હાથી ને પાળનાર મહાવત નુ મોત થતા હાથી એ એવી રીતે શ્રધાંજલી આપી કે આખુ ગામ ભાવુક થય ગયુ.

ઘણા પાલતુ પ્રાણી ઓ ને પાળવા મા આવે પછી એ ઘર ના સભ્યો જેવા જ બની જાય છે અને હાલ તો માણસો કરતા પ્રાણી ઓ મા સંવેદનશીલતા વધુ જોવા મળે છે અને આપણી સામે એવી અનેક એવી ઘટના બનતી હોય છે કે જેમા પ્રાણી ઓ ની વફાદારી જોવા મળતી હોય છે.

આવો જે એક સંવેદનશીલ કિસ્સો કેરળમા જોવા મળ્યો છે. કેરળ મા એક મહાવત નુ કોઈ કારણો હર મૃત્યુ થયુ હતુ. તેવો 60 વર્ષ એક હાથી નુ ધ્યાન રાખતા હતા. હાથી મ માલિકના અંતિમ દર્શન માટે હાથી 20 કિ.મી. દુર આવ્યો હતો અને એક  નાના બાળકની જેમ મહાવતના મૃત શરીરને સ્પર્શ કરીને નત મસ્તક ઉભો રહ્યો હતો. હાથીની આ નિર્દોષ ભાવનાને જોનારા લોકોની આંખમાં આસું સરી પડયા હતા.

 

આ ઘટના લોકો એ વિડીઓ મા કેદ કરી હતી અને ત્યા ઉભેલા મોટા ભાગ ના લોકો ભાવુક થયા હતા. મળતી માહિતી મુજબ હાથીનું નામ બ્રહ્મમાદાતન છે અને 74 વર્ષના મહાવતનું નામ ઓમનાચેતન હતું. ગુરુવારે કેન્સરને કારણે મહાવતનું મોત થયું હતું. લોકો નુ કહેવું કે મહાવત આ હાથી ને ખુબ પ્રેમ કરતા હતા તેના કારણે હાથી ને પણ એટલો જ લગાવ મહાવત સાથે હતો.

મહાવત ના મોત બાદ હાથી ની રાહ જોવાઈ હતી અને હાથી ના આવ્યા બાદ જ મહાવત ના દેહ ને અંતીમ સંસ્કાર કરવા લઈ જવાયો હતો. ખરેખર પાલતુ પ્રાણી ઓ ક્યારે પણ માનવી નો ઉપકાર ભૂલતો નથી અને હંમેશા વફાદાર રહે છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *