કડકડતી ઠંડીમાં કાઠિયાવાડી સ્વાદ માણવો હોય તો પોહચી જજો અમદાવાદની “ચૂલો” રેસ્ટોરન્ટમાં ! એટલું સ્વાદિષ્ટ કાઠિયાવાડી ભોજન કે…

શિયાળો આવે એટલે મિત્રો ગરમા ગરમ ખોરાક તથા ગરમ પીણાની માંગ વધી જ જતી હોય છે એવામાં તમને ખબર જ હશે કે પીણાની અંદર તો આપણા ગુજરાતમાં સૂપ તથા કાવો જેવા અનેક પીણા મળી જતા હોય છે જે આપણને તંદુરસ્ત રાખતા હોય છે અને લોકો દ્વારા આવા પીણાને ખુબ જ પસંદ કરવામાં અવતા હોય છે એવામાં તમને ખબર જ હશે કે પીણાની સાથો સાથ કાઠિયાવાડી ખોરાકની પણ માંગ વધારે જ થતી હોય છે.

IMG 20231214 111200

એવામાં અમે દરેક લેખના માધ્યમથી કોઈને કોઈ તો ખાવાની દુકાન અથવા તો રેસ્ટોરન્ટ વિશે તમને જણાવતા જ હોઈએ છીએ એવામાં આજના આ લેખના માધ્યમથી વધુ એક રેસ્ટોરન્ટ લઈને આવ્યા છીએ જે અમદાવાદ શહેરની અંદર આવેલી છે. આ રેસ્ટોરન્ટ બીજી કોઈ નહીં પરંતુ “ચૂલો” છે જ્યા લોકો કાઠિયાવાડી જમવા માટે જતા હોય છે અને હાલ આ રેસ્ટોરન્ટ આખા અમદાવાદ શહેરની અંદર ખુબ જ ફેમસ થઇ ચુકી છે.

IMG 20231214 111145

આ રેસ્ટોરન્ટની અંદર મિત્રો તમામ કાઠિયાવાડી ખાણું જેવું કે ઓળો રોટલો, આખી ડુંગળીનું શાક, સેવ ટમેટા તો ખરી જ સાથો સાથ દાળબાટી જેવી પણ અનેક વાનગીઓ તમને ખાવા મળી જશે, આ રેસ્ટોરન્ટ એટલા બઘી કિંમત પણ નથી કે અહીં સામાન્ય લોકો ન ખાય શકે, અહીં સામાન્ય વર્ગના લોકો પણ જામી શકે છે તેટલા જ રેતમાં જમવાનું મળે છે.

IMG 20231214 111129

હાલ આખા અમદાવાદ શહેરની અંદર આ રેસ્ટોરન્ટ ખુબ જ વધારે પ્રખ્યાત થઇ ચુકી છે, જો તમે અમદવાદ આવો તો એક વખત જરૂરથી આ રેસ્ટોરન્ટની મુલાકાતે જજો, નીચે અમે તમને સરનામું જણાવ્યું છે તે મુજબના સરનામે તમે આ રેસ્ટૉરન્ટની મુલાકાતે જઈ શકો છો.

IMG 20231214 111214

સરનામુ: YMCA ક્લબ, થી, સરદાર પટેલ રીંગ રોડ, સામે. ભવાની નર્સરી, એન.આર. કાકા ના ધાબા, મોહમદપુરા ગામ, અમદાવાદ, ગુજરાત 380054

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *