અંબાણી પરિવારે ઉજવ્યો આદિત્ય ગઢવીનો જન્મદિવસ! નિતા અને મુકેશ અંબાણી એ ગાયું આદિત્ય ગઢવી માટે ખાસ ગીત, જુઓ ખાસ તસવીરો આવી સામે….

ગુજરાતની યુવાપેઢીના લોકપ્રિય ગાયક કલાકાર આદિત્ય ગઢવીએ અંબાણી પરિવારનું દિલ જીતી લીધું. હાલમાં જ મુંબઈ ખાતે નીતા મુકેશ અંબાણી ક્લચર સેન્ટરની પ્રથમ વર્ષગાંઠની ઉજવણી કરવામાં આવી હતી.આ ખાસ સેલિબ્રેશનમાં ગુજરાતના યુવા પેઢીના લોકપ્રિય સિંગર આદિત્ય ગઢવીએ પર્ફોમન્સ કર્યું હતું. નીતા અંબાણીએ લોકોની સમક્ષ આદિત્ય ગઢવીના ઢગલાબંધ વખાણ કર્યા હતા.

Screenshot 2024 04 12 09 42 28 20 1c337646f29875672b5a61192b9010f9

આદિત્ય ગઢવી એ સોશિયલ મીડિયા પર પોતાની લાગણી વ્યક્ત કરતા કર્હ્યું કે, હું વ્યક્તિગત રીતે તો ત્યાં ચોંકી ગયો જ્યારે concert પછી અંબાણી પરિવારને ખબર પડી કે મારો જન્મદિવસ હતો ત્રીજી એપ્રિલે, તો એમણે મારા માટે કેક મંગાવી અને આદરણિય મુકેશભાઇ અંબાણીજી, શ્રીમતી નીતાબેન અંબાણી અને આદરણિય કોકીલાબેને મારા માટે બર્થ ડે સોંગ ગાઇને મારા માટે કેક કટ કરી અને મારો જન્મદિવસ ઉજવ્યો. અંબાણી પરિવાર એટલા માટે જ કદાચ બધાને વ્હાલો લાગે છે કારણકે તેઓ સહુને પરિવારની જેમ રાખે છે. મારા માટે એ ક્ષણ જીવનભર યાદ રહે એવી ક્ષણ હતી.

Screenshot 2024 04 12 09 42 53 35 1c337646f29875672b5a61192b9010f9

આદિત્ય ગઢવીએ પોતાના સોશિયલ મીડિયા પર જન્મદિવસની ખાસ તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં જોઈ શકશો કે, નીતાબેન અને મુકેશભાઈ અંબાણીએ આદિત્ય ગઢવીનો જન્મદિવસ ઉજવ્યો. આદિત્યએ સોશિયલ મીડિયા પર જણાવ્યું કે, કેશભાઇએ નીતાબેનને કીધું કે, “આદિત્ય બધા માટે ગાય છે, લાવો આપણે એના માટે ગાઇએ.” અને પછી અંબાણી પરિવારે હેપ્પી બર્થ ડે ગાયું ને એ ક્ષણ મારા માનસમાં જીવનભર યાદ રહે એવી ક્ષણોમાંની એક ક્ષણ બની ગઇ. Once again thanking Ambani Family for this heartwarming gesture. 😇✨Sharing the pictures of that moment. One of the most memorable moment of my life till now.

Screenshot 2024 04 12 09 42 15 07 1c337646f29875672b5a61192b9010f9

આદિત્ય ગઢવીએ પોતાના પફોર્મન્સ અંગે પણ જણાવ્યું કે, અંબાણી પરિવારે જે મારું સન્માન કર્યું અને પ્રેમ આપ્યો એના માટે હું ઋણી છું. સામાન્ય રીતે મુકેશભાઇ અંબાણી ઓછા કાર્યક્રમોમાં જાય છે એવું મને જાણવા મળ્યું, પણ અમારા Concertમાં છેક સુધી બેઠા અને અંતે Concert પછી મને ખાસ શુભેચ્છાઓ આપવા આવ્યા અને મારો Birthday celebrate કર્યો. Mrs. Neetaben Ambani makes each and every artist feel like they are at home. મુંબઇમાં મારા પહેલા concertને આટલો અદ્ભુત પ્રતિસાદ આપી સાંભળવા આવેલા બધા જ શ્રોતાઓનો દિલથી આભાર. હું એટલું જ કહીશ કે, “મુંબઇ મેં યે તો બસ શુરુઆત હૈ!” હાલમાં તો સોશિયલ મીડિયા પર આદિત્ય ગઢવી છવાઈ ગયા છે.

Screenshot 2024 04 12 09 42 46 19 1c337646f29875672b5a61192b9010f9

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *