ભુજ ના 75 વર્ષે “બા” એ પુત્રને જન્મ આપ્યો! પતિ પત્ની ને ખુશી નો પાર ના રહ્યો

આપણે સૌ કોઈ જાણીએ છે કે, આજમાં સમયમાં સાંસારિક જીવનમાં સૌથી દુઃખ દાયક ઘટના હોય દામ્પત્યજીવનમાં તો તે છે, વાજીયાપણું! આપણે સૌ કોઈ જાણીએ છે કે ઘણા એવા દંપતીઓ હોય છે જેને લગ્નના ઘણા વર્ષો અને ઉંમર પણ વટી ચુકી ગયા હોય છતાં પણ ઘરે પારણું બધાયું ન હોય ત્યારે તેમના માટે માતાપિતા બનાવનું સુખ એક સપનું બની જાય છે. ત્યારે આજના સમયમાં શ્રદ્ધા ની સાથે આધુનિક ટેકનોલોજી થી લોકો આ સુખ પ્રાપ્ત કરે છે. હાલમાં જ એક એવી ઘટના બની છે જેના લીધે આખું ગુજરાત ચોકી ગયું છે.

લગ્ન જીવન બાદ પતિ પત્નીનું બંનેનું સ્વપ્ન હોય છે માતા પિતા બનવાનું અને માતા ને પોતાનો ખોળાનો ખુદરનાર અને પિતાને પોતાનો વંશને ચલાવનાર જોઈતો હોય છે. ત્યારે હાલમાં એક એવા દંપતી આધુનિક ટેકનોલોજી થી માતા પિતા બન્યા કે તમે પણ ચોંકી જશો. અત્યાર સુધી આપણે 50 ઉંમરના લોકો ને માતાપિતા બનતા જોયા હશે પરતું હાલમાં 70 વર્ષની આયુ એ બે વૃદ્ધ દંપતીઓ માતા પિતા બન્યા.

આ દંપતી ને ડોક્ટરો એ કહ્યું હતું કે હવે બાળક રહેવું શક્ય નથી છતાંય દંપતી હિંમત ન હાર્યું અને આજે તેમને ત્યાં દીકરાનો જન્મ થયો છે. કહેવાય છે ને કે ઈચ્છા અને આસ્થા હોય તો એ એકવાર અવશ્ય ભગવાન પૂર્ણ કરે છે.ત્યારે આ દંપતી અને રબારી સમાજમાં ખૂબ જ ખુશીનો માહોલ સર્જાયો છે.સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે,કચ્છમાં 70 વર્ષની વયે દંપતીના ઘરે પારણું બંધાયું છે. રાપર તાલુકાના મોરા ગામના વૃદ્ધાએ ટેસ્ટ ટ્યૂબ દ્વારા તંદુરસ્ત દીકરાને જન્મ આપ્યો છે.

70 વર્ષીય જીવુબેન રબારી અને તેમના 75 વર્ષીય પતિ વાલભાઈ રબારીના લગ્નને 45 વર્ષથી વધુનો સમય થયો છે. લગ્નના આટલા વર્ષો દરમિયાન તેમને શેરમાટીની ખોટ સાલતી રહી. આખી જિંદગી તેમણે બાધા-આખડી કર્યા છતાં નિરાશા સાંપડી. કહેવાય છે ને કે ભગવાનને ત્યાં દેર પણ અંધેર નથી. જીવનમાં જ્યારે જે સુખ મળવાનું હોય તે મળે છે.

ભગવાન પ્રત્યેની તેમની શ્રદ્ધા ડગી નહીં, છેવટે ઈશ્વરે પણ તેમની સામે જોયું. ભૂજની એક ખાનગી હોસ્પિટલના ગાયનેકનો સંપર્ક આ વૃદ્ધ દંપતીએ કર્યો હતો. દંપતીની વયોવૃદ્ધ હોવાથી તબીબે બાળક રહેવું મુશ્કેલ હોવાનું તેમને કહ્યું હતું. 75 વર્ષ એટલે એલોકો આ ટેકનોલોજી થી અજાણ હતા

આ અભણ દંપતીએ ભગવાન પર શ્રદ્ધા રાખીને તબીબને પ્રયત્ન કરવાનું કહ્યું હતું. જેના કારણે કોરોના મહામારી વચ્ચે જીવુબેનની ટેસ્ટ ટ્યૂબ બેબીની ટ્રીટમેન્ટ શરૂ કરાઈ હતી. આ ટ્રીટમેન્ટના અંતે જીવુબેન રબારીએ પુત્રને જન્મ આપ્યો છે. મોટી ઉંમરે સંતાનનો જન્મ થતાં પરિવારમાં ખુશીનો માહોલ છે.

45 વર્ષના લગ્નજીવન બાદ આ ઉંમરે આધુનિક ટેક્નોલોજીથી બાળકનો જન્મ થવો મુશ્કેલ છે. પરંતુ આ કેસમાં પહેલા પ્રયત્નમાં જ ગર્ભ રહી ગયો હતો. આ વૃદ્ધ મહિલાએ સિઝેરિયનથી બાળકને જન્મ આપ્યો છે. રાપર તાલુકાના મોમાંય મોરા ગામની નજીક મોરા ગામમાં રબારી સમાજમાં આ સમાચાર ફેલાતાં જ કુદરત અને વૈજ્ઞાનિક ટેક્નોલોજી પરનો વિશ્વાસ દૃઢ બન્યો હતો. જીવુબેને પોતાના દીકરાનું નામ લાલો રાખ્યું છે. બંને દંપતીઓ એ ભગવાન અને ડોકટરનો આભાર માન્યો હતો. ખરેખર આને કહેવાય અતૂટ શ્રદ્ધા અને ટેકનોલોજીનો કમાલ.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *