એક પિતાએ પોતાના દીકરાની લગ્ન કંકોત્રીમાં એવું લખાણ લખાવ્યું કે તે જોઈ નરેન્દભાઈ મોદી પણ ખુશ થઇ જાય !! જુઓ એવું તો શું લખાવ્યું….

હાલ લગ્ન ગાળો ચાલી રહ્યો છે એવામાં સોશિયલ મીડિયા પર લગ્નને લઈને અનેક એવા વિડીયો તથા ખબરો સામે આવતી હોય છે જેના વિષે જાણ્યા બાદ આપણા પણ અમુક વખત હોશ ઉડી જતા હોય છે તો અમુક વખત હસવું આવી જતું હોય છે, લગ્નને લઈને અનેક એવી કંકોત્રીના કિસ્સાઓ પણ વાયરલ થતા જ રહેતા હોય છે, એવામાં હાલ એક ખુબ ચોંકાવનારી કંકોત્રી સામે આવી છે જેના વિશે જાણીને તમારા પણ હોશ ઉડી જશે.

તમને ખબર જ હશે કે ચૂંટણી નજીક આવી રહી છે એવામાં ભાજપ પાર્ટી દ્વારા આ વખતે 400 પારનો નારો લગાવામાં આવી રહ્યો છે, કેહવું છે કે ફરી એક વખત લોકો મોદીજીને પ્રધાનમંત્રી તરીકે જોવા માંગી રહ્યા છે, એવામાં લગ્નની આ કંકોત્રી સામે આવી છે જે સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહી છે જેમાં ચૂંટણીને લઈને જ એવું લખાણ લખાવમાં આવ્યું છે કે જોઈ તમે વિચારમાં પડી જશો.

IMG 20240307 WA0027

આ કિસ્સો મધ્યપ્રદેશના ઉજ્જૈનનો હોવાનું હાલ સામે આવ્યું છે જ્યા એક વરરાજાએ પોતાની કંકોત્રીમાં આવું લખાણ લખાવ્યું હતું, પોતાના પિતા ભાજપ માંથી ગ્રામીણ મંડળના મહામંત્રી હતા એવામાં 4 માર્ચના રોજ દીકરાના લગ્ન યોજાયા હતા. કંકોત્રીના તમામ પેજ પર લગ્નના આમંત્રણ વિષે લખવામાં આવ્યું હતું પરંતુ કંકોત્રીના પેહલા જ પેજ પર લખાયું હતું “પિછલી બાર તો લહરથી,ઇસ બાર સુનામી લાના હૈ, મોદી જી કો પ્રધાનમંત્રી બનાના હૈ.”

પિતા બાબુલભાઈ રઘુવંશીએ પોતાના દીકરાના લગ્ન માટે આવી વાત લખેલી 1500 જેટલી પત્રિકા તૈયાર કરી હતી અને ગામમાં સૌ કોઈને વેહચી હતી જેમાં નરેન્દભાઈ મોદીને ફરીથી પીએમ મોદીને જીતાડવાની અપીલ કરવામાં આવી હતી અને ભાજપાને ચૂંટણી જીતવવા માટે આ લાઈનો લખવામાં આવી હતી.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *