જૂનાગઢ પરિક્રમાએ ગયેલા યુવકોએ કપિરાજની પૂંછડી પકડીને કરી આવી હરકત !વિડીયો જોઈ તમે આગબબુલા થશો…

હાલમાં ગિરનારમાં પરિક્રમાનો માહોલ જામ્યો છે. લાખો માનવ મહેરામણ ગિરનારની ગોદમાં પુણ્યનું ભાથું બાંધવા આવ્યા છે પરંતુ ખરેખર એક રીતે જોઈએ તો આટલા લાખો માણસોની વચ્ચે એવા વ્યક્તિઓ તો જોવા મળી જ રહે છે જે માત્ર પોતાના મોજ શોખ માટે અને બીજાને હેરાન કરવા જ આવ્યા હોય. હાલમાં જ પરિક્રમાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક વ્યક્તિ કેવી રીતે કપિરાજની પજવણી કરી રહ્યો છે.

આ વીડિયો જોઈને ખરેખર એવો મનમાં સવાલ આવે કે, આ લોકો પુણ્યનું ભાથું બાંધવા આવ્યા છે કે પાપનું ભાથું? જંગલ એ વન્યજીવોનું ઘર છે અને વિચાર કરો કે આપણે જેના ઘરે જઈએ છીએ એને જ આવી રીતે હેરાન કરીએ તો એ આપણી માનવતા કહેવાય ? આ વીડિયો જોઈને એટલું ચોક્કસ કહી શકાય કે આજના સમયમાં માનવતા મરી પડાવાઈ છે. આ તો માત્ર એક ઘટના સામે આવી છે પરંતુ આવા કિસ્સાઓ તો અનેક બનતા જ હશે!

હાલમાં આ વીડિયો સોશીયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો છે અને વન્યજીવપ્રેમી દ્વારા આ ઘટનાનો ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો છે. વનવિભાગ દ્વારા યોગ્ય કાયદેસરની કાર્યવાહી કરીને આરોપીને સજા આપે એવી માંગ ઉઠી છે. એક રીતે આવું કરવું જરૂરી છે. એ મુંગા પ્રાણીની તો પ્રકૃતિ જ એવી છે પરંતુ આપણે તો માણસ કહેવાય એટલે આપણે આપણી માનવતા દેખાડવી જોઈએ.

પરિક્રમાનાં માર્ગ દરમિયાન ડગલે ને પગલે તમને કપિરાજની સેનાઓ જોવા મળશે અને કદાચ એ તમને હેરાન કરે અથવા તમારી વસ્તુઓ લઈ જાય તો પણ એ યોગ્ય છે કારણ કે એતો તેમનો સ્વભાવ છે પરંતુ આપણો સ્વભાવ એવો ન હોવો જોઈએ. એક વ્યક્તિ તરીકે આપણે આપણી માનવતા દેખાડવી જોઈએ અને પ્રકૃતી કે વન્યજીવોને આવી રીતે નુકસાન ન પહોંચાડવું જોઇએ એ આપણી જવાબદારી છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *