૩૬ વર્ષ પહેલાનું ઘઉં આટલા કિલો રૂપિયા મળતા હતા! સોશિયલ મીડિયામાં થયું જૂનું બિલ વાયરલ…ભાવ જાણી તમે જૂનો જમાનો યાદ કરશો

જૂના જમાનાની તો વાત જ અનોખી હતી, વરસો પહેલા વસ્તુઓ એટલી સસ્તી હતી કે તમે વિશ્વાસ ન કરી શકો કે, આટલા રૂપિયામાં આ બધું સરળતાથી ખરીદી કરી શકતા હતા? હાલમાં સોશિયલ મીડિયા પર ભૂતકાળના બિલો અને રસીદોની તસવીરો ખૂબ જ શેર કરવામાં આવી રહી છે. હાલમાં જ એક IFS અધિકારીએ ‘ફોર્મ J’ (મંડીમાં ખેડૂતની કૃષિ પેદાશની વેચાણ રસીદ) તસવીર શેર કરી, અને જણાવ્યું- ત્યારે ઘઉં 1.6 રૂપિયા કિલોગ્રામ વેચાતું હતું.

હવે આ ફોર્મ જોઈને યુઝર્સને પોતાના દાદા-નાનાનો જમાનો યાદ આવી ગયો! ‘ભારતીય વાવન સેવા’ અધિકારી પરવીન કસવાને 2 જાન્યુઆરીએ ટ્વિટર પર 1987ના એક ‘ફોર્મ J’ (From J)ની તસવીર પોસ્ટ કરી. તેમણે કેપ્શનમાં લખ્યું, ‘આ તે સમય હતો જ્યારે ઘઉં 1.6 રૂપિયા કિલોગ્રામ વેચાતું હતું… મારા દાદાજીએ ઘઉંની આ પેદાશ ‘ભારતીય ખાદ્ય નિગમ’ (Food Corporation of India)ને વેચી હતી.

આ ડૉક્યુમેન્ટને ‘J ફોર્મ’ કહેવામાં આવે છે. તેમના સંગ્રહમાં ગયા 40 વર્ષોમાં વેચાઈ ગયેલી પાકોના બધા દસ્તાવેજો છે.આ બિલ જોઈને ઘણા લોકોએ ટિપ્પણી કરી કે તેઓને પોતાના દાદા-નાનાના સમયની યાદ આવી ગઈ. તેઓએ જણાવ્યું કે તે સમયે ખોરાકની વસ્તુઓ ખૂબ સસ્તી હતી. ઘઉંનો ભાવ 1.6 રૂપિયા કિલોગ્રામ હતો, તેનાથી પણ ઓછો હતો. તે સમયે લોકોની આર્થિક સ્થિતિ પણ સારી હતી.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *