દાનમાં અંબાણી પરિવારનો દબદબો!! રામ મંદિર માટે દાન કર્યા આટલા કરોડો રૂપિયા… કિંમત જાણી હોશ ઉડી જશે

શ્રી રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે તમામ સાધુ-સંતો મહંતો સહીત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.આ તકે સોશિયલ મીડિયા પર અંબાણી પરિવારની ચર્ચા ખુબ જ થઇ રહી છે કારણ કે અંબાણી પરિવાર શ્રી રામ મંદિરના આ દિવ્ય મહોત્સવમાં હાજરી આપી હતી. આપણે સૌ કોઈ જાણીએ છે કે, શ્રી રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના ભાગ રૂપે અંબાણી પરિવારે એન્ટિલિયાને ફૂલો અને રંગબેરંગી લાઈટોથી સુશોભિત કર્યું હતું.

ખરેખર અંબાણી પરિવાર અતિ ધાર્મિક છે અને હિન્દૂ ધર્મની સંસ્કૃતિ અને પરંપરા પર અતૂટ આસ્થા ધરાવે છે. હાલમાં અંબાણી પરિવાર શ્રી રામ પ્રત્યેની અતૂટ ભક્તિ માટે ચર્ચામાં આવ્યા છે. મીડિયા દ્વારા પ્રાપ્ત થયેલ માહિતી અનુસાર અંબાણી પરિવારે શ્રી રામ મંદિર માટે દાન અર્પણ કર્યું ચાલો અમે આપને જણાવીએ કે આ દાનની રકમ કેટલી છે.

તમને જાણીને આશ્ચર્ય થશે કે અંબાણી પરિવારે શ્રી રામ જન્મભૂમિ ટ્રસ્ટને 2.51 કરોડ રૂપિયાનું દાનનું આપ્યું .અયોધ્યાનું પવિત્ર રામ મંદિર ભારત માટે એક સાંસ્કૃતિક મહત્વ ધરાવે છે. જેથી અંબાણી પરિવાર મંદિરમાં પોતાનું યોગદાન અર્પણ કરશે. આ પહેલા અનેક વાર અંબાણી પરિવાર અનેક પવિત્ર મંદિરમાં દાન અર્પણ કરેલું છે.

આ દિવ્ય પ્રસંગે નીતા અંબાણીએ જય શ્રી રામના નારા લગાવ્યા અને કહ્યું કે આ એક અભૂતપૂર્વ અનુભવ છે. હું અહીં આવીને ખૂબ જ ખુશ છું. અમને અમારી ભારતીય સંસ્કૃતિ અને પરંપરા પર ગર્વ છે. આ ભારત છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *