વિદેશ મા વસતા ગુજરાતીઓ નો વતન પ્રેમ ! પાલનપુર, મુખી, ડીસા, વાપી જેવી નંબર પ્લેટ લેવા માટે હજારો રુપીયા ચૂકવ્યા…

વિશ્વમાં ખૂણે ખુણે આજે ગુજરાતીઓનો દબદબો છે. આમ પણ કહેવાય છેને, જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત. આજે વિદેશની ધરતીમાં પણ ગુજરાતીઓ પોતાની સંસ્કૃતિઓને ઉજાગર કરી રહ્યા છે અને પોતાની ઓળખ પણ વિદેશમાં પ્રખ્યાત કરી રહ્યા છે. ખાસ કરિને વિદેશોમાં વસતા યુવાનો પોતાની કારમાં ખાસ નંબર પ્લેટ રાખી રહ્યા છે. હાલમાં સોશિયલ મીડિયામાં આ ખબર વાયરલ થઈ રહી છે.

Screenshot 2022 06 16 19 18 58 715 com.google.android.googlequicksearchbox 206x300 1

હાલમાં જ મુળ ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના ડીસાના વતની અને હાલ અમેરિકાના કેલિફોર્નિયામાં સ્થાયી થયેલા સુજીલ બકુલભાઈ ખોઝાએ વિદેશમાં પોતાના વતન ડીસાના નામ અનોખી રીતે ગુંજતુ કર્યું છે. ટેસ્લા કંપનીની કારની નંબર પ્લેટ પર પોતાના વતનની સ્મૃતિ ચિરંજીવ બનાવવા ‘DEESA’ નામ લખાવ્યું છે.

05 1655377488 300x225 1

ખાસ કરીને ત્યાં અમેરિકામાં નંબરની જગ્યાએ મહત્તમ 6થી 7 અક્ષરનો એક શબ્દ થાય તે પ્રકારની વાહનની રજીસ્ટ્રેશન પ્લેટ રાખવાની છૂટ હોય છે. ત્યારે પોતાના ગામનું નામ લખાવ્યું હતું. પોતાની પહેલી ખરીદેલી કારમાં ‘DEESA’ નામની નંબર પ્લેટ લગાવી છે અને ડીસાના નામને સેન્ફ્રેન્સિસ્કો કેલિફોર્નિયામાં ગુંજતું કર્યું છે. ત્યારે આ સિવાય અન્ય ઘણા એવા લોકો છે જેમણે પોતાની કારમાં નામ લખાવ્યું છે.

17 1655382338 300x225 1

મુળ પાલનપુરના અને કેલિફોર્નિયા સ્ટેટમાં સ્થાયી થયેલા ડોક્ટર જુબેર સિંધી પણ પાલનપુર લખાવેલ હતું તેમજ તાલુકાના ચિત્રાસણી ગામના વતની ડો. જુબેર સિંધીએ હોન્ડા કંપનીની પોતાની એકોર્ડ કારની રજીસ્ટ્રેશન પ્લેટ પર ‘CHITRSN’ નામ લખાવ્યું હતું. આ સિવાય અન્ય ગુજરાતીઓ પણ આવી રીતે પોતાનાને પસંદ હોય એવા નામો લખાવતા રહે છે.

Screenshot 2022 06 16 19 19 20 366 com.google.android.googlequicksearchbox 392x272 1

આ ઉપરાંત ઓસ્ટ્રેલિયામાં મુળ અમરેલીનો ‘MUKHI’ચર્ચામાં આવ્યો હતો. મૂળ અમરેલી જિલ્લાનો મંથન રાદડિયા ઓસ્ટ્રેલિયામાં ‘MUKHI’ નંબર પ્લેટની લક્ઝુરિયર્સ કારમાં ફરે છે. મંથન રાદડિયાએ અત્યાર સુધીમાં કુલ 5 કાર્સ ફેરવી છે, જે તમામની નંબર પ્લેટ MUKHI નામથી હતી.

orig01655063285 1655382624 300x225 2

ખરેખર આ ઘટના દરેક ગુજરાતીઓ માટે ગૌરવવંતી છે. અન્ય એક વાપીની એક દિકરીએ પોતાની કારની નંબર પ્લેટ વાપી નામની લઇ વતનનો અનોખો પ્રેમ વ્યક્ત કર્યો છે. ત્યારે આ સૌ ગુજરાતી પર ગર્વ લેવા જેવી વાત છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *