ભાઈ બહેન ગરીબ બાળકોને રેસ્ટોરન્ટમાં જમાડ્યા અને ત્યારબાદ બિલ જોઈને આંખમાં આંસુ આવી ગયા.

જીવનમાં માનવ સેવાથી મોટું પુણ્ય કોઈ નથી. એમાં પણ ભુખ્યાને ભોજન કરાવું એ તો સૌથી મોટું પુણ્ય કહેવાય છે. જીવનમાં ક્યારેય પણ ઘર આંગણે આવેલ વ્યક્તિને ભૂખ્યા પેટે ન જવા દેવો. રોટલો નહીં તો રોટલાનો ટુકડો જ આપો પરતું ક્યારેય ભૂખ્યા પેટે કોઈને ન જવા દેવું. આજે અમે આપને એક એવો જ મનાવતાનું કિસ્સો જણાવીશું જેમાં ભાઈ બહેન ગરીબ બાળકોને હોટેલમાં જમાડ્યા અને પછી જે બિલ આવ્યું તે જોઈને ભાઈ બહેનની આંખોમાં આંસુઓ આવી ગયા હતા.

IMG 20210601 081416

એક યુવક અને યુવતી રેસ્ટોરન્ટ માં જમવા ગયા હતા. અખીલેસ એ જમવાનું ઓર્ડર કર્યું. અને પછી અચાનક તેણે જોયું કે બહાર થી બે ગરીબ બાળકો તેને જોઈ રહ્યા હતા.અખીલેસ એ આ બાળકો સામે જોયું અને ઈસારો કરી અને બને ને અંદર બોલાવ્યા અને બંને બાળકોને એજ થાળી ઓડર કરી જે તેમને મંગાવી હતી.

આ પછી બંને બાળકો એ પેટ ભરી ને જમ્યું. અને પછી તેઓ અખીલેસ સામે જોઈ અને હસ્યા. આ બાળકો એ પેટ ભરી ને જમી લીધું હતું અને તેઓ ચાલ્યા ગયા હતા. આ બાદ અખીલેસ એ પોતાનું જમવાનું પૂરું કર્યું અને બીલ લાવવા માટે કહ્યું પછી તે પણ હાથ ધોવા માટે ગયા. પછી જયારે તેઓ હાથ ધોઈ અને પાછા આવ્યા ત્યારે બીલ જોઈ અને હેરાન થઇ ગયા.

અખીલેસ એ આવું બીલ પહેલા ક્યારેય નહિ જોયું હોય. અને એટલું જ નહિ આવું બીલ તમે પણ ક્યારેય નહિ જોયું હોય. આ બીલની અંદર કોઈ પણ રકમ લખવામાં
આવી ન હતી . પણ તેની અંદર એક સંદેશો લખ્યો હતો અને તેમાં એવું લખ્યું હતું કે માણસાઈ ની કોઈ કિંમત નથી હોતી.અને એવું લખ્યું હતું જે અમારી પાસે એવું કોઈ મસીન નથી જે માણસાઈ નું બીલ બનાવી શકે. આ વાત અખીલેસ એ પોતાના ફેસબુક માં શેર કરી હતી અને સૌ કોઈનું દિલ જીતી લીધું આમ જોઈએ તો ખરેખર આ માનવતાનું મોટું ઉદાહરણ છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *