શું વાત છે !! સુરતના ડાયમંડ વેપારીના દીકરાએ ભગવાન રામનું વેશમાં લગ્ન,પિતાની આ ખાસ ઈચ્છાને કરી પૂર્ણ…

મિત્રો 22 જાન્યુઆરીનો દિવસ આપણા માટે કેટલો બધો મહત્વપૂર્ણ હતો આપ સૌ કોઈ જાણો જ છો, આ દિવસના રોજ અયોધ્યા રામ મંદિર ખાતે ભગવાન શ્રી રામનુઁ પ્રાણ પ્રતિષ્ઠા થઇ હતી જેની ઉજવણી ફક્ત અયોધ્યા રામ મંદિરમાં જ નહીં પરંતુ ઉત્તરથી લઈને દક્ષિણ સુધીના વિસ્તારમાં આ પાવન અવસરની ઉજવણી કરવામાં આવી હતી,આ એક તહેવાર હોય તેવો માહોલ આખા દેશમાં બન્યો હતો.WhatsApp Image 2024 01 25 at 11.42.31 1

મિત્રો 22 જાન્યુઆરીનો દિવસ આપણા માટે કેટલો બધો મહત્વપૂર્ણ હતો આપ સૌ કોઈ જાણો જ છો, આ દિવસના રોજ અયોધ્યા રામ મંદિર ખાતે ભગવાન શ્રી રામનુઁ પ્રાણ પ્રતિષ્ઠા થઇ હતી જેની ઉજવણી ફક્ત અયોધ્યા રામ મંદિરમાં જ નહીં પરંતુ ઉત્તરથી લઈને દક્ષિણ સુધીના વિસ્તારમાં આ પાવન અવસરની ઉજવણી કરવામાં આવી હતી,આ એક તહેવાર હોય તેવો માહોલ આખા દેશમાં બન્યો હતો.

IMG 20240125 WA0002

દરેક લોકોએ પોતાની રીતે રામ ભક્તિ બતાવી હતી કોઈકએ અયોધ્યામાં દાન આપીને તો કોઈકે ભગવાન શ્રી રામની ભક્તિ કરીને પોતાનો પ્રેમ ભગવાન રામ પ્રત્યે દેખાડ્યો હતો, એવામાં ગુજરાત રાજ્યના દરેક જિલ્લામાં આ પાવન અવસરને ખુબ જ ધૂમધામથી ઉજવામાં આવ્યો હતો ઠેર ઠેર ડીજે સાથે રેલી તો અનેક દુકાને રામ ભાગવાની પ્રસાદી તરીકે અનેક વસ્તુઓ આપવામાં આવી હતી. આજના આ લેખના માધ્યમથી અમે સુરતના એક હીરા વેપારીના દીકરાના લગ્ન વિશે વાત કરવાના છીએ.

IMG 20240125 WA0004

સુરતના એક જાણીતા હીરાના વેપારીના દીકરાએ રામ ભગવાનની જેમ જ તૈયાર થઈને લગ્નના બંધમાં બંધાયો હતો, વરરાજાનો આવો લુક જોઈને લગ્નમાં ઉપસ્થિત રહેલ મેહમાનો પણ ચોકી જ ગયા હતા. હાલ સોશિયલ મીડિયા પર તસવીરો તથા વીડિયો વાયરલ થઇ રહ્યા છે જેમાં જોઈ શકાય છે લગ્નમાં વરરાજો ભગવાન શ્રી રામની જેમ જ ધનુષ તટના તેમના મુકુટ પહેરીને લગ્નમાં જોવા મળ્યો હતો.

IMG 20240125 WA0003

દિવ્ય ભાસ્કરના એહવાલ અનુસાર જાણવા મળ્યું છે કે શુભમ જેમ્સના માલિક એવા દિનેશભાઈ મોંનપરાના દીકરા રાજ મોનપરા જે લેબ્રોન ડાયમંડના વ્યાપાર સાથે સંકળાયેલ છે તેમના લગ્ન ભગવાન રામની થીમ પર થયા હતા, રાજ મોનપરા ભગવાન રામની જેમ જ વાઘા ધારણ કર્યા હતા જયારે હાથમાં ધનુષ તથા બાણ પણ રાખ્યું હતું એટલું જ નહીં દુલ્હનને પણ કાંઈક આવી જ રીતે તૈયાર કરવામાં આવી હતી.

Screenshot 2024 01 25 11 53 41 95 6012fa4d4ddec268fc5c7112cbb265e72

આ લગ્ન અંગે દિનેશભાઇ મોનપરાએ કહ્યું હતું કે જ્યારે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાની તારીખ નક્કી થઇ હતી ત્યારે જ અમે વિચારી લીધું હતું કે એ દિવસે દીકરા રાજના લગ્ન કરાવશું, એવામાં 22મી જાન્યુઆરી નક્કી થતા આ દિવસે જ રાજના લગ્ન કરવાનું નક્કી કર્યું હતું. દુલ્હા રાજે લગ્ન માટે ડિઝાઈનર કપડા પણ પસંદ કરી લીધા હતા પરંતુ 2-3 દિવસ ની વાર હતી ત્યાં આ મોહત્સવનો એટલો બધો લોકોમાં હરખ હતો કે દિનેશભાઇને થયું કે તેમનો દીકરો રાજ ભગવાન રામના પહેરવેશમાં લગ્ન કરે.

રાજ મોનપરાએ પોતાની પિતાની વાત માની અને લગ્નમાં ભગવાન રામનો પહેરવેશ ધારણ કરીને લગ્નના બંધનમાં બંધાયો હતો, આ લગ્ન હાલ સોશિયલ મીડિયા પર ખુબ ચર્ચિત થઇ રહ્યા છે અને લોકો દ્વારા આ લગ્નના ખુબ જ વધારે વખાણ કરવામાં આવી રહ્યા છે

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *