ગુજરાતના કુખ્યાત બુટલેગર નાગદાન ગઢવીનું સાબરમતી જેલમાં મોત! ફિલ્મી સ્ટોરીને પણ પાછી પાડે તેવી છે બુટલેગર બનવાની કહાની.. જાણો શા કારણે

ગુજરાતના કુખ્યાત બુટલેગર નાગદાન ગઢવીનું સાબરમતી જેલમાં મોત નીપજ્યું છે. નાગદાન ગઢવીની હાલમાં જ સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા હરિયાણાથી ધરપકડ કરવામાં આવી હતી તેમજ સૌથી ચોંકાવનારી વાત એ છે કે, નાગદાન ગઢવી 150થી વધુ આંતરરાજ્ય ગુનાઓમાં આરોપી તરીકે વોન્ટેડ હતો અને સૌથી ચોંકાવનારી અને આશ્ચયની વાત એ છે કે નાગદાન ગઢવીની જીવનની કહાની પણ ફિલ્મી સ્ટોરીથી કમ નથી. હાલમાં જ મીડિયા દ્વારા જાણવા મળ્યું છે કે, જેલમાં જ હાર્ટ એટક આવતા હોસ્પિટલમાં દાખલ કરેલ પરંતુ તબીબોએ નાગદાન ગઢવીને મૃત જાહેર કરેલ.

નાગદાન ગઢવી મૃત્યુના સમાચાર સામે આવતાની સાથે ચારો તરફ નાગદાન ગઢવીની ચર્ચા થઈ રહી છે. ઘણા લોકો નાગદાન ગઢવીથી અજાણ હશે, ચાલો ત્યારે અમે આપને જણાવીએ કે આખરે નાગદાન ગઢવી કોણ હતો અને કઈ રીતે ગુજરાતનો કુખ્યાત ગુટલેગર બન્યો.નાગદાન ગઢવી મૂળ વઢવાણના સુરેન્દ્રનગર જિલ્લાનો રહેવાસી હતો અને નાગદાન ગઢવીએ ધોરણ આઠ સુધીનો અભ્યાસ કર્યા બાદ નિવૃત પોલીસ કર્મચારીનો પુત્ર નાગદાન ગઢવી ટ્રક ડ્રાઇવર તરીકે પોતાની કારકિર્દી શરૂ કરી હતી.

દરેકનાં જીવનમાં વળાંક આવે છે અને ત્યારે બધું જ બદલાઈ જાય છે. ત્યારે નાગદાન ગઢવીને ટ્રક ડ્રાઇવિંગમાં એક દિવસ અકસ્માત નડી ગયો અને બંને પગે ગંભીર ઈજાઓ થઈ હતી. તેની સારવાર માટે આર્થિક રીતે પહોંચી વળવા માટે થઈને નાગદાન ગઢવીએ દારૂની ખેપ મારવાની શરૂઆત કરી દીધી.

આ વ્યવસાયમાં આવ્યા પછી નાગદાન વડોદરાનાં કુખ્યાત બુટલેગર વિનોદ સિંધી માટે નાગદાન ગઢવી કામ કરતો થઈ ગયો પછી તો નાગદાન ગઢવીએ સૌરાષ્ટ્રથી લઈને કચ્છ સુધી દારૂની હેરાફેરીમાં કિંગ બની ગયો. બનાવ એવો બનતો કે, રાષ્ટ્ર પંથકનો એક પણ જિલ્લો બાકી નહીં હોય કે જેમાં નાગદાન ગઢવી દારૂની હેરાફેરી નહીં કરી હોય. નાગદાન સામે જોતાને જોતા 32 જેટલા પ્રોહિબિશનના ગુના તેમજ 150થી વધુ આંતરરાજ્યમાં ગુન્હા નોંધાયેલ હતા.

નાગદાન ગઢવી પણ છેલ્લા પાંચ મહિનાથી ધંધો બંધ કરીને હરિયાણા ખાતે પોતાના હૃદયની સારવાર કરાવી રહ્યો હતો અને તેવા જ સમયે તેણે મોનિટરિંગ સેલના આ અધિકારીઓને મળેલી બાતમીના આધારે સતત બે દિવસ સુધી ઓપરેશન હાથ ધરીને નાગદાન ગઢવીને હરિયાણાના ગુરુગ્રામ રાજ્યમાંથી તેના મકાનમાંથી જ તબોચી લેવામાં આવ્યો હતો અને સાબરમતી જેલમાં ધકેલી દેવામાં આવેલ અને અંતે આજ જેલમાં હાર્ટ એટેક આવાના કારણે મોતને ભેટ્યો.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *