છૂટક મજૂરી કરતા પિતાની દીકરી મેળવી અનોખી સિદ્ધિ! જીવનમાં અનેક દુઃખ વેઠીને આજે આટલું મોટું પદ મેળવ્યું…

હાલમાં જ જામનગરની દીકરી એવી સીધી પ્રાપ્ત કરી કે, દરેક યુવાનો માટે પ્રેરણાદાયી છે. આપણે જાણીએ છે કે જીવનમાં અનેક મુશ્કેલીઓનો સામનો કરીને પણ સફળતા મેળવી શકાય છે. વાતત જાણે એમ છે કે, પાર્વતીના પિતા દેવરામ મોકરિયા શાકભાજીની લારી ચલાવતા હતા. અનેક અડચણો, આર્થિક સંકડાશ વચ્ચે પુત્રી પાર્વતીની ફીના પૈસા ભેગા કર્યા. પાર્વતી પણ તપસ્યા કરવામાં પાછી ન પડી અને સંઘર્ષ કરીને ફર્સ્ટ ક્લાસ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સિવિલ જજની પરીક્ષામાં 35મા ક્રમે આવી.

Screenshot 2022 11 05 19 34 08 634 com.google.android.googlequicksearchbox 1

પાર્વતી હાલ અનેક યુવતીઓ માટે પ્રેરણાસ્ત્રોત બની છે. પરંતુ આ સફર એટલી સરળ નહોતી. પાર્વતી મેઇન એક્ઝામ આપી રહી હતી ત્યારે પહેલું પેપર પુરૂ થતા જ હાથમાં બ્લિડીંગ શરૂ થયું હતું. છતાં હિમ્મત હારી નહીં અને પરીક્ષા પૂરી કરી હતી.પાર્વતીને સપના સાકાર કરવામાં આર્થિક પરિસ્થિતિ નળી. પાર્વતીનો અભ્યાસ કેશોદ ગામમાં કર્યો હતો જે ખંભાળિયા તાલુકામાં છે. બાદમાં ધો.12 સુધી તેને સોઢા હાઈસ્કૂલમાં અભ્યાસ કર્યો હતો. ત્યારબાદ કે.પી. શાહ કોલેજમાં કોમર્સ કર્યું અને લો પણ કે.પી શાહ લો કોમર્સ કોલેજમાં કર્યું હતું.

IMG 20221105 195622

પાર્વતીના પિતા ફક્ત બે ચોપડી ભણેલા છે અને શાકભાજી વેચતા હતા. જ્યારથી કોરોના આવ્યો ત્યારથી શાકભાજીના ધંધામાં પૂરું ન થઈ શકતું એટલા માટે ક્યારેક ક્યારેક તો છૂટક મજૂરી પણ કરતા હતા. પાર્વતીને જ્યારે લો ચાલુ હતું, ત્યારે તે પણ જોબ કરતી હતી. પાર્વતીનું એક સપનું હતું કે, પિતાએ મને ધો.12 સુધી ભણાવી. મારા બીજા પણ ભાઈ-બહેન છે અને એમને પણ ભણાવવાના હોય મેં ખુદ જોબ કરી હતી. હવે હું કોઈ પણ વસ્તુ માટે એમના પર ડિપેન્ડ રહેતી નથી. મારો ખર્ચો જાતે કાઢી બને તેટલી હું ઘર માટે હેલ્પ કરી રહી છું.

IMG 20221105 195722

પાર્વતી વકીલ અનિલ મહેતાની ઓફિસમાં 2016થી પ્રેક્ટિસ કરે છે. વર્ષ 2022માં પરિક્ષા પાસ કરી પોતાનું સપનું પૂરું કર્યું. પાર્વતી સામે પડકાર તો ઘણા બધા હતા પરંતુ તેનું માનવું હતું કે. કોઈના સપોર્ટ વગર અધૂરું રહી જાય છે. કોઈ પણ સ્ત્રી માટે આગળ વધવું હોય તો ઘણું બધું જોઈએ, જ્યારે આપણું મનોબળ મજબૂત હોય તો કોઈ પણ રોકી શકતું નથી પાર્વતીએ પોતાની સફળતાનો શ્રેય તેનાપરિવારને આપ્યો છે. જજની પરીક્ષા મેં પાસ કરી કારણ કે પરિવાર જ મારા સપોર્ટમાં રહ્યો છે. પાર્વતીની ઈચ્છા છે કે હું એક જ વસ્તુ કહેવા માગું છું કે શિક્ષણનું મહત્વ નાનું હોતું નથી.

Logopit 1667657298666

કોઈ પણ વ્યક્તિ ધારે તો કોઈ પણ પોઝિશન સુધી પહોંચી શકે છે, પણ એક ધ્યેય હોવો જોઈએ અને ધ્યેય પાર કરવા માટે ધગસ હોવી જોઈએ. આ જ ધગશ માટે ધીરજ રાખવી જોઈએ. જ્યારે શિક્ષણ એક એવી વસ્તુ છે કે તમે ગમે એરિયામાં રહેતા હોય ગમે એ વિસ્તારમાં રહેતા હોય કે ગમે તેવી પોઝિશન હોય જો તમે ધારો તો તમને મદદ કરવા માટે ભગવાન સામેથી આવે છે. કંઈ પણ એવું અશક્ય નથી, બસ આમાં જુસ્સો હોવો જોઈએ કે બસ મારે આ કરવું જ છે અને હું ઉપાડી લઈશ તો મને મદદ કરવાવાળા બધા મળી જશે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *