દ્વારકામાં યોજાયેલ ભવ્ય અહિરાણીઓના મહારાસ અંગે મણીધર બાપુ શું બોલ્યા, જુઓ વિડિયો

ભગવાન દ્વારકાધીશના સાનિધ્યમાં આહિર સમાજ દ્વારા આયોજીત ભવ્ય “આહીરાણી મહારાસ” નું આયોજન અને વ્યવસ્થા કાબીલેદાદ હતી. આહિર સમાજની મહિલાઓ જન્મથી જ સશકિતકરણથી સજજ પુરૂષ સમોવડી રહી છે. આશરે 37 હજાર કરતાં વધારે આહિર સમાજની માતાઓ અને દીકરીઓપ એ પોતાનો પરંપરાગત રાસ રમીને પોતાની ભક્તિ ભગવાન દ્વારિકાધીશના ચરણે ધરીને પોતાના સાંસ્કૃતિક વારસાના દર્શન કરાવ્યાં.

વિશ્વના ખૂણે ખૂણે માત્રને માત્ર આહીરાણીઓના મહારાસની ચર્ચાઓ થઇ રહી છે, ત્યારૅ કબરાઉધામના મણિધર બાપુએ મહારાસ વિષે પોતાની લાગણી વ્યક્ત કરીછે. અમને આપણે સંક્ષિપ્તમાં જણાવીએ કે બાપુએ શું કહ્યું,સંપૂર્ણ વાત તમે વિડીયોમાં સાંભળી શકશો. મણિધર બાપુએ આહીર સમાજ અને આહીર સમાજની માતાઓ, બહેનો અને દીકરીઓના કાર્યના બિરદાવતા કહ્યું કે, જગત વિખ્યાત મંદિરમાં મહારાસ રમવા 3700 હજાર દીકરીઓએ મહારાસ માટે રજીસ્ટ્રેશન કર્યું.

45000 જેટલી દીકરીઓ મહારાસ રમ્યો છે. મારી જિદગીમાં ખરેખર પહેલું જોયું છે, આવું મેં ક્યારે જોયું નથી. દ્વારકામાં આ ઇતિહાસ સર્જાયો છે. જ્યાં દ્વારકાધીશની હાજરી હોય, ધન્ય છે આહીર સમાજના માતા પિતાઓને કે તમામ દીકરીઓએ પરંપરાગત પોશાક ધારણ કરીને રાસ રમ્યા. આહીર અમારું મોહાળ છે. ધન્ય છે આહીર સમાજ તમને, અમે ચારણ હોય એવું બોલીએ.

તમે ખરેખર વિશ્વની માલીકોર ગુજરાત નહીં ભારતમાં એક ઇતિહાસ રચ્યો આયરો. ધન્ય છે તમને ધન્ય છે તમને મા-બાપ. કે 45000 દીકરીઓ રાસ રમી. ખરેખર અહીંયા ખુદ કૃષ્ણ. મથુરા, વૃદાવન અને ગોકુલ આવી ગયું. ખુબ આનંદ થયો મને આ મહારાસમાં સૌ દીકરીઓ ભવાની જે મહારાસ રમ્યા એ જોઈને મને આનંદ થયો.નીચે આપેલ વિડીયો દ્વારા તમે મણીઘર બાપુના સ્વમુખેથી સાંભળી શકશો.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *