જાણો ભાવનગર ના મહારાજા કૃષ્ણકુમારસિંહજી ના વંશજ યુવરાજ જયવિરરાજસિંહ ગોહિલ ની પર્સનાલિટી વિશે: તેમની સામે બોલિવુડના હિરો પણ ભરે છે પાણી, જાણો તેમના અંગત જીવન વિશે …….
ભાવનગરમાં રાજાશાહિનું મહત્વ ઘણા વર્ષોથી રહેલું છે અને રાજા કૃષ્ણકુમારસિંહજીના વંશજોએ આજે પણ તેમના સંસ્કારોને જાળવીને રાખ્યા છે. જે ખરેખર એક સારી વાત કહેવાય. આજે અમે ભાવનગર ના યુવરાજ ના વૈભવશાળી જીવન વિશે જણાવવા જઈ રહ્યા છીએ. ભાવનગર શહેરમાં તેમની લોકપ્રિયતા એટલી છે કે તેઓ આજના યુવા વર્ગ માટે એક યુથ આઈકોન છે. જેનું કારણ છે મહારાજા કૃષ્ણકુમારસિંહજી જેવો તેમનો ઉદાર સ્વભાવ !
આપણે બધા જાણીએ છીએ કે જયવિરરાજસિંહ ગોહિલને ભાવનગર શહેરના યુવરાજ સાહેબ તરીકે ઓળખવામાં આવે છે. તેઓ સામાજિક પ્રવૃત્તિ તેમજ લોકસેવામાં હંમેશા આગળ રહીને કામ કરે છે તેમજ ભાવનગર શહેર ના લોકોને જ્યારે પણ કોઈ તકલીફ પડે કે મદદની જરૂર હોય ત્યરે તેઓ તુરંત જ મદદ કરવા પહોંચી જાય છે.
ભાવનગર ના યુવરાજ નો જન્મ ૨૭ ઓક્ટોબર ૧૯૯૦ માં થયો હતો. તેમણે હોટેલ મેનેજમેન્ટ ની સાથે સ્વિત્ઝરલેન્ડ માંથી માસ્ટરની ડીગ્રી પણ મેળવી હતી. યુવરાજસાહેબ તેઓની બોડી બિલ્ડીંગ વિશે ખુબ જ પેશનેટ છે. ભાવનગર ના પ્રિન્સ ગુજરાત સ્ટેટ બોડી બિલ્ડીંગ એસોસિએશન ના પ્રમુખ પણ છે. ભાવનગર શહેરમાં જ્યારે પણ કોઈ મેહમાન કે હસ્તીઓ આવે ત્યારે તેઓ ભાવનગર ની સંસ્કૃતીથી તેઓને પરિચિત કરાવે છે.
અત્રે એક વાત તો આપને જણાવવી રહી કે બોલિવુડ ના અભિનેતાઓ પણ તેમની સામે ઓછેર લાગે તેવી તેમની પર્સનાલિટી છે. તેમના અંગત જીવન પર એક નજર નાખીએ તો યુવરાજા સાહેબ નાં લગ્ન પૂર્વ મહારાજ પરંજ્યાદિત્ય પરમાર અને મહારાણી મંદાકિની કુમારીના દિકરી અને કોંગ્રેસ નેતા દિગ્વિજયસિંહ ની દોહિત્રી કૃતિરંજની દેવી સાથે થયેલા છે. બન્ને થકી તેઓને એક દિકરી પણ છે.
યુવરાજ સાહેબને એડવેન્ચર સ્પોર્ટ્સ, કાર્સ તથા ટ્રાવેલીંગનો ખુબ જ શોખ ધરાવે છે. યુવરાજ સાહેબની ખાસ વાત એ છે કે તેઓ પોશાકમાં જીન્સ અને પરંપરાગત રજવાડી વળાંકવાળી મુછો રાખે છે જે તેમની આગવી ઓળખ છે. ખરેખર કેવુ પડે કે યુવરાજ સાહેબે ભાવનગર ની સંસ્કૃતિ ને અખંડિત રાખી છે.