ગીતા રબારીનાં જીવનમાં અઢળક સુખ હોવા છતાં એકવાતનું દુઃખ છે જે ક્યારેય નહીં મટી શકે.

ગીતા રબારી જેને લોકો ગુજરાતની કોયલ તરીકે સંબોધે છે.આપણે સૌ કોઈ જાણીએ છે કે, ગીતા રબારીનાં કંઠે ગાયેલા દરેક ગીતો ગુજરાતીનાં હદયને સ્પર્શી જાય છે.આજે માત્ર ગુજરાતમા જ નહીં પરંતુ દેશ વિદેશમાં પણ એટલી જ લોકપ્રિય છે. ત્યારે આજે આપણે ગીતા રબારીના જીવન સાથે જોડાયેલ એક એવી વાત વિશે જાણીશું જેનાથી સૌ કોઈ અજાણ છે. ચાહકો માત્ર સોશિયલ મીડિયાની લાઈડ સુધી જ બધુ જાણતાં હોય છે પરતું તેમના જીવનની અંગત વાત થી ઘણા લોકો અજાણ હોય છે.

ગીતા રબારીનો મૂળ કચ્છની અને તેઓ પાંચ ધોરણથી જ ગીત ગાવાનું શરૂ કર્યુ હતું. તેણે સંગીતનું શિક્ષણ નથી મેળવ્યું. એક વાત ખાસ છે કે, જ્યારે તેમની ઉંમર માત્ર 20 હતી ત્યાર થી જ સમગ્ર ગુજરાતમાં લોકપ્રિયતા મેળવી. એક વાત છે કે ગીતાજીને આટલી લોકપ્રિયતા મળ્યા બાદ પણ પોતાનું ગામ નથી છોડ્યું .

ગીતાની મહેનત રંગ લાવી, આજે કચ્છ જ નહીં પરંતુ આખા ગુજરાતમાં એનું નામ ગુજયું. ગીતાએ માત્ર દસ સુધી જ અભ્યાસ કર્યો છે, પરંતુ હવે પોતાનું સંપૂર્ણ ધ્યાન ગાવા પર આપ્યું અને જીવનમાં ખૂબ જ નામ કમાવ્યું. આજે તેમની પાસે બધું જ છે એક સારો જીવનસાથી પણ છે પરંતુ દરેક વાતનું સુખ હોવા છતાં એક વાતની ખોટ છે.

ગીતા બેન રબારીના પરિવારમાં માતા-પિતા છે, અને બે ભાઈ પણ હતાં, પરંતુ તેમનું અકાળે અવસાન થયું હતું. આજે ગીતા રબારીના કોઈ સગા ભાઈ નથી. અને આ વાત જણાવી પણ હતી ગીતા બેન રબારીએ આ વીડિયોમાં કહ્યું કે હું નાનપણથી મોટી થઇ ત્યારથી એક જ વાતની ખામી રહી કે મારો કોઈ સાગો ભાઈ નથી. ભાઈની ખોટ તેને જ ખબર પડે જેને ભાઈ ન હોય. આ વાતનું મને ખુબજ દુઃખ થતું હતું કે મારે કોઈ સગો ભાઈ નથી. હાલમાં જ ગીતા રબારીર વિઠલ તીડીમાં એક ભાઈ બહેનનાં પ્રેમ વ્યક્ત કરતું સોંગ ગાયું હતું તે ખૂબ જ લોકપ્રિય બનેલ.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *