ભાવનગર આવ્યા આવો તો જરૂરને જરૂર સોલંકી રેસ્ટોરન્ટની મુલાકાત લેજો ! ફક્ત આટલા રૂપિયામાં મળે છે ભરપેટ ભાણું, વાનગી પણ…

ભાવનગર શહેરમાં અનેક એવી વાનગીઓ અને હોટેલ અને રેસ્ટોરન્ટ ખૂબ જ લોકપ્રિય છે. ત્યારે ચાલો અમે આજે આપને એક એવા રેસ્ટોરન્ટ વિશે જણાવીશું, જ્યાં ખૂબ જ સ્વાદિષ્ટ અને વ્યાજબી ભાવે લોકો ને ભોજન પિરસવામાં આવે છે. તમે અત્યાર તમે અત્યાર સુધી રેસ્ટોરન્ટ ઘણી બધી જોઈ હશે પરંતુ ભાવનગરમાં આવેલી સોલંકી રેસ્ટોરન્ટ ખૂબ જ ખાસ છે કારણ કે,અહીંયા માત્ર લોકોને પ્રેમથી જમાડવામાં નથી આવતા પરંતુ લોકોને ખુબ જ સ્વાદિષ્ટ પૌષ્ટિક અને શુદ્ધ ભોજન પીરસવામાં આવે છે.

IMG 20230810 WA0002

માત્ર વ્યવસાયને ખાતર જ નહીં પરંતુ લોકો પેટભર જમી શકે એ પણ ખૂબ જ વ્યાજબી ભાવે તે માટે થઈ ને આ રેસ્ટોરન્ટ 1996ની સાલ થી લઇ ને આજ સુધી કાર્યરત છે. જ્યારે શરૂઆત કરી ત્યારે માત્ર 3 રૂપિયામાં લોકોને ભોજન પીરસવાના આવતું અને આજે સમયની સાથે મોંઘવારી વધતા લોકોને પોંસાય એટલા વ્યાજબી ભાવે ભોજન પિરસવામાં આવે છે.આ રેસ્ટોરન્ટ માં મોટાભાગના લોકો અહીંયા વઘારેલી ખીચડી અને દહીં ખાવા માટે આવે છે કારણ કે અહીંની વઘારેલી ખીચડી તેમજ ખૂબ જ લોકપ્રિય છે. આ રેસ્ટોરન્ટ કાઠિયાવાડી ભોજન તેમજ પનીર સબજીઓ પણ મળે છે.આ રેસ્ટોરન્ટમાં માત્ર 40 રૂપિયા થી તમામ સ્વાદિષ્ટ વાનગીઓ મળે છે.

IMG 20230810 WA0004

રેસ્ટોરન્ટ ની અમે આપને અન્ય વિગતો જણાવી તો,આ રેસ્ટોરન્ટમાં કોઈપણ પ્રકારના કેમિકલ યુક્ત મસાલા તેમજ વાસી ખોરાકલોકોને પીરસવામાં આવતો નથી. દરરોજ ગરમા ગરમ બનાવેલી વાનગીઓ જ લોકોને પિરસવામાં આવે છે. આ જ કારણે ભાવનગર શહેરમાં સોલંકી રેસ્ટોરન્ટ ખૂબ જ લોકપ્રિય બની છે. આમ પણ કહેવાય છે ને કે આપણા ગુજરાતીઓ ખાવાપીવાના શોખીન હોય છે અને એમાં પણ જો કાઠીયાવાડી ભોજન મળી જાય તો તો પછી વાત જ ન પૂછો અને જો તમે કાઠીયાવાડી ભજન ના શોખીન હોય તો તમારે સોલંકી રેસ્ટોરન્ટમાં આવવું જ પડે.

IMG 20230810 111656

આ રેસ્ટોરન્ટની પ્રખ્યાત વાનગીઓમાં આખી ભરેલ ડુંગળીનું શાક, બટેટા વટાણાનું શાક, અહિયાં સ્પેશિયલ સેવ ટમેટાનું શાક, છોલે ચણા નું શાક તેમજ સ્પેશિયલ ઓળો તેમજ કાઠીયાવાડ ઊંધિયું અને દહીં તીખારી, મસાલા મગ તેમજ 10 રૂ નું દહીં એ પણ વાટકી ભરીને અને 20 રૂ. વઘારેલી ખીચડી ખૂબ જ લોકપ્રિય છે અને દૂર દૂર થી આ સ્વાદિષ્ટ વાનગી માણવા આ આવે છે. આ સિવાય ફૂલકા રોટલી, દેશી ઘી થી લથપથ બાજરીનો રોટલો તેમજ ભાખરી 5 રૂ થી 17 રૂપિયા સુધીમાં મળે છે.જ્યારે તમે ભાવનગર આવો ત્યારે સોલંકી અવશ્ય પણે મુલાકાત લેજો.તમે ભાવનગર આવ્યા અને સોલંકી રેસ્ટોરન્ટમાં જમ્યા નથી તો ભાવનગર આવવાના ધક્કો તમારો વસુલ થયો નથી. સોલંકી સરનામું યાદ રાખજો સિંધુનગર મેઇન રોડ અને આ દુકાન નો સમય સવારના ૧૧ થી લઈને બપોરના ૩ વાગ્યા સુધી તેમજ સાંજે સાતથી લઈને રાતના સાડા દસ વાગ્યા સુધી ખુલી રહે છે.

IMG 20230810 111516

આ રેસ્ટોરન્ટ ખૂબ જ વ્યાજબી ભાવે ત્રીસ વરસથી લોકોને ભોજન કરાવી રહી છે અને આ દુકાનના માલિક નું કહેવું છે કે, પરમ પૂજ્ય શ્રી બાપુની આશીર્વાદથી હું લોકોને વર્ષોથી ભોજન કરાવવું છું અને અમારી રેસ્ટોરન્ટનું ભોજન લોકોને ખૂબ જ પ્રિય છે. આ જ કારણે વર્ષોથી ગ્રાહકો અમારી રેસ્ટોરન્ટમાં જમવા માટે પધારે છે અને અમે પણ ગ્રાહકોને અમે ખૂબ જ સારું અને સસ્તું ભોજન પીરસીએ છીએ. ભલે ભાવમાં સસ્તું હોય પરંતુ ક્યારેય અમે ગુણવત્તામાં કમી રાખતા નથી અને આ જ કારણે ભાવનગરમાં અમારું નામ ખૂબ જ લોકપ્રિય છે. તમે જ્યારે ભાવનગર આવો ત્યારે સોલંકી રેસ્ટોરન્ટ ની મુલાકાત લેજો.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *