ગુજરાત નુ આ ગામ ઓળખાય છે મિની સુરત તરીકે ! ફોટા જોઈ વિશ્વાસ નહી આવે કે આ ગામડું છે.

આપણે સૌ જાણીએ છીએ કે ગુજરાત મા અનેક ગામો આવેલા છે જેમા ઘણા ગામો નો વિકાસ થયો છે જયારે ઘણા ગામોનો વિકાસ આજે પણ નથી થયો અને પાયાની સુવીધા ઓ પણ ના હોય તેવા અનેક ગામડાઓ છે ત્યારે આજે એક એવા ગામ ની વાત કરીશું જે ગામ અન્ય ગામના લોકો માટે પણ ઉદાહરણરુપ છે. આવો જાણીએ આ કયું ગામ છે આ…

DSCF7118 768x576 1

આપણે જે ગામ ની વાત કરી રહયા છીએ એ ગામ નુ નામ પરવડી છે. પરવડી ગામ ભાવનગર જીલ્લા ના ગારીયાધાર તાલુકા મા આવેલુ છે ભાવનગર નુ આ નાનકડું ગામ મોર્ડન વિલેજ તરીકે ની છાપ ધરાવે છે જેનુ એક માત્ર કારણ એ છે કે ગામ મા આ ઉભી કરવામા આવેલી સુવીધા અને ગામ નો વિકાસ ! પરવડી ગામ ને મીની સુરત પણ કેહેવામા આવે છે.

DSCF7119 768x576 1

ભાવનગરના આ ગામ પ્રાથમીક શાળા સાથે ઉચ્ચ માધ્યમિક શાળા પણ આવેલી છે જેમા કોમ્યુટર લેબ, પ્રયોગ લેબ જેવી શહેર મા એક શાળા હોય તેવી જ વિશાળ શાળા આ ગામમા આવેલી છે. આ શાળા નુ ઉદ્ઘાટન પી.એમ મોદી એ કરેલુ છે. આ ઉપરાંત આ ગામ મા શહેર જેવી સુવીધા ઉભી કરવામા આવી છે જેમા સારા રોડ રસ્તા, ગટર લાઈન અને સોલાર લાઈટો પણ લગાવવા આવી છે.

DHG 768x576 1

જ્યારે પણ તમે આ ગામમા જશો ત્યારે તમે ખુદ એવો અનુભવ કરશો કે આ એક મોર્ડન વિલેજ છે. ગામ મા બેંક પણ આવેલી છે આ ઉપરાંત શહેર મા જોવા મળતા ભવ્ય બંગલા અને કાર પણ જોવા મળશે આ ગામ ના વિકાસ નો ફાળો ગામ ના લોકો ને જ જાય છે ગામમા રહેતા લોકો પોતાના ગામ માટે એટલા જાગૃત છે કે દરેક મુશ્કેલીઓ અને અસુવિધા ઓ નુ નિરાકરણ મેળવે આ ગામ મા મુખ્યત્વે પટેલ અને કોળી સમાજના લોકો વસે છે.

DSC00549 768x1024 1

આ ગામ ને મીની સુરત પણ કેહેવામા આવે છે કારણ કે આ ગામ ના લોકો ધંધા રોજગાર માટે સુરત સાથે જોડાયેલા છે અને પોતાના ગામ માટે ફંડ ફાળો આપી ને ઘણી સુવીધા ઉભી કરી છે. આ ગામ નો વિકાસ 2007 થી થયો હતો. ગામ મા પાણી ના સંગ્રહ માટે ટાંકી , ગાર્ડન, સારા રોડ સસ્તા ,શાળા , પશુ પક્ષીઓ માટે પાણીયારુ , આધુનિક ઢબ નુ મોક્ષ ધામ, શોપિંગ મોલ , આશ્રમ વગેરે સુવીધા ઓ ઉભી કરેલી છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *