વડોદરા માં બની ઇસ્કોન બ્રીજ જેવી જ ઘટના , સદનસીબે કાર દીવાલ સાથે અથડાય, કાર ચલાકનું મૌત… જાણો પુરી ઘટના

હજુ હમણાં જ અમદાવાદનાં ઇસ્કોન બ્રિજ પર નવ લોકો ગોંજારા અકસ્માત નો ભોગ બનયા છે જે વાત ને હજુ અઠવાડિયું પણ નથી થયું ત્યાં જ ફરી એક આવો કાળમાળ અકસ્માત ની ઘટના સામે આવી રહી છે જ્યાં મધરાત્રે વડોદરા ના પંડ્યા બ્રિજ પાસે ફૂડ એન્ડ ડ્રગ્સ લેબોરેટરીએ ની કમ્પાઉન્ડ માં એક કાર પ્રચંડ ધડાકા સાથે અથડાઇ ગઈ હતી જેના કારણે કાર ચાલક નું દુખદ અવસાન થયું હતું. આ કાર એટલી બધી સ્પીડમાં આવી રહી હતી કે તે કમ્પાઉન્ડ ના વોલ ની સાથે ધડાકાભેર અથડાઇ હતી જેના કારણે કમ્પાઉન્ડ વોલ ધારાશાહી ગઈ હતી અને કાર ના આગળ ના ભાગ નો તો કચુંબર બની ગયો હતો.

IMG 20230726 WA0019

આ સાથે જ કારમાં સવાર અન્ય એક ને ગંભીર ઇરજાઓ થઈ હતી જેના કારણે તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા . આ ઘટના બનતા જ રસ્તા પણ કોઈ ના હોવાના કારણે મોટી દુર્ઘટના સર્જાતા અટકાઈ હતી. અ ઘટના વિષે માહિતીમાં જાણવામાં આવ્યું કે લગભગ મધરાત્રે 2 વાગ્યા આસપાસ વડોદરા શહેર ના હરણી એરપોર્ટ સામે આવેલ F 7 માં ગોકુળ વાટિકામાં રહેતા અર્જુનસિંહ મહેન્દ્રસિંહ ઠાકુર અને તેની સાથે F 9 માં રહેતા 24 વર્ષના ગુંજન જીગ્નેશભાઈ સ્વામી કારમાં સવાર થઈને પંડ્યા બ્રિજ પાસેથી ઘર બાજુ ફૂલ સ્પીડમાં પસાર થઈ રહ્યા હતા.

IMG 20230726 WA0018

આ સમયે કાર ગુંજન સ્વામી ચલાવી રહ્યો હતો. આ બંને એટલી બધી સ્પીડમાં કાર ચલાવીને ઘર બાજુ આવી રહ્યા હતા કે પંડ્યા બ્રિજ ને ઉતરતા જ 50 મીટર દૂર આવેલ ફૂડ એન્ડ ડ્રગ્સ ની કચેરી ની કમ્પાઉન્ડ દીવાલ સાથે ધડાકા સાથે અથડાઇ ગઈ હતી જેના કારણે કમ્પાઉન્ડ દીવાલ ધારાશાહી થઈ ગઈ હતી અને કારના આગળ ના ભાગનો કચુંબર બની ગયો હતો. અ ઘટના બનતા ગુંજન ના દાદા હરીશભાઇ એ જણાવ્યુ હતું કે મારો દીકરો બહુ જ ભક્તિ કરતો હતો.

IMG 20230726 WA0020

સવારે 4 વાગે જાગીને ભગવાન ની પૂજા પાઠ કરતો હતો તેના સાથે તો આવું ના જ થવું જોઈએ. તેને ગાડીનો શોખ હતો અને મે તેને કહેલું કે બેટા ગાડી ના લેતો આ ગાડી એટ્લે જીવ ને મુઠ્ઠી માં લઈને ફરવાનું , તેમ છતાં તેના પિતાએ તેને કાર અપાવી અને મે તેને બહુ જ ટોક્યો કે 30-35 જ ચલાવજે પણ તેનાથી કંટ્રોલમાં રહી નહીં અને આ દુખદ ઘટના બની. મધરાત્રે આ ઘટના બનતાની સાથે જ ત્યાં આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા .

બંને યુવાન ને કારની બહાર કાઢીને ખાનગી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા જ્યાં કાર ચાલક ગુંજન નું ટૂકી સારવાર દરમિયાન જ કમકમાટીભર્યું અવસાન થયું હતું.આમ જુવાન દીકરાનું આવા ગોંજારા અકસ્માત નો ભોગ બનતા સોસાયટીમાં દુખનો માહોલ જોવા મલી આવ્યો હતો અને પરિવાર પર જાણે આભ તૂટી પડ્યું હોય એવા દર્શયો જોવા મલી આવ્યા હતા. આ ઘટના બનતા જ ફતેહગંજ ના પોલીસ એ અકસ્માત નો ગુન્હો નોંધીને આગળ ની કાર્યવાહી હાથ ધરી છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *