પાંચ એવા ખિલાડીઓ જે યો-યો ટેસ્ટમાં જ થયા હતા નાકામ!! એક નામ જાણીને તો તમનેય આંચકો લાગશે… જાણો

એશિયા કપ 2023 શરૂ થવામાં હવે માત્ર થોડા દિવસો બાકી છે, ત્યારે ભારતીય ક્રિકેટ ટીમે ખેલાડીઓના ફિટનેસ સ્તર સારા છે કે નહીં તે ચકાસવા માટે તાજેતરમાં યો-યો ટેસ્ટ હાથ ધર્યો હતો. કોહલીએ આ ટેસ્ટમાં 17.2નો સ્કોર કર્યો હતો અને તેના વિશે એક સ્ટોરી પણ ઈન્સ્ટાગ્રામ પર શેર કરી હતી. શુભમન ગિલે 18.7 પોઈન્ટ બનાવ્યા અને કોહલીને ટોપ પર છોડી દીધો. રોહિત શર્મા અને કેએલ રાહુલે પણ તેમની યો-યો ટેસ્ટ પાસ કરી છે. પરંતુ ભારતીય ક્રિકેટમાં યો-યો ટેસ્ટમાં નાપાસ થતાં 5 ખેલાડીઓ રમતમાંથી બહાર થઈ ગયા હતા. અમે અહીં તે ખેલાડીઓ વિશે માહિતી આપવાના છીએ.

maxresdefault

કોહલીની કેપ્ટન્સીમાં યો-યો ટેસ્ટ શરૂ થયો હતો. જ્યારે વિરાટ કોહલીએ ટીમ ઈન્ડિયાની કમાન સંભાળી ત્યારે યો-યો ટેસ્ટ શરૂ થયો હતો. રાષ્ટ્રીય ટીમમાં રમવા માટે, એક ફરજિયાત નિયમ લાગુ કરવામાં આવ્યો હતો કે વ્યક્તિએ જી યો-યો ટેસ્ટ પાસ કરવી પડશે. તો ચાલો જાણીએ એવા પાંચ ભારતીય ક્રિકેટરો કોણ છે જે યો યો ટેસ્ટમાં નાપાસ થયા હતા.

યો યો ટેસ્ટમાં નિષ્ફળ ગયેલા 5 ભારતીય ક્રિકેટરો :

વોશિંગ્ટન સુંદર

ઑફ-સ્પિનિંગ ઑલરાઉન્ડર વૉશિંગ્ટન સુંદર 2017માં ઑસ્ટ્રેલિયા સામેની T20I માટે પસંદ થતાં પહેલાં યો-યો ટેસ્ટમાં નિષ્ફળ ગયો હતો. જેના કારણે તક ગુમાવી હતી. આ પછી, પોતાની ફિટનેસ બરકરાર રાખીને સુંદરે શ્રીલંકાની શ્રેણીમાં વાપસી કરી.

મોહમ્મદ શમી

ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ શમી પણ આ ટેસ્ટમાં ફેલ થયો હતો. પરંતુ એક મહિના પછી, બધું સારું કરનાર શમીને ઇંગ્લેન્ડ શ્રેણીમાં તક મળી.

યુવરાજ સિંહ

2017માં, યુવરાજ સિંહને શ્રીલંકા સામેની શ્રેણી પહેલા ટીમમાંથી આશ્ચર્યજનક રીતે બહાર કરી દેવામાં આવ્યો હતો. આ પછી ખબર પડી કે યુવરાજ યો-યો ટેસ્ટમાં ફેલ થયો છે.

સંજુ સેમસન

વર્ષ 2018 માં, જ્યારે ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ભારત A ટીમની જાહેરાત કરવામાં આવી હતી, ત્યારે સંજુ સેમસન તેનો એક ભાગ હતો. જો કે, ‘યો-યો ટેસ્ટ’માં નાપાસ થતાં સેમસનને પડતો મૂકવામાં આવ્યો હતો અને ઇશાન કિશનનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

અંબાતી રાયડુ

અંબાતી રાયડુ પણ યો-યો ટેસ્ટમાં ફેલ થયો હતો. જેના કારણે સુરેશ રૈનાનો ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. પરંતુ રાયડુએ તેની ફિટનેસ જાળવી રાખી અને 2018 એશિયા કપમાં રમવા માટે પાછો ફર્યો.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *