મહામહેનતે શોધ્યો. આવો તમને વિસ્તારમાં જણાવીએ.

આ ઘટના વડોદરામાંથી સામી આવી રહી છે. લોકોની મુશ્કેલીઓ, તેમણે કરેલા કામ વગેરેના ટેંશન લીધે આવું પગલું ભરતા હોઈ છે. આ ઘટનામાં યુવકે શહેરના જાંબુઆ બ્રિજ પરથી સોમવારે રાત્રે 9 વાગ્યાના અરસામાં મોતની છલાંગ લગાવનાર યુવાનનો મૃતદેહ મંગળવારે ફાયરબ્રિગેડ દ્વારા બહાર કાઢવામાં સફળતા મળી હતી. આ ઘટના બાદ પરિવારમાં ખુબજ દુઃખનો માહોલ થવા પામ્યો હતો. આમ વિશ્વામિત્રીમાં નદીમાં મગરને પગલે રાત્રે કામગીરી મુશ્કેલ બની હતી. જાંબુઆ ખાતે હાઉસિંગ બોર્ડના મકાનમાં રહેતા 20 વર્ષીય રવિ દેવીપૂજકે જાંબુઆ બ્રિજ પરથી વિશ્વામિત્રી નદીમાં ઝંપલાવ્યું હોવાનો મેસેજ મળતાં ટીમ દ્વારા રાત્રે તપાસ હાથ ધરાઈ હતી. જોકે તેને શોધવામાં સફળતા મળી નહોતી.

આમ સમગ્ર ઘટના અંગે મૃતકનાં ભાભીના જણાવ્યા મુજબ રવિ લસ્સીની લારી પર મકરપુરા બસ ડેપો પાસે નોકરી કરતો હતો. તેણે એક દિવસની રજા લઈને શેઠ પાસેથી રૂ.500 લીધા હતા. ફિલ્મ જોયા બાદ તે ચાલતો જઈ રહ્યો હતો.

આમ તે દરમિયાન તેના ભાઈની નજર પડતાં ક્યાં જાય છે તેમ પૂછ્યું હતું. રવિએ પોતાના ભાઈ દિલીપને તેનો મોબાઇલ આપી ઘરે આવું છું, એવું કહીને ગયા બાદ નદીમાં ભૂસકો માર્યો હતો. જોતજોતામાં તેને મગરો ખેંચી ગયા હતા. તેણે પગલું કેમ ભર્યું તેનું કારણ જાણવા મળ્યું નથી.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published.