લગુજરાતની ફેમસ ભજન મંડળીનું વધુ એક સુંદર ભજન થયું વાયરલ!! કૃષ્ણ ભગવાન માટે ગાયું કે “મારે મથુરા જાવુ છે… જુઓ વિડીયો

સોશિયલ મીડિયા પર ગુજરાતી કીર્તન મંડળીના વિડીયો ખુબ જ વાયરલ થાય છે અને આ વિડીયો યુવા પેઢીને પણ ખુબ જ પસંદ કરવામાં આવે છે. સૌથી પહેલા આ મહિલા મંડળનું આઈ આઈ એમ વેરી સોરી કીર્તિન ખુબ જ વાયરલ થયું અને આ વિડીયોના કારણે મહિલાઓને ખુબ જ લોકપ્રિયતા મળી અને સોશિયલ મીડિયામાં રીલ્સ બની હતી. આપણે જાણીએ છે કે સોશિયલ મીડિયા એક એવું પ્લેટફોર્મ છે જ્યાં દરેક લોકોને ખુબ જ લોકપ્રિયતા મળે છે. હાલમાં ફરી એકવાર સોશિયલ મીડિયા પર આ મંડળનો વિડીયો વાયરલ થયો છે. ચાલો અમે આપને આ કીર્તન વિશે વધુ જણાવીએ.

આપણે જાણીએ છે કે, ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિ ખુબ જ લોકો કરે છે, હરિ નામની લગની લાગ્યા પછી આ દેહ તેમના જ વિલીન થઇ જાય છે. હાલમાં જ આ મંડળનું નવું કીર્તિન આવ્યું છે, જે શ્રી કૃષ્ણ ભગવાન પ્રત્યેનો પોતાનો ભાવ પ્રગટ કરે છે. આ કીર્તનના બોલ છે ” થુરા મારે જાવું છે કાનુડાને મળવું છે, મારે યમુનામાં નાવું છે. ” ખરેખર આ કીર્તન ખુબ જ પસંદ કરવામાં આવી રહ્યું છે. મથુરા એ શ્રી કૃષ્ણની જન્મ ભૂમિ છે. ભગવાન જન્મ્યા કારાવાસમાં અને તેમનો ઉછેર થયો નંદના નેહડે તેમણે રાજ કર્યું દ્વારકા નગરીમાં, અંતે પોતાનો માનવ દેહ પણ તેમણે પ્રભાસ પાટણમાં છોડ્યો.

ખરેખર શ્રી કૃષ્ણ ભગવાનને ગુજરાતની પાવન ધરા સાથે અતૂટ સંબંધ છે, કલિયુગમાં શ્રી નરસિંહ મહેતાની ભક્તિના પ્રતાપે તેમના વાણોતર બનીને કામો કર્યા, એટલે જ કહેવાય છે કે ભક્તિમાં જેટલી શક્તિ છે એટલી આ જગતમાં બીજે ક્યાંય નથી કારણ કે ભક્તિના પ્રતાપે તો ભગવાન પણ તમારા પ્રેમભાવમાં વર્ષ થઇ જાય છે. આ મહિલા મંડળ દ્વારા જે કીર્તન ગાવામાં આવે છે, તે લોકોને ભક્તિ તરફ પ્રેરિત કરે છે, આ જ કારણે લોકોને પણ તેમાં અવનવા કીર્તનો ખુબ જ પસંદ આવે છે. નીચે આપેલ વિડીયો દ્વારા તમેં તેમનું નવું કીર્તન સાંભળી શકશો

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *