કોણ છે હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલ ? કેવી રીતે કરે છે આગાહી ? એક આગાહી ના લીધે થઇ હતી ધરપકડ જાણો.
આંબાલાલ પટેલ નો જન્મ પહેલી સપ્ટેમ્બર, 1947ના અમદાવાદ જિલ્લાના રુદાટલમાં ખેડૂત પરિવાર દામોદરદાસ પટેલને ત્યાં થયો હતો. આંબાલાલ પટેલે આણંદમાં બી.એસ. કૉલેજ ઑફ એગ્રીકલ્ચર માંથી એગ્રીકલ્ચરમાં બીએસસી કર્યું છે. ત્યાર બાદ 1972માં ગુજરાત સરકારમાં બીજ પ્રમાણન એજન્સી અમદાવાદ ખાતે બીજ એગ્રીકલ્ચર સુપરવાઈઝર તરીકે જોડાયા હતા.
શિયાળો હોય કે ચોમાસુ અંબાલાલ પટેલ નું નામ હવામાન ની આગાહી સાથે જોડાયેલું જ જોવા મળે છે. તમને ખબર છે અંબાલાલ કઈ રીતે હવામાન ખાતા સાથે જોડાયા? શું તમને ખબર છે તેમણે પહેલી આગાહી ક્યારે કરી હતી. અંબાલાલ એગ્રીકલચર ના સુપરવાઇઝર બન્યા બાદ એગ્રિકલચર ની ઓફિસ માં બઢતી મળી હતી. બીજ સુપરવાઈઝર ઉપરાંત સેક્ટર 15 ખેતીવાડી લેબોરેટરી ગુણવત્તા નિયંત્રણ કચેરી તેમજ જમીન ચકાસણી જૈવિક નિયંત્રણ કચેરી ખાતે ફરજ બજાવીને તેઓ સપ્ટેમ્બર 2005માં નિવૃત થયા છે.
તેઓ કેવી રીતે હવામાન ના નિષણાંત બન્યા? તેઓ જ્યોતિષવિદ્યા માં ખુબ રસ ધરાવતા હતા. તેઓ ખેડૂતો સાથે મુલાકાત કરીને સારા પાક થાય તે માટે અને સારા વરસાદ ની જરૂરિયાત જેવી ખેતી વિષયક બાબતો ને લને ચર્ચા કરતા જોવા મળતા હોય છે. તે કહે છે કે જો ખેડૂતો ને અગાઉ થી જ વરસાદ ની માહિતી મળી જાય તો તે તેના પાક ને બચાવવા ને લગતા ઉપોય હાથ ધરી શકે છે.
આથી તેઓ એ જ્યોતિષ વિદ્યા નો અભ્યાસ શરુ કરીયો. જેમાં તેણે મેઘમહોદય ગ્રંથ, વારાહી સંહિતા વગેરે જેવા હવામાન સંબંધી ગ્રંથો માંથી ભવિષ્ય માં આગાહી કરવાની શરુ કરી. આંબાલાલ પટેલે હવામાનને લઈ 1980માં પહેલી આગાહી કરી હતી. ત્યારથી લઈ અત્યાર સુધી તમામ ઋતુની આગાહી કરતા આવ્યા છે. સાથે તેઓ જ્યોતિષ માસિક, પંચાંગ, દૈનિક, સાપ્તાહિક, વગેરેમાં લેખો લખવાનું શરૂ કર્યું હતું. તેઓ વરસાદ ,ઠંડી, ગરમી વ ગેરે ની આગાહી અગાઉ થી કરી લે છે.
કેશુભાઈ ની સરકાર સમયે તેમણે હવામાનની આગાહી સાથે સાથે ભૂકંપની આગાહી પણ કરી હતી. આંબાલાલ પટેલની ભૂકંપની આગાહીને લઈ સરકાર દોડતી થઈ ગઈ હતી અને આંબાલાલપટેલની ધરપકડ કરવા આદેશ આપવામાં આવ્યા હતા. જે બાદમાં આંબાલાલ પટેલની ધરપકડ કરવામાં આવી હતી. અંબાલાલ પટેલ ને અનેક એવોર્ડ મળેલા છે જેમાં ઈન્ટરનેશનલ જ્યોતિષ સંસ્થા, સરદાર પટેલ કૃષિ સેવા સંસ્થા,ઈન્ટરનેશનલ એવોર્ડ ફોર એસ્ટ્રોલોજી જેવા અનેક એવોર્ડ મળેલા છે.
આંબાલાલ પટેલના પરિવાર વિશે : તેની પત્ની, બે પુત્ર અને એક પુત્રી છે. તેમનો પુત્ર રાજેન્દ્ર પટેલ ડોકટર છે અને અમેરિકામાં કેન્સર વિભાગમાં સેવા આપી છે. હાલ રાજેન્દ્ર પટેલ ધ્રાંગધ્રામાં બાળકોની હોસ્પિટલ ધરાવે છે. બીજો દીકરો સતિષ પટેલ આઇટીમાં અભ્યાસ કરીને ઓસ્ટ્રેલિયામાં બિઝનેસ કરે છે. પુત્રી અલ્કા પટેલ પણ ડૉકટર છે, તેણી બારડોલીમાં સરકારી દવાખાનામાં ફરજ બજાવે છે. આંબાલાલ પટેલનો એગ્રીકલ્ચર સાથે જ્યોતિષ વિષયના શોખને કારણે આંબાલાલ પટેલને હવામાન નિષ્ણાત તરીકે ઓળખ મળી છે.