પટેલ પરિવારની દીકરીના લગ્નવેળાનો આ વિડીયો જોઈને તમે રડી પડશો, ઘર સૌ વડીલો દીકરીના ચરણ સ્પર્શ્યા,…જુઓ વિડીયો

હાલમાં લગ્ન પ્રસંગનો માહોલ ચાલી રહ્યો છે, ત્યારે સોશિયલ મીડિયામાં પણ લગ્ન પ્રસંગના અનેક વિડીયો સામે આવતા હોય છે. હાલમાં જ એક હ્નદયસ્પર્શી વિડીયો સામે આવ્યો છે. આ વિડીયો જોઈને દરેક દીકરીઓ અને માતા-પિતાની આંખોમાંથી અશ્રુઓની ધારા વહી જશે. ખરેખર આ વિડીયો જોઈને એટલુ ચોક્કસથી સમજાય છે કે, આજના સમયમાં દીકરીઓનું ખુબ જ માન સન્માન આપે છે. આ વિડીયો દરેક દીકરીઓ માટે પ્રેરણાદાયી સમાન છે કારણ કે જે દીકરી પોતાના પરિવારની ઈજ્જત અને માન સન્માનનું જતન કરશે, તે દીકરીઓને પોતાના ઘરમાં ખુબ જ માન સન્માન મળશે.

આ વાયરલ વિડીયો કચ્છના કડવા પટેલ સમાજની દીકરીના લગ્નનો છે. આ વાયરલ વિડીયોમાં તમે જોઈ શકશો કે પરિવારના નાના લોકોથી લઈને વડીલો સૌ કોઈ પોતાની લાડકી દીકરીને માન સન્માન સાથે પગે લાગે છે. આ દ્રશ્ય જોઈને કોઈની પણ આંખોમાં આંસુઓ સરી પડે છે કારણ કે કરુંણદાયક પ્રસંગ સૌ કોઈને પોતાની લાડકી દીકરીની વિદાયની યાદ અપાવશે. આ વિડીયો જોઈને સૌ કોઈ પટેલ સમાજ અને દીકરીના વખાણ કરી રહ્યા છે.

આજના સમયમાં આવું કરુણ અને હદયસ્પર્શી દ્રશ્ય જોઈને ખરેખર દરેક ગુજરાતીઓને ગર્વ થાય કે, આપણા સમાજમાં દીકરીઓને આટલું સન્માન અને પ્રેમ આપવામાં આવે છે. ખરેખર દીકરી તો વ્હાલનો દરિયો હોય છે, જે ઘરમાં દીકરી હોય, ત્યાં સદાય લક્ષ્મીજીનો વાસ હોય છે, તેમજ તે ઘરમાં કાયમ સુખ શાંતિ અને સમૃદ્ધિ હોય છે. ખરેખર આ વિડીયો જોઈને તમને એટલું સમજાય જશે કે, આ પરિવારનું હૈયું કેટલું ભારે થઇ ગયું હશે, જ્યારે તેમની દીકરી ઘરમાંથી વિદાય લેશે.

તમને જણાવી દઈએ કે, આ વિડીયો ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરવાંમાં આવ્યો છે તેમજ આ વિડીયોમાં અત્યાર સુધી 188,368 likes મળી ચુકી છે. આ વિડીયોમાં સૌ કોઈ પોતાના પ્રતિસાદ આપી રહ્યા છે, તેમજ દરેક લોકો દીકરીના વિદાય પ્રસંગ તેમજ પરિવારના સંસ્કારના વખાણ કરી રહ્યા છે. ખરેખર જ્યારે તમે પણ આ વિડીયો જોશો તો તમારી આંખમાંથી પણ ખુશીઓના આંસુઓ વહેવા લાગશે.

 

 

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *