સુરતની દીકરી ધ્રુવી જસાણીએ આખા દેશ નુ નામ રોશન કર્યુ ! વરાછાના નાના એવા ઘર અભ્યાસ કરી હવે અમેરિકા ના નાસા મા…

સુરત શહેર હમેશા દરેક કાર્યમાં મોખરે રહે છે. ત્યારે હાલમાં જ સુરત શહેરની એક દીકરીએ વિશ્વ ફ્લકે નામ રોશન કર્યું છે. ચાલો અમે આપને આ દીકરીની અનોખી સિદ્ધિ વિશે જણાવીએ. વાત જાણે એમ છે કે, વિશ્વની વિખ્યાત વૈજ્ઞાનિક માટેની યુનિવર્સિટીમાં સુરતની દીકરી પસંદગી પામી હતી. વરાછા વિસ્તારની આ દીકરીએ આજે સમગ્ર દેશનું નામ રોશન કર્યું છે.

Screenshot 2023 01 18 09 51 29 923 com.google.android.googlequicksearchbox

સુરતના વરાછા વિસ્તારમાં આવેલ લક્ષ્મી નારાયણ સોસાયટીમાં રહેતી અને મધ્યમ વર્ગ માંથી આવતી ધ્રુવી જસાણીને નાસા યુનિવર્સિટીમાં એડમિશન મળતા સમગ્ર દેશને ગૌરવ આપવ્યું હતું.  ધ્રુવી 12 સાયન્સ કર્યા બાદ સતત વિજ્ઞાનના વિષયમાં સતત મહેનત કરીને વિવિધ સંશોધન કરી રહી હતી.ધ્રુવી પિતા હેન્ડલુમનો વ્યવસાય કરે છે અને માતા ઘર કામ કરે છે માત્ર શિક્ષા એ જ જીવન નો લક્ષ્ય સમજીને ધ્રુવી આજે નાસા માં સ્થાન પ્રાપ્ત કર્યું છે તેને લઈને શિક્ષણ મંત્રીએ ખાસ અભિનંદન પાઠવ્યા હતા.

Screenshot 2023 01 18 09 50 24 619 com.google.android.googlequicksearchbox

ધ્રુવીએ નાસાની એપ્લિકેશનમાં ઓનલાઈન અભ્યાસ કરીને સૌથી કપરી કહી શકાય એવી ચાર ચાર પરીક્ષાઓ પાસ કરી હતી.
આ 3500 જેટલા વિદ્યાર્થીઓ જોડાયા હતા અને ચોથી પરીક્ષા આવતા આવતા માત્ર 300 વિદ્યાર્થીઓ પસંદગી પામ્યા હતા. આપના દેશમાંથી માત્ર બે જ વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા હતા. જેમાંથી એક યુવક પંજાબનો રેહવાસી અને બીજી સુરતની દીકરી ધ્રુવી જસાણી.

Screenshot 2023 01 18 09 52 20 726 com.google.android.googlequicksearchbox

ધ્રુવીએ જે સિદ્ધિ હાંસલ કરી તેમાં જે સ્પેસ યાત્રીઓ અવકાશમાં જતા હોય, તેને સુવિધાઓ પુરી પાડવા માટેની ઉપલબ્ધી હાંસલ કરી હતી. જેમાં અવકાશ યાત્રીઓ અનેક મહિનાઓ સ્પેસમાં પસાર કરે છે અને સિવિધાઓ ન મળવાથી જે સંશોધનો કરવામાં હોય તે પૂર્ણ થઈ શકતા નથી જે માટેનું નવી જ રીતે શોધી કાઢતા હવે અનેક ઉપલબ્ધી મળી શકશે.

Screenshot 2023 01 18 09 50 47 963 com.android.chrome

ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયા ધ્રુવીના ઘરે પહોંચ્યા હતા. અને તેમને શાલ ઓઢાડી અને ગુલદસ્તો આપી સન્માનિત કરી હતી. અને તેમની નવી કારકિર્દી વિશે અભિનંદન પાઠવ્યા હતા.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *