ચોમાસા ને લઈને અશોકભાઇ પટેલ એ કરી મોટી આગાહી ! કીધુ કે આગામી 3 સપ્ટેમ્બર સુધી વાતાવરણ

હાલમાં ચોમાસાએ વિરામ લીધો હોય એમ લાગી રહ્યું છે.પુરુષોતમ મહિનામાં મેઘરાજાએ પોતાનું આગમન દર્શાવ્યું હતું પરંતુ શ્રાવણ મહિનો શરૂ થતાં જ જાણે મેઘરાજા રિસાઈ ગયા હોય એવું લાગી રહ્યું છે આ વચ્ચે જ વેધર એનાલિસ્ટ અશોકભાઇ પટેલ ની એક આગાહી સામે આવી રહી છે, જેમાં જાણીતા વેધર એનાલિસ્ટ એવા અશોકભાઇ પટેલ એ જણાવ્યુ છે કે આગામી 3 સપ્ટેમ્બર સુધી હજુ ચોમાસુ નબળા પ્રમાણ માં જોવા મળશે.

હાલની સ્થિતિને જોતાં ચોમાસુ હજુ ધાર્યામાં આવ્યું નથી કેમકે પચ્ચીમ છેડો હજુ ઉતર બાજુ જોવા મળી રહ્યો છે આથી હિમાલય તળેટીમાં તે થોડા સમય માટે જોવા મળશે એવી સંભાવના પણ છે. આમ ગુજરાતમાં 3.1 લેવલે ભેજનું પ્રમાણ ઓછું છે જેનાથી પવન જડપી જોવા મળશે. અને ભેજની માત્રામાં વધ ઘટ જોવા અંશે. આ સાથે જ હજુ 2 દિવસ પવન નું જોર યથારવર્ત રહેશે.

જોકે 28 ઓગસ્ટ બાદ આ પવન થોડો મધ્યમ વેગ એ જોવા મળશે. આ સાથે જ આગાહીકાર એ જણાવ્યુ છે કે સૌરાસ્ટ્ર – કચ્છ માં સૂકું વાતાવરણ જોવા મળતા સાથે સાથે જ મંદ ચોમાસુ પણ જોવા મળશે. આ સાથે જ તડકાનું પ્રમાણ પણ વધારે જોવા મળશે. અને જ્યાં પણ ગુજરાત રિજીયાન છે તેવા વિસ્તાર માં મંદ ચોમાસા સાથે સૂકું વાતાવરણ જોવા મલતાની સાથે તડકો પણ વધસે. આ સાથે જ દક્ષિણ ગુજરાતમાં થોડા અંશે છૂટા છવાયા છાટાઓ થવાની સંભવાના પણ જણાવી છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *